મારા હૅક થયેલ એકાઉન્ટ સંબંધી મદદ
જો તમને લાગે કે તમારું એકાઉન્ટ હૅક કરવામાં આવ્યું છે અને તમે તમારા વપરાશકારના નામ અને સાંકેતિક શબ્દ વડે તેમાં લોગ ઈન કરી શકતા નથી, તો કૃપા કરીને નીચે આપેલા બે પગલાં લો:
1. સાંકેતિક શબ્દ રીસેટ કરવાની વિનંતી કરો
સાંકેતિક શબ્દ રીસેટ કરવાના ફૉર્મથી ઈમેલની વિનંતી કરીને તમારો સાંકેતિક શબ્દ રીસેટ કરો. તમારું વપરાશકારનું નામ અને ઈમેલ સરનામું એમ બંને દાખલ કરીને જુઓ અને તમારા X એકાઉન્ટ સાથે સંકળાયેલ સરનામા પર રીસેટ કરવાના ઈમેલને તપાસવાની ખાતરી કરો.
જો તમે સાંકેતિક શબ્દ રીસેટ થયા પછી લોગ ઈન કરી શકતા હો, તો કૃપા કરીને એ તપાસો કે તમારા એકાઉન્ટ સાથે ચેડાં થયા છે કે નહીં અને તમારા એકાઉન્ટને ફરીથી સુરક્ષિત કરો.
2. જો તમને હજી પણ સહાયતાની આવશ્યકતા હોય તો સપોર્ટનો સંપર્ક કરો
જો તમે હજી પણ લોગ ઈન કરી શકતા ન હો, તો સપોર્ટની વિનંતી સબમિટ કરીને અમારો સંપર્ક કરો. હૅક થયેલા X એકાઉન્ટ સાથે તમે સાંકળેલું તે ઈમેલ સરનામાનો ઉપયોગ કરવાની ખાતરી કરો; અમે તે પછી વધારાની માહિતી અને સૂચનાઓ તે ઈમેલ સરનામે મોકલીશું. તમારી સપોર્ટની વિનંતી મોકલતી વખતે, કૃપા કરીને તમારું વપરાશકારનું નામ અને તમે છેલ્લે જ્યારે તમારા એકાઉન્ટમાં પ્રવેશ કર્યો હતો તે તારીખ એમ બંનેનો સમાવેશ કરજો.
જો તમે તમારા X એકાઉન્ટ સાથે સંકળાયેલ ઈમેલ સરનામાનો પ્રવેશ ગુમાવી દીધો હોય તો તમે શું કરી શકો તે વિશે વધુ જાણો.