કેવી રીતે X પર એકાઉન્ટ્સ અવરોધિત કરવા

અવરોધિત કરો એવી સુવિધા છે જે તમને X પર તમે અન્ય એકાઉન્ટ્સ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરો છો તેના પર નિયંત્રણ રાખવામાં તમને મદદ કરે છે. આ સુવિધા લોકોને અન્ય એકાઉન્ટ્સને તેમનો સંપર્ક કરવાથી, તેમની ટ્વીટ્સ જોવાથી અને તેમને અનુસરવાથી પ્રતિબંધિત કરવામાં મદદ કરે છે.

 

નોંધ: આ સુવિધા વિશે વધુ વિગતવાર માહિતી માટે અમારા અદ્યતન અવરોધિત કરવાના વિકલ્પો વિશે વધુ જાણો.

અવરોધિત કરો વિશે જાણવા જેવી કેટલીક મહત્વની બાબતો:

 • તમે અવરોધિત કરેલા એકાઉન્ટ્સ તમને અનુસરી શકતા નથી અને તમે અવરોધિત કરેલા એકાઉન્ટને તમે અનુસરી શકતા નથી.
 • તમે હાલમાં અનુસરી રહ્યા છો તે એકાઉન્ટ અવરોધિત કરવાથી તમારા દ્વારા તે એકાઉન્ટને અનુસરવાનું બંધ થઈ જશે (અને તેઓ તમને અનુસરતા બંધ થઈ જશે). જો તમે તે એકાઉન્ટને અનાવરોધિત કરવાનો નિર્ણય લો, તો તમારે તે એકાઉન્ટને ફરી અનુસરવું પડશે.
 • અવરોધિત કરેલા એકાઉન્ટ્સને તેમના એકાઉન્ટ અવરોધિત કરવામાં આવ્યા છે તેવી ચેતવણી આપતી સૂચના મળતી નથી. જોકે, અવરોધિત કરેલ એકાઉન્ટ તેમને અવરોધિત કર્યા હોય તે એકાઉન્ટની પ્રોફાઈલની મુલાકાત લે તો, તેમને જોવા મળશે કે તેમને અવરોધિત (જોડાણ અટકાવો થી વિપરિત, જે જોડાણ અટકાવેલા એકાઉન્ટ્સ માટે અદૃશ્ય હોય છે) કરવામાં આવ્યા છે.
 • જો તમે કોઈ એકાઉન્ટ અવરોધિત કરો અને તેઓ તમારા એકાઉન્ટની જાણ કરવાનું પસંદ કરે તો, તેમનો સીધો ઉલ્લેખ કરેલી તમારી કોઈપણ ટ્વીટ્સ તેમને જોવા માટે અને જાણ કરવાની પ્રક્રિયા દરમિયાન જોડવા કરવા માટે ઉપલબ્ધ રહેશે.
 • તમે અવરોધિત કરેલા એકાઉન્ટ્સ અથવા તમે નથી અનુસરતા તેવા એકાઉન્ટ્સ પાસેથી તમને એવી કોઈ સૂચના નહીં મળે કે તમે અવરોધિત કરેલા એકાઉન્ટ દ્વારા શરૂ કરાયેલા વાર્તાલાપમાં કોણે તમારો ઉલ્લેખ કર્યો છે. જોકે, તમે જેમને અનુસરી રહ્યા છો તેવા એકાઉન્ટ્સ જ્યારે તમે અવરોધિત કરેલા એકાઉન્ટ દ્વારા શરૂ કરાયેલા વાર્તાલાપમાં તમારો ઉલ્લેખ કરે ત્યારે તેમની પાસેથી તમને સૂચનાઓ મળશે. જો તમે તમારા બધા જ ઉલ્લેખો જોવા માંગતા હોવ, તો તમે તમારું વપરાશકારનું નામ શોધીને જોઈ શકો છો.
   


અવરોધિત કરેલા એકાઉન્ટ્સ આટલું નથી કરી શકતા:

 • તમને અનુસરી
 • X પર લોગ ઈન થાય ત્યારે તમારી ટ્વીટ્સ જોવી (સિવાય કે તેઓ તમને જાણ કરે અને તમારી ટ્વીટ્સમાં તેમનો ઉલ્લેખ કરેલો હોય)
 • X પર લોગ ઈન થાય ત્યારે શોધમાં તમારા ટ્વીટ્સ શોધી
 • તમને સીધા સંદેશાઓ મોકલવા
 • X પર લોગ ઈન થાવ ત્યારે તમારા અનુસરણો અથવા અનુયાયીઓની યાદીઓ, લાઈક્સ અથવા યાદીઓ જુઓ
 • X પર લોગ ઈન થાય ત્યારે તમે બનાવેલી મોમેન્ટ્સ
 • તેમની યાદીઓમાં તમારું X એકાઉન્ટ ઉમેરવું
 • તમને ફોટોમાં ટેગ કરવા
   

અવરોધિત કરેલા એકાઉન્ટ્સની ટ્વીટ્સ તમારી સમય અવધિમાં જોવા મળશે નહીં. જોકે, કૃપા કરીને નોંધી લેશો કે નીચે દર્શાવેલા સંજોગોમાં તમારી સમય અવધિ પર તમે ટ્વીટ્સ અથવા સૂચનાઓ જોઈ શકો છો:

 1. તમે અનુસરો છો તેવા અન્ય એકાઉન્ટ્સની એવી ટ્વીટ્સ જેમાં તમે અવરોધિત કરેલા એકાઉન્ટ્સનો ઉલ્લેખ કરેલો છે.
 2. એવી ટ્વીટ્સ જેમાં તમારો અને તમે અવરોધિત કર્યા છે તેવા એકાઉન્ટનો ઉલ્લેખ કરેલો છે.
કેવી રીતે Twitter એકાઉન્ટ અવરોધિત કરવું
ટ્વીટ પરથી અવરોધિત કરવું
પગલું 1

તમે અવરોધિત કરવા માંગો છો તે એકાઉન્ટમાંથી ટ્વીટની ટોચે આવેલા  આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 2

અવરોધિત કરો પર હળવેથી ઠપકારો અને પછી પુષ્ટિ કરવા માટે અવરોધિત કરો પસંદ કરો.

પ્રોફાઈલ પરથી અવરોધિત કરવું
પગલું 1

તમે અવરોધિત કરવા માંગો છો તે એકાઉન્ટના પ્રોફાઈલ પૃષ્ઠની મુલાકાત લો.

પગલું 2

ઓવરફ્લો આયકન  પર હળવેથી ઠપકારો

પગલું 3

અવરોધિત કરો પર હળવેથી ઠપકારો અને પછી પુષ્ટિ કરવા માટે અવરોધિત કરો પસંદ કરો.

ટ્વીટ પરથી અવરોધિત કરવું
પગલું 1

તમે અવરોધિત કરવા માંગો છો તે એકાઉન્ટમાંથી ટ્વીટની ટોચે આવેલા  આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 2

અવરોધિત કરો પર હળવેથી ઠપકારો અને પછી પુષ્ટિ કરવા માટે અવરોધિત કરો પસંદ કરો.

પ્રોફાઈલ પરથી અવરોધિત કરવું
પગલું 1

તમે અવરોધિત કરવા માંગો છો તે એકાઉન્ટના પ્રોફાઈલ પૃષ્ઠની મુલાકાત લો.

પગલું 2

ઓવરફ્લો આયકન  પર હળવેથી ઠપકારો

પગલું 3

અવરોધિત કરો પર હળવેથી ઠપકારો અને પછી પુષ્ટિ કરવા માટે અવરોધિત કરો પસંદ કરો.

ટ્વીટ પરથી અવરોધિત કરવું
પગલું 1

તમે અવરોધિત કરવા માંગો છો તે એકાઉન્ટમાંથી ટ્વીટની ટોચે આવેલા  આયકન પર ક્લિક કરો.

પગલું 2

અવરોધિત કરો પર ક્લિક કરો અને પછી પુષ્ટિ કરવા માટે અવરોધિત કરો પસંદ કરો.

પ્રોફાઈલ પરથી અવરોધિત કરવું
પગલું 1

તમે અવરોધિત કરવા માંગો છો તે એકાઉન્ટના પ્રોફાઈલ પૃષ્ઠ પર જાઓ.

પગલું 2

તેમના પ્રોફાઈલ પૃષ્ઠ પર વધુ આયકન પર ક્લિક કરો.

પગલું 3

મેનૂમાંથી અવરોધિત કરો પસંદ કરો.

પગલું 4

પુષ્ટિ કરવા માટે અવરોધિત કરો પર ક્લિક કરો.


મેં કોઈને અવરોધિત કર્યા છે કે નહીં તે હું કેવી રીતે જાણી શકુ?
 

તમે અવરોધિત કરેલા એકાઉન્ટની પ્રોફાઈલની તમે મુલાકાત લો, ત્યારે અનુસરો બટનના બદલે અવરોધિત કરેલ બટન આવી જશે.

તમે અવરોધિત કરેલા એકાઉન્ટની પ્રોફાઈલની તમે મુલાકાત લો ત્યારે તે એકાઉન્ટની ટ્વીટ્સ છુપાયેલી હોય છે. જોકે, હા, પ્રોફાઈલ જુઓ બટન પર ક્લિક કરીને તમે તે એકાઉન્ટની ટ્વીટ્સ જોઈ શકો છો.
 


X એકાઉન્ટ અનાવરોધિત કરવા માટે:
 

 1. X પર અવરોધિત કરેલા એકાઉન્ટની પ્રોફાઈલની મુલાકાત લો.
 2. અવરોધિત કરેલ બટન પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો. 
 3. iOS માટે X પર અનાવરોધિત કરો અને એન્ડ્રોઈડ માટે X પર હા પસંદ કરીને તમે અનાવરોધિત કરવા માંગો છો તેની પુષ્ટિ કરો.
   

વધુ સંસાધનો
 

કેટલીક વખત તમને એવું પણ જાણવા મળે કે અન્ય એકાઉન્ટ્સને અવરોધિત કરવા એ સાચો ઉકેલ નથી —તે તમારો Xનો અનુભવ બદલવામાં કાં તો અતિ દૂર જાય છે અથવા પૂરતા પ્રમાણમાં દૂર જતા નથી. તમારો Xનો અનુભવ સુધારવા માટે તમે કરી શકો તેવી અન્ય ક્રિયાઓની સંપૂર્ણ યાદી શોધો.

વધુમાં, અમારા લેખ તમારા Xના અનુભવને નિયંત્રણમાં રાખવામાં સલામત રહો તેમજ આખી દુનિયામાં અમારા વપરાશકારોને સલામત રાખવા માટે અમે જેમની સાથે કામ કરીએ છીએ તેવા અમારા ભાગીદારોની યાદી માટે અમારા લેખ ભરોસાપાત્ર સંસાધનોનું અન્વેષણ કરો.

આ લેખને શેર કરો