કેવી રીતે જોડાણ અટકાવવાના અદ્યતન વિકલ્પોનો ઉપયોગ કરવો

શબ્દો અને હૅશટૅગ્સ માટે જોડાણ અટકાવવાના વિકલ્પો

 

તમે જેનાથી દૂર રહેવા માગતા હોવ તે સામગ્રી તમને ટ્વીટ્સમાં જોવા મળી શકે છે. અમે તમને જેમાં ચોક્કસ શબ્દો, શબ્દસમૂહો, વપરાશકારોના નામ, ઈમોજી અથવા હૅશટૅગ્સ હોય તેવી ટ્વીટ્સનું જોડાણ અટકાવવાનો વિકલ્પ આપીએ છીએ. જોડાણ અટકાવવાથી આ ટ્વીટ્સ તમારા સૂચનાઓ ટેબ, પુશ સૂચનાઓ, એસએમએસ, ઈમેલ સૂચનાઓ, હોમ સમય અવધિ અને ટ્વીટ્સના પ્રત્યુતરોમાંથી દૂર થશે.

 

નોંધ: શબ્દો અને હૅશટૅગ્સનું જોડાણ અટકાવવાનું માત્ર તમારી સૂચનાઓ અને હોમ સમય અવધિને લાગુ પડે છે. શોધ દ્વારા તમે હજુ પણ આ ટ્વીટ્સ જોઈ શકશો. જોડાણ અટકાવેલા શબ્દો અને હૅશટૅગ્સની સૂચનાઓ પ્રત્યુતરો અને ઉલ્લેખોને લાગુ પડે છે, તે પ્રત્યુતરો અને ઉલ્લેખો પર તમામ ક્રિયાપ્રતિક્રિયાઓ સહિત: લાઈક્સ, પુનટ્વીટ્સ, વધારાના પ્રત્યુતરો અને ટ્વીટ અંગે મનોભાવ. 

તમે અનુસરો છો તે એકાઉન્ટ ટ્વીટ કરે ત્યારે મોબાઇલ સૂચનાઓ પ્રાપ્ત કરવાનું તમે પસંદ કર્યું હોઈ શકે છે. જો આમ હોય તો, શબ્દો અને હૅશટૅગ્સનું જોડાણ અટકાવવાનું તે સૂચનાઓને લાગુ પડશે નહી. તમે જોડાણ અટકાવ્યું હોય તેવો શબ્દ અથવા હૅશટૅગ તેમની ટ્વીટ(ટ્વીટ્સ)માં હશે તો પણ તે એકાઉન્ટ્સની આવી મોબાઇલ સૂચનાઓ તમને હજુ પણ પ્રાપ્ત થશે.

શબ્દો, શબ્દસમૂહો, વપરાશકારોના નામ, ઈમોજીસ અને હૅશટૅગ્સનું જોડાણ અટકાવવાનું વિહંગાવલોકન:
 

 1. જોડાણ અટકાવવું એ કેસ-ઇન્સેન્સિટીવ છે. ઉદાહરણ તરીકે:
  • જો તમે તમારી જોડાણ અટકાવવાની યાદીમાં "CATS" ઉમેરો તો, "cats"ના કોઈપણ ઉલ્લેખનું તમારી સૂચનાઓમાંથી જોડાણ અટકાવી દેવાશે.
 2. જોડાણ અટકાવતી વખતે તમે શબ્દ અથવા શબ્દસમૂહમાં વિરામચિહ્ન શામેલ કરી શકો છો. શબ્દ અથવા શબ્દસમૂહના અંતે વિરામચિહ્ન જરૂરી નથી.
 3. શબ્દનું જોડાણ અટકાવવાથી શબ્દ પોતે અને તેનું હૅશટૅગ બંનેનું જોડાણ અટકી જશે. ઉદાહરણ તરીકે:
  • જો તમે "unicorn"નું જોડાણ અટકાવો તો, તમારી સૂચનાઓમાંથી "unicorn" અને "#unicorn" બંનેનું જોડાણ અટકાવી દેવાશે.
 4. ટ્વીટ સૂચનાઓનું જોડાણ અટકાવવા માટે, હોમ સમય અવધિમાં રહેલી ટ્વીટ્સ અથવા એક ચોક્કસ એકાઉન્ટનો ઉલ્લેખ કર્યો હોય તેવી ટ્વીટ્સના પ્રત્યુતરોમાંથી, તમારે નામની પહેલાં @ ચિહ્ન શામેલ કરવું આવશ્યક છે. આમ કરવાથી તે એકાઉન્ટનો ઉલ્લેખ કર્યો હોય તે ટ્વીટ્સની સૂચનાઓનું જોડાણ અટકી જશે, પરંતુ તે એકાઉન્ટનું જોડાણ અટકશે નહીં. 
 5. મહત્તમ સંખ્યામાં મૂળાક્ષર સાથેના શબ્દો, શબ્દસમૂહો, વપરાશકારોના નામ, ઈમોજીસ અને હૅશટૅગ્સનું જોડાણ અટકાવી શકાય છે.
 6. તમામ X-સમર્થિત ભાષાઓમાં જોડાણ અટકાવવાનું શક્ય છે.
 7. જોડાણ અટકાવવાનો ડિફૉલ્ટ સમયગાળો હંમેશા પર સેટ કરેલો છે. સમર્થિત ડિવાઇસ માટે કેવી રીતે જોડાણ અટકાવવાનો સમયગાળો સમાયોજિત કરવો તેની સૂચનાઓ નીચે યાદીબદ્ધ છે.
 8. તમે તમારી સેટિંગ્સમાં તમારા જોડાણ અટકાવેલા શબ્દોની યાદી જોઇ શકો છો (અને તેનું નિષેધ દૂર કરી શકો છો).
 9. તમને ઈમેલ અથવા X મારફતે મોકલવામાં આવતી ભલામણો એવી સામગ્રીનું સૂચન નહીં કરે જેમાં તમારા જોડાણ અટકાવેલા શબ્દો અને હૅશટૅગ્સ શામેલ હોય.

નોંધ: જ્યારે ફક્ત સૂચનાઓને વિશેષતા લાગુ કરવામાં આવી હતી ત્યારે, જો તમે અગાઉ તમારા જોડાણ અટકાવેલાની યાદીમાં શબ્દો ઉમેર્યા હતા તો, નીચે દર્શાવેલી ડિફૉલ્ટ જોડાણ અટકાવાની સેટિંગ્સ સક્ષમ થશે: ફક્ત સૂચનાઓ; કોઈપણ પાસેથી; હંમેશા. તમે કોઈપણ સમયે હાલની જોડાણ અટકાવવાની સેટિંગ્સ સંપાદિત કરી શકો છો, સૂચનાઓ નીચે યાદીબદ્ધ છે.

કેવી રીતે શબ્દો અને હૅશટૅગ્સનું જોડાણ અટકાવવું
પગલું 1

તમારા સૂચનાઓ ટેબ  પર જાઓ

પગલું 2

ગિઅર આયકન  પર હળવેથી ઠપકારો

પગલું 3

જોડાણ અટકાવેલ પર હળવેથી ઠપકારો, પછી જોડાણ અટકાવેલ શબ્દો પર હળવેથી ઠપકારો.

પગલું 4

ઉમેરો પર હળવેથી ઠપકારો.

પગલું 5

તમે જોડાણ અટકાવવા માંગતા હોવ તે શબ્દ અથવા હૅશટૅગ ટાઇપ કરો. એક વખતમાં ફક્ત એક જ એન્ટ્રીઓને ઉમેરી શકાય છે.

પગલું 6

કાં તો હોમ સમય અવધિ અથવા સૂચનાઓમાં અથવા બંનેમાં આ સક્ષમ કરવું છે તે પસંદ કરો.

પગલું 7

આ કાં તો કોઈપણ પાસેથી અથવા તમે અનુસરતા નથી તેવા લોકો પાસેથી (ફક્ત સક્ષમ કરેલી સૂચનાઓ માટે) છે તે પસંદ કરો.

પગલું 8

કેટલા સમય સુધી? પર હળવેથી ઠપકારો અને હંમેશા, 24 કલાક, 7 દિવસ અથવા 30 દિવસમાંથી પસંદ કરો.

પગલું 9

સાચવો પર હળવેથી ઠપકારો.

પગલું 10

તમને દાખલ કરેલા દરેક શબ્દ અથવા હૅશટૅગની બાજુમાં જોડાણ અટકાવવાનો સમયગાળો સૂચિત કરેલો દેખાશે.

પગલું 11

બહાર નીકળવા માટે થઇ ગયું પર હળવેથી ઠપકારો.

પગલું 1

તમારા સૂચનાઓ ટેબ  પર જાઓ

પગલું 2

ગિઅર આયકન  પર હળવેથી ઠપકારો 

પગલું 3

જોડાણ અટકાવેલા શબ્દો પર હળવેથી ઠપકારો.

પગલું 4

પ્લસ આયકન  પર હળવેથી ઠપકારો

પગલું 5

તમે જોડાણ અટકાવવા માંગતા હોવ તે શબ્દ અથવા હૅશટૅગ ટાઇપ કરો. એક વખતમાં ફક્ત એક જ એન્ટ્રીઓને ઉમેરી શકાય છે.

પગલું 6

કાં તો હોમ સમય અવધિ અથવા સૂચનાઓમાં અથવા બંનેમાં આ સક્ષમ કરવું છે તે પસંદ કરો.

પગલું 7

આ કાં તો કોઈપણ અથવા તમે અનુસરતા નથી તેવા લોકો પાસેથી (ફક્ત સક્ષમ કરેલી સૂચનાઓ માટે, સમાયોજિત કરવા સૂચનાઓ પર હળવેથી ઠપકારો) છે તે પસંદ કરો.

પગલું 8

કેટલા સમય સુધી? પર હળવેથી ઠપકારો અને હંમેશા, અત્યારથી 24 કલાક, અત્યારથી 7 દિવસ અથવા અત્યારથી 30 દિવસમાંથી પસંદ કરો.)

પગલું 9

સાચવો પર હળવેથી ઠપકારો.

પગલું 10

તમને દાખલ કરેલા દરેક શબ્દ અથવા હૅશટૅગની બાજુમાં જોડાણ અટકાવેલ આયકન  જોડાણ અટકાવવાનો સમયગાળો સૂચિત કરેલો દેખાશે.

પગલું 1

સાઇડ નેવિગેશન મેનૂમાંથી, વધુ પર ક્લિક કરો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર ક્લિક કરો.

પગલું 2

ગોપનીયતા અને સલામતિ ટેબ પર ક્લિક કરો, પછી જોડાણ અટકાવો અને અવરોધિત કરો પર ક્લિક કરો.

પગલું 3

જોડાણ અટકાવેલ શબ્દો પર ક્લિક કરો.

પગલું 4

વત્તા આયકન પર ક્લિક કરો. 

પગલું 5

તમે જોડાણ અટકાવવા માંગતા હોવ તે શબ્દ અથવા હૅશટૅગ દાખલ કરો. એક વખતમાં ફક્ત એક જ એન્ટ્રીઓને ઉમેરી શકાય છે.

પગલું 6

જો તમે તમારી હોમ સમય અવધિમાંથી શબ્દ અથવા શબ્દસમૂહનું જોડાણ અટકાવવા માંગતા હોવ તો, હોમ સમય અવધિ પસંદ કરો.

પગલું 7

જો તમે તમારી સૂચનાઓમાંથી શબ્દ અથવા શબ્દસમૂહનું જોડાણ અટકાવવા માંગતા હોવ તો, સૂચનાઓ પસંદ કરો.

પગલું 8

આ કાં તો કોઈપણ પાસેથી અથવા તમે અનુસરતા નથી તેવા લોકો પાસેથી છે તેને સ્પષ્ટ કરો.

પગલું 9

સમયનું જોડાણ અટકાવો હેઠળ હંમેશા, અત્યારથી 24 કલાક, અત્યારથી 7 દિવસ અથવા અત્યારથી 30 દિવસમાંથી પસંદ કરો.

પગલું 10

સાચવો પર ક્લિક કરો.

કેવી રીતે શબ્દો અને હૅશટૅગ્સ સંપાદિત કરવા અથવા તેનું નિષેધ દૂર કરવું
પગલું 1

તમારા સૂચનાઓ ટેબ  પર જાઓ

પગલું 2

ગિઅર આયકન  પર હળવેથી ઠપકારો

પગલું 3

જોડાણ અટકાવેલ પર હળવેથી ઠપકારો, પછી જોડાણ અટકાવેલ શબ્દો પર હળવેથી ઠપકારો.

પગલું 4

તમે સંપાદિત અથવા નિષેધ દૂર કરવા માંગતા હોવ તે શબ્દ અથવા હૅશટૅગ પર હળવેથી ઠપકારો.

પગલું 5

જોડાણ અટકાવવાનો પ્રારંભ અથવા જોડાણ અટકાવવાનો સમય પસંદગીઓને બદલો અને સાચવો પર હળવેથી ઠપકારો.

પગલું 6

શબ્દનું નિષેધ દૂર કરવા માટે, શબ્દ કાઢી નાખો પર હળવેથી ઠપકારો, પછી પુષ્ટિ કરવા માટે શબ્દ કાઢી નાખો પર હળવેથી ઠપકારો.

પગલું 7

બહાર નીકળવા માટે થઇ ગયું પર હળવેથી ઠપકારો.

પગલું 1

તમારા સૂચનાઓ ટેબ  પર જાઓ

પગલું 2

ગિઅર આયકન  પર હળવેથી ઠપકારો

પગલું 3

જોડાણ અટકાવેલા શબ્દો પર હળવેથી ઠપકારો.

પગલું 4

તમે સંપાદિત અથવા નિષેધ દૂર કરવા માંગતા હોવ તે શબ્દ અથવા હૅશટૅગ પર હળવેથી ઠપકારો.

પગલું 5

જોડાણ અટકાવવાનો પ્રારંભ અથવા લંબાવેલો જોડાણ અટકાવવાનો સમય પસંદગીઓ બદલો અને સાચવો પર હળવેથી ઠપકારો.

પગલું 6

શબ્દ અથવા હૅશટૅગનું નિષેધ દૂર કરવા માટે, શબ્દ કાઢી નાખો પર હળવેથી ઠપકારો, પછી પુષ્ટિ કરવા માટે હા, મને ખાતરી છે પર હળવેથી ઠપકારો.

પગલું 1

સાઇડ નેવિગેશન મેનૂમાંથી, વધુ પર ક્લિક કરો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર ક્લિક કરો.

પગલું 2

 ગોપનીયતા અને સલામતિ ટેબ પર ક્લિક કરો, પછી જોડાણ અટકાવો અને અવરોધિત કરો પર ક્લિક કરો.

પગલું 3

જોડાણ અટકાવેલ શબ્દો પર ક્લિક કરો.

પગલું 4

તમે સંપાદિત અથવા નિષેધ દૂર કરવા માંગતા હોવ તે શબ્દ અથવા હૅશટૅગ પર હળવેથી ઠપકારો.

પગલું 5

જોડાણ અટકાવવાનો પ્રારંભ અથવા લંબાવેલો જોડાણ અટકાવવાનો સમય પસંદગીઓ બદલો અને સાચવો પર ક્લિક કરો.

પગલું 6

શબ્દ અથવા હૅશટૅગનું નિષેધ દૂર કરવા માટે, જોડાણ અટકાવેલ બટન  પર ક્લિક કરો

 

વાર્તાલાપ માટે સૂચનાઓનું જોડાણ અટકાવવું

 

જો તમે એક ચોક્કસ વાર્તાલાપ માટે સૂચનાઓ પ્રાપ્ત કરવાનું બંધ કરવા માંંગતા હોવ તો, તમે તેનું જોડાણ અટકાવવાનું પસંદ કરી શકો છો. જ્યારે તમે એક વાર્તાલાપનું જોડાણ અટકાવો ત્યારે, તે વાર્તાલાપ વિશે તમને કોઈપણ નવી સૂચનાઓ મળશે નહીં. જોકે, હજુ પણ તમે તમારી સમય અવધિ પર અને તે મૂળ ટ્વીટમાં તમે ક્લિક કરો ત્યારે તે વાર્તાલાપની ટ્વીટ્સ જોઈ શકશો. 

X.com દ્વારા અથવા તમારી iOS અથવા એન્ડ્રોઈડ માટે X એપ્લિકેશનમાંથી વાર્તાલાપનું જોડાણ અટકાવવા માટે:
 

 1. તમે જોડાણ અટકાવવા માંગો છો તે કોઈપણ ટ્વીટની ટ્વીટ વિગત પર અથવા વાર્તાલાપમાં રહેલા પ્રત્યુતર પર જાઓ.
 2. વધુ આયકન પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો. 
 3. આ વાર્તાલાપનું જોડાણ અટકાવો પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો. 
 4. પુષ્ટિ કરવા માટે ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.

આ લેખને શેર કરો