Skip to main content

કેવી રીતે મોબાઈલ ડિવાઇસેસ પર ચોક્કસ સ્થાનની સુવિધાનો ઉપયોગ કરવો

વધુ અનુરૂપ સામગ્રી, સ્થાન-વિશિષ્ટ વર્તમાનપ્રવાહના વિષયો અને તમારી પોસ્ટમાં ભૌગોલિક સ્થાન ટેગ કરવાનો વિકલ્પ મેળવવા માટે તમારા મોબાઈલ ડિવાઇસ પર ચોક્કસ સ્થાનની સુવિધાને સક્ષમ કરો. તેને કેવી રીતે ચાલુ કરવી તે જાણો.

>x<ની સત્તાવાર એપ્લિકેશન્સ મારફતે ચોક્કસ સ્થાનની સુવિધાને સક્ષમ કરવાથી >x<, GPS માહિતી જેવા તમારા ચોક્કસ સ્થાનને એકત્રિત, સંગ્રહિત કરી શકે છે અને તેને ઉપયોગમાં લઈ શકે છે. આનાથી અમે અમારી વિવિધ સેવાઓ પ્રદાન, વિકસિત કરી શકીએ છીએ અને તેને બહેતર બનાવી શકીએ છીએ, તેમાં નીચેનાનો સમાવેશ થાય છે પરંતુ તે પૂરતી તે મર્યાદિત નથી:

  • પોસ્ટ્સ અને જાહેરાત સહિત એવી સામગ્રીનું વિતરણ કે જે તમારા સ્થાનને વધુ અનુરૂપ બનાવેલી હોય.
  • સ્થાન-વિશિષ્ટ વર્તમાનપ્રવાહના વિષયોનું વિતરણ.
  • જો તમે તમારી પોસ્ટમાં ભૌગોલિક સ્થાન ટેગ કરવાનું નક્કી કરો, તો તમારી પોસ્ટના ભાગ રૂપે તમે જ્યાંથી પોસ્ટ કરી રહ્યા હો તે સ્થાન તમારા અનુયાયીઓને બતાવવું.
ડિવાઇસ સ્તરે સ્થાન સેવાઓને સક્ષમ અને અક્ષમ કેવી રીતે કરવી
  1. તમારા ડિવાઇસની સેટિંગ્સ સુવિધા પર જાઓ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.

  2. સ્થાન સેવાઓ પર હળવેથી ઠપકારો.

  3. સ્થાન સેવાઓની બાજુમાં, એ સુવિધાને ચાલુ કરવા માટે સ્લાઇડરને ખેંચો.

  4. પછી, યાદીમાં >x< એપ્લિકેશનને શોધી કાઢો અને ક્યારેય નહીં અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરતી વખતે પર હળવેથી ઠપકારો.

X એપ્લિકેશનની અંદર એકાઉન્ટ સ્તરે ચોક્કસ સ્થાનની સુવિધાને સક્ષમ અને અક્ષમ કેવી રીતે કરવી
  1. ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.

  2. ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો.

  3. સલામતી હેઠળ, સ્થાન વિભાગમાં રહેલ ચોક્કસ સ્થાન પર હળવેથી ઠપકારો.

  4. ચોક્કસ સ્થાનના પૃષ્ઠની અંદર, એ સુવિધાને ચાલુ કે બંધ કરવા માટે સ્લાઇડરને ખેંચો.