Xના નિયમો

Xનો ઉદ્દેશ્ય જાહેર વાર્તાલાપની સેવા આપવાનો છે. હિંસા, પજવણી અને અન્ય સમાન પ્રકારની વર્તણૂક લોકોને પોતાના વિચારો-ભાવનાઓને અભિવ્યક્ત કરવાથી હતોત્સાહિત કરે છે અને છેવટે વૈશ્વિક જાહેર વાર્તાલાપનું મૂલ્ય ઘટાડે છે. બધાં લોકો જાહેર વાર્તાલાપમાં મુક્તપણે અને સલામત રીતે ભાગ લઈ શકે તે સુનિશ્ચિત કરવા માટે અમારા નિયમો છે.
 

સલામતી

હિંસક વાણી તમે હિંસા કે હાનિની ધમકી નહીં આપો, ઉશ્કેરશો નહીં, તેને ગૌરવ નહીં આપો અથવા તેના માટેની ઇચ્છા વ્યક્ત કરશો નહીં. વધુ જાણો.

હિંસક અથવા દ્વેષપૂર્ણ એકમો: તમે હિંસક તથા દ્વેષપૂર્ણ એકમોની પ્રવૃત્તિઓ સાથે સહભાગી નહીં થાઓ કે તેનો પ્રચાર નહીં કરો. વધુ જાણો.

બાળ જાતીય શોષણ: અમે X પર બાળ જાતીય શોષણ પ્રતિ શૂન્ય સહનશીલતા ધરાવીએ છે. વધુ જાણો.

દુર્વ્યવહાર/પજવણી: તમે દુર્વ્યવહારવાળી સામગ્રી શેર નહીં કરો, કોઈ વ્યક્તિની લક્ષિત પજવણી નહીં કરો અથવા અન્ય લોકોને આમ કરવા માટે ઉત્તેજન નહીં આપો. વધુ જાણો.

દ્વેષપૂર્ણ આચરણ: તમે જાતિ, વંશીયતા, રાષ્ટ્રીય મૂળ, વર્ણ, જાતીય અભિગમ, લિંગ, લિંગ ઓળખ, ધાર્મિક જોડાણ, ઉંમર, અપંગતા અથવા ગંભીર રોગના આધારે અન્ય લોકો પર સીધો હુમલો કરી શકશો નહીં. વધુ જાણો

હિંસક હુમલાઓના ગુનેગારો: અમે આતંકવાદી, હિંસક ઉગ્રવાદી અથવા સામૂહિક હિંસક હુમલાના અલગ-અલગ ગુનેગારો દ્વારા જાળવવામાં આવેલા કોઈપણ એકાઉન્ટને દૂર કરીશું અને ગુનેગારો દ્વારા ઉત્પાદિત મેનિફેસ્ટો અથવા અન્ય સામગ્રીનો પ્રસાર કરતી ટ્વીટ્સને પણ દૂર કરીશું. વધુ જાણો

આત્મહત્યા: તમે આત્મહત્યા અથવા સ્વ-હાનિનો પ્રચાર કરી શકતા નથી અથવા પ્રોત્સાહન આપી શકતા નથી. વધુ જાણો.

સંવેદનશીલ મિડિયા: તમે વધુ પડતા આક્રમક મીડિયાને પોસ્ટ કરી શકતા નથી અથવા લાઈવ વિડિયો અથવા પ્રોફાઈલ અથવા હેડર છબીઓમાં સામેલ હિંસક અથવા વયસ્ક સામગ્રી શેર કરી શકતા નથી. જાતીય હિંસા અને/અથવા હુમલાનું નિરૂપણ કરતા મીડિયાની પણ પરવાનગી આપવામાં આવતી નથી. વધુ જાણો

ગેરકાયદેસર અથવા અમુક નિયંત્રિત માલસામાન અથવા સેવાઓ: તમે કોઈપણ ગેરકાનૂની હેતુસર અથવા ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને આગળ વધારવામાં અમારી સેવાનો ઉપયોગ કરી શકતા નથી. આમાં ગેરકાયદેસરના માલસામાન અથવા સેવાઓ તેમજ અમુક ચોક્કસ પ્રકારનાં નિયંત્રિત માલસામાન અથવા સેવાઓનું વેચાણ, ખરીદી કરવાનો અથવા તેમનાં વ્યવહારોની સુગમતા કરી આપવાનો સમાવેશ થાય છે. વધુ જાણો.

ગોપનીયતા

 

ખાનગી માહિતી: તમે અન્ય લોકોની સ્પષ્ટ અધિકૃતતા અને પરવાનગી વગર તેમની (ઘરના ફોન નંબર અને સરનામા જેવી) ખાનગી માહિતીને પ્રકાશિત અથવા પોસ્ટ કરી શકતા નથી. અમે ખાનગી માહિતી છતી કરવાની ધમકી આપવાનું અથવા અન્ય લોકોને આમ કરવા માટે ઇન્સેન્ટિવ આપવાનું પણ પ્રતિબંધિત કરીએ છીએ. વધુ જાણો.

બિન-સંમતિજન્ય નગ્નતા: તમે કોઈ પણ વ્યક્તિની સંમતિ વગર નિર્મિત અથવા વિતરિત કરાયેલા તેમના અંતરંગ ફોટા અથવા વિડિયો પોસ્ટ અથવા શેર કરી શકતા નથી. વધુ જાણો.

એકાઉન્ટ સાથે ચેડાં થવાં: તમે તમારા પોતાના X એકાઉન્ટ (અથવા જેમાં કરવા માટે તમને Xની ટીમ્સ અધિકૃતતા, OAuth અધિકૃતતા અથવા તેના જેવી કાર્યપદ્ધતિનાં માધ્યમથી સીધા જ અધિકૃત કરવામાં આવ્યાં હોય તે એકાઉન્ટ્સ) સિવાય કોઈ પણ અન્ય X એકાઉન્ટની ખાનગી માહિતી અથવા એકાઉન્ટની સુવિધાઓ માટે લૉગિન કરવા અથવા બીજી રીતે તેને ઍક્સેસ કરવા, ઉમેરવા, કાઢી નાખવા અથવા તેમાં ફેરફાર કરવા માટે ક્રેડેન્શિયલ્સ, સાંકેતિક શબ્દો, ટોકન્સ, કીઝ, કુકીઝ કે અન્ય ડેટાનો ઉપયોગ કરી શકતા નથી અથવા ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકતા નથી. વધુ જાણો.

પ્રમાણિતતા


પ્લૅટફૉર્મમાં ગડબડ અને બિનજરૂરી સંદેશા:
તમે Xની સેવાઓનો ઉપયોગ એ રીતે કરી શકતા નથી કે જેનો હેતુ માહિતીને કૃત્રિમ રીતે વિસ્તૃત કરવા અથવા દબાવવા માટે અથવા X પર લોકોના અનુભવમાં ચાલાકી અથવા વિક્ષેપિત કરતી વર્તણૂકમાં સહભાગી થવાનો હોય. વધુ જાણો.

નાગરિક અખંડિતતા: તમે ચૂંટણીઓ અથવા અન્ય નાગરિક પ્રક્રિયાઓમાં હેરફેર અથવા દખલ કરવાના હેતુસર Xની સેવાઓનો ઉપયોગ કરી શકતા નથી. આમાં સહભાગિતાને દબાવી શકે અથવા લોકોને ક્યારે, ક્યાં અથવા કેવી રીતે નાગરિક પ્રક્રિયામાં સહભાગી થવું તે વિશે ગેરમાર્ગે દોરી શકે તેવી સામગ્રી પોસ્ટ અથવા શેર કરવાનું સામેલ છે. વધુ જાણો.

ગેરમાર્ગે દોરનારી અને ભ્રામક ઓળખ: તમે અન્ય લોકોને ગેરમાર્ગે દોરવા, મૂંઝવણમાં મૂકવા અથવા છેતરવા માટે કોઈપણ વ્યક્તિઓ, સમૂહો અથવા સંસ્થાઓનો સ્વાંગ ધરી શકતા નથી અથવા X પર અન્ય લોકોના અનુભવમાં વિક્ષેપ પાડે તેવી રીતે નકલી ઓળખનો ઉપયોગ કરી શકતા નથી. વધુ જાણો.

કૃત્રિમ અને નિયંત્રિત મીડિયા: તમે એવા કૃત્રિમ અથવા નિયંત્રિત મીડિયાને ભ્રામક રીતે શેર કરી શકતા નથી કે જેનાથી હાનિ પહોંચવાની સંભાવના હોય. આ ઉપરાંત, અમે કૃત્રિમ અને નિયંત્રિત મીડિયા સમાવતી ટ્વીટ્સને લેબલ કરી શકીએ છીએ જેથી લોકોને તેમની પ્રમાણિતતા સમજવામાં મદદ મળે અને વધારાના સંદર્ભ પ્રદાન કરી શકાય. વધુ જાણો.

કૉપિરાઇટ અને ટ્રેડમાર્ક: તમે કૉપિરાઇટ અને ટ્રેડમાર્ક સહિત અન્ય લોકોના બૌદ્ધિક સંપદા હકોનું ઉલ્લંઘન કરી શકતા નથી. અમારી ટ્રેડમાર્ક નીતિ અને કૉપિરાઇટ નીતિ વિશે વધુ જાણો.

વિડિયો સામગ્રીમાં ત્રીજા-પક્ષની જાહેરાત


તમે અમારી પૂર્વ સંમતિ લીધા વિના, અમારી સેવાઓ પર અથવા તેના મારફતે એવી કોઈપણ વિડિયો સામગ્રીને સબમિટ, પોસ્ટ અથવા પ્રદર્શિત કરી શકતા નથી કે જેમાં પ્રી-રોલ વિડિયો જાહેરાતો અથવા સ્પોન્સરશિપ ગ્રાફિક્સ જેવી ત્રીજા-પક્ષની જાહેરાત આપવાનું સામેલ હોય.


અમલીકરણ અને અપીલો


આ નિયમોનું ઉલ્લંઘન કરવાનાં અથવા અમલીકરણ અટકાવવાનો પ્રયાસ કરવાનાં સંભવિત પરિણામો તેમજ અપીલ કરવાની રીત સહિત અમલમાં મૂકવાના અમારા અભિગમ વિશે વધુ જાણો.

આ લેખને શેર કરો