ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.
એકાઉન્ટ પર હળવેથી ઠપકારો, પછી સુરક્ષા પર હળવેથી ઠપકારો.
દ્વિ-પરિબળ પ્રમાણીકરણ પર હળવેથી ઠપકારો.
જેમાંથી પસંદ કરી શકાય એવી ત્રણ પદ્ધતિ છે: ટેક્સ્ટ સંદેશો, પ્રમાણીકરણ એપ્લિકેશન અથવા સુરક્ષા કી.
એકવાર નોંધણી થઈ જાય તે પછી, જ્યારે તમે તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરો છો, ત્યારે તમને તમારા સાંકેતિક શબ્દ સાથે તમારા અગાઉના લોગીન દરમિયાન તમે ઉપયોગમાં લીધેલી દ્વિ-પરિબળ પ્રમાણીકરણ પદ્ધતિ પ્રદાન કરવા માટે પ્રોમ્પ્ટ કરવામાં આવશે. તમને દ્વિ-પરિબળ પ્રમાણીકરણની કોઈ અલગ પદ્ધતિ પસંદ કરવાનો વિકલ્પ પણ દેખાશે. જો તમે આગળ જવા માંગો છો, તો ફક્ત અલગ પદ્ધતિ પસંદ કરવા માટે પ્રોમ્પ્ટ પર હળવેથી ઠપકારો. લોગીન સમાપ્ત કરવા માટે ઓનસ્ક્રીન સૂચનાઓને અનુસરો.