નોંધ: અમારી અપમાનજનક વર્તણૂક નીતિ વિશે વિશિષ્ટ બાબતો માટે, કૃપા કરીને Xના નિયમો અને સેવાની શરતોને વાંચો.
જો મને હિંસક ધમકી પ્રાપ્ત થાય તો, મારે શું કરવું જોઈએ?
તમે ટ્વીટ્સ, પ્રોફાઈલો અથવા સીધા સંદેશાની અમને સીધી જ જાણ કરી શકો છો (ઉપર જુઓ). X ધમકીપૂર્ણ ટ્વીટ, સીધા સંદેશ અને/અથવા જવાબદાર એકાઉન્ટ પર કાર્યવાહી કરી શકે છે.
તેમ છતાં, જો કોઈએ હિંસક ધમકી ધરાવતી કોઈ ટ્વીટ કરી હોય અથવા સંદેશ મોકલ્યો હોય જે તમને લાગે છે કે તે આમ કરી શકે છે અથવા તમને તમારી પોતાની અથવા કોઈ બીજાની શારીરિક સલામતી માટે ડર છે તો, તમે તમારી સ્થાનિક કાયદા અમલીકરણની એજન્સીનો સંપર્ક કરી શકો છો. તેઓ તે ધમકીની માન્યતાનું સચોટ રીતે આકલન કરી શકે છે, ધમકીના સ્રોતની તપાસ કરી શકે છે અને શારીરિક સલામતી વિશેની ચિંતા અંગે પ્રતિસાદ આપી શકે છે. જો કાયદા અમલીકરણ દ્વારા સીધો જ સંપર્ક કરવામાં આવે તો, અમે તેમની સાથે કામ કરી શકીએ છીએ અને ધમકીની તેમની તપાસ માટે જરૂરી માહિતી પ્રદાન કરી શકીએ છીએ. માત્ર ટ્વીટ સંબંધી રિપોર્ટ્સ માટે: તમે અમને તમારો રિપોર્ટ પ્રાપ્ત થયો છે સ્ક્રીન પર રિપોર્ટ ઈમેલ કરો પર ક્લિક કરીને કાયદા અમલીકરણની સાથે શેર કરવા માટે હિંસક ધમકીના તમારા રિપોર્ટની તમારી પોતાની કૉપિ મેળવી શકો છો.
હું રિપોર્ટ સબમિટ કરું તે પછી શું થશે?
તમે રિપોર્ટ સબમિટ કરો તે પછી, અમને તમારો રિપોર્ટ પ્રાપ્ત થયો છે તેવો તમને સતર્ક કરતો અમારા તરફથી પુષ્ટિકરણનો સંદેશ તમને જોવા મળશે (તમને સંદેશ જોવા મળે તે પહેલાં 24 કલાક જેટલો સમય લાગી શકે છે). અમે જાણ કરેલા એકાઉન્ટ અને/અથવા ટ્વીટ(ટ્વીટ્સ) અને/અથવા સીધા સંદેશ(સંદેશા)ની સમીક્ષા કરીશું. જો અમે નિર્ધારિત કરીએ કે જાણ કરેલા એકાઉન્ટ અને/અથવા ટ્વીટ(ટ્વીટ્સ) અને/અથવા સીધા સંદેશ(સંદેશા) અમારી નીતિઓના ઉલ્લંઘનમાં છે તો, અમે કાર્યવાહી (ચેતવણી આપવાથી લઈને એકાઉન્ટ કાયમ માટે રદ બાતલ કરવા સુધીની) કરીશું. જ્યારે અમે જાણ કરેલા એકાઉન્ટ અને/અથવા ટ્વીટ(ટ્વીટ્સ) અને/અથવા સીધા સંદેશ(સંદેશા) પર કાર્યવાહી કરીએ ત્યારે અથવા જો અમને તમારી પાસેથી વધુ માહિતીની જરૂર હશે તો, અમારા તરફથી તમને ફૉલો અપ પ્રાપ્ત થશે.
તદુપરાંત, જાણ કરેલી ટ્વીટ્સની મૂળ સામગ્રી તમે તેની જાણ કરી છે તેવું જણાવતી સૂચના સાથે બદલવામાં આવશે. તમે ઈચ્છો તો તમે એ ટ્વીટ પર ક્લિક કરી તેને જોઈ શકો છો.
નોંધ: તદુપરાંત, તમે તાજેતરમાં જાણ કરેલા એકાઉન્ટ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી હશે તો, તમને ઇન-પ્રોડક્ટ સૂચના પ્રાપ્ત થશે. આ કાર્યવાહી તમારા રિપોર્ટથી સંબંધિત હોઈ શકે અથવા ન પણ હોઈ શકે.
શા માટે X કોઈ એકાઉન્ટને નવાં એકાઉન્ટ્સ બનાવવાથી અવરોધિત કરી શકતું નથી?
IP અવરોધિત કરવું એ અનિચ્છિત વર્તણૂકને રોકવા માટે સામાન્યપણે બિનઅસરકારક હોય છે અને કદાચ કાયદેસરનાં એકાઉન્ટ્સને અમારી સેવાને ઍક્સેસ કરવાથી ખોટી રીતે અટકાવી શકે છે.
IP સરનામાં સામાન્ય રીતે ઘણાં બધાં એકાઉન્ટ્સ દ્વારા વિવિધ સ્થળોએ શેર કરવામાં આવે છે, એનો અર્થ એ છે કે, એક જ IPને અવરોધિત કરવું એ મોટી સંખ્યામાં ન જોડાયેલાં એકાઉન્ટ્સને X પર લોગ ઈન કરવાથી અટકાવી શકે છે. તદુપરાંત, IP સરનામાં બદલવામાં સરળ છે અને અવરોધનને અલગ સ્થળ, ત્રીજા-પક્ષની સેવા અથવા ઘણી બધી મફત વેબસાઈટ અથવા એપ્લિકેશન્સ પૈકી કોઈ એકમાંથી લોગ ઈન કરીને સરળતાથી ટાળી શકાય છે.
શું X મને અન્ય એકાઉન્ટની માહિતી આપી શકે છે?
અમારી ગોપનીયતા નીતિ અનુસાર, X, એકાઉન્ટની માહિતીને છતી કરતું નથી, સિવાય કે માન્ય કાનૂની પ્રક્રિયા દ્વારા તેમ કરવું જરૂરી હોય. જો તમે પોલીસ અથવા તમારા વકીલ સાથે કામ કરી રહ્યા છો તો, તેઓ આવી માહિતી મેળવવા માટેની યોગ્ય અને સાચી કાનૂની પ્રક્રિયા બાબતે તમારી મદદ કરી શકશે. જો કાયદા અમલીકરણ દ્વારા સીધો જ Xનો સંપર્ક કરવામાં આવે તો, અમે તેમની સાથે કામ કરી શકીએ છીએ અને તેમની તપાસ માટે મદદ પ્રદાન કરી શકીએ છીએ. તમે કાયદા અમલીકરણના અધિકારીઓને અમારી કાયદા અમલીકરણ માટેની માર્ગદર્શિકા તરફ નિર્દેશિત કરી શકો છો.