કેવી રીતે અમે Xને વધુ સલામત બનાવી રહ્યા છીએ

વાર્તાલાપો માટે બહેતર સ્થાન બનાવવું.

તમારા અનન્ય વિચારો અને વાતચીત જ Twitterને, Twitter બનાવે છે. આથી અમે સતત અમારા નિયમો, પ્રક્રિયાઓ, ટેકનોલોજી અને સાધનોમાં સુધારો કરી રહ્યા છીએ જેથી બધા લોકો જાહેર વાર્તાલાપમાં મુક્તપણે અને સલામત રીતે ભાગ લઈ શકે તે સુનિશ્ચિત કરી શકાય.

તમે Twitter પર સલામત હોવાનો અહેસાસ કરવા માટે લાયક છો — તે શક્ય કરવાનું કામ અમારું છે.

સક્રિય તપાસ

અમે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ જે અમારા નિયમોને તોડતી ટ્વીટ્સની તમારે જાણ કરવાની જરૂર પડે તે પહેલાં તેને સક્રિયપણે શોધી કાઢવા અને ફ્લેગ કરવાનો ઉદ્દેશ્ય રાખે છે.

એકાઉન્ટ્સ અવરોધિત કરો

જ્યારે તમે ન ઇચ્છતા હોવ કે કોઈ તમારી ટ્વીટ્સ જુએ અને તમે તેમની જોવા ન ઇચ્છતા હોવ ત્યારે કોઈપણ એકાઉન્ટને તાત્કાલિક અવરોધિત કરો.

અપમાનજનક વર્તણૂકની જાણ કરો

જો અપમાનજનક વર્તણૂક થાય તો, અમે ઇચ્છીએ છીએ કે તમે અમને જાણ કરો.

એકાઉન્ટ્સનું જોડાણ અટકાવો

જ્યારે તમે એકાઉન્ટની ટ્વીટ જોવા ન ઇચ્છતા હોવ, પરંતુ તેને અનુસરવાનું બંધ કરવાનું ન ઇચ્છતા હોવ ત્યારે તમે એકાઉન્ટનું જોડાણ અટકાવી શકો છો.

શબ્દોનું જોડાણ અટકાવો

નિર્દિષ્ટ શબ્દોનું જોડાણ અટકાવીને તમે જોવા ન ઇચ્છતા હોવ તે મુદ્દા અવગણો.

વાર્તાલાપોનું જોડાણ અટકાવો

તમે જેનો હિસ્સો છો તે ટ્વીટ વિશે સૂચનાઓ બંધ કરવા માટે વાર્તાલાપનું જોડાણ અટકાવો.

સૂચના સમય અવધિ ફિલ્ટર્સ

તમારી સૂચનાઓ સમય અવધિમાં તમે જુઓ છો તે એકાઉન્ટ્સના પ્રકાર ફિલ્ટર કરો.

Twitter સલામતી
અમે જેના પર કામ કરી રહ્યા છીએ તેની નવીનતમ વિગતો જુઓ.
Follow icon @Twitterસલામતીને અનુસરો