સ્થાન સહિત ટ્વીટ કરવા અંગે અવારનવાર પૂછાતા પ્રશ્નો
તમારા સ્થાન સાથે ટ્વીટ કરવા સંબંધી સામાન્ય પ્રશ્નોના કેટલાક જવાબો નીચે આપ્યા છે. કેવી રીતે તમારા સ્થાન સાથે ટ્વીટ કરવી તે વિશે જાણો.
મારી ટ્વીટ્સમાં સ્થાન સંબંધી કઈ માહિતી જોડવામાં આવે છે?
- ચોક્કસ સ્થાનને સક્ષમ કરવાથી તમે તમારી ટ્વીટ્સમાં સ્થાન સંબંધી માહિતીને પસંદગીપૂર્વક ઉમેરી શકો છો. આ સુવિધા ડિફૉલ્ટ રૂપે બંધ હોય છે અને તેનો ઉપયોગ કરવા માટે તમારે તેને પસંદ કરવાની જરૂર પડશે. આનાથી X, GPS માહિતી જેવા તમારા ચોક્કસ સ્થાનને એકત્રિત, સંગ્રહિત કરી શકે છે અને તેને ઉપયોગમાં લઈ શકે છે.
- એકવાર તમે ચોક્કસ સ્થાનને સક્ષમ કરી લો, તે પછી તમે તમારી ટ્વીટમાં તમારી પસંદગીના સ્થાન (જેમ કે કોઈ શહેર અથવા પાડોશ)ને જોડી શકશો. તમારી ટ્વીટને કમ્પોઝ કરતી વખતે બસ સ્થાન માર્કર પર હળવેથી ઠપકારો અને તમે ટેગ કરવા માંગતા હો તે સ્થાનને પસંદ કરો.
નોંધ: એકવાર તમે સ્થાન સાથે ટ્વીટ કરી દો, તે પછી, તમારી આગલી ટ્વીટમાં આપમેળે સામાન્ય સ્થાનનું લેબલ સામેલ હશે. કેવી રીતે કોઈપણ સમયે સ્થાનની સુવિધાને બંધ કરવી તે જાણો. - ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશન્સ અથવા વેબસાઈટ્સ તમને તમારા ચોક્કસ સ્થાન સહિત સ્થાન સાથે ટ્વીટ કરવા દઈ શકે છે. અમે આ વિકાસકર્તાઓને જ્યારે તમે સ્થાન સાથે ટ્વીટ કરવા માટે તેમના ઉત્પાદનોનો ઉપયોગ કરો ત્યારે કઈ માહિતી શેર કરવામાં આવી રહી છે તે સ્પષ્ટપણે સમજાવવા માટે કહીએ છીએ.
જ્યારે હું મારી ટ્વીટ્સમાં સ્થાન સંબંધી માહિતી જોડું ત્યારે મારી પાસે કઈ બાબતોનું નિયંત્રણ હોય છે?
તમે તમારા સ્થાન સાથે ટ્વીટ કરવાનું સક્ષમ કરો તે પછી પણ, તમારી પાસે કઈ ટ્વીટ્સ (અને સ્થાન સંબંધી કયા પ્રકારની માહિતી) શેર કરવામાં આવે છે તે અંગે વધારાનું નિયંત્રણ હોય છે. આને ધ્યાનમાં રાખીને:
- સ્થાન સહિત ટ્વીટ કરવાની સુવિધા ડિફૉલ્ટ રૂપે બંધ હોય છે અને તમારે એ સેવાને પસંદ કરવાની જરૂર પડશે.
- તમે કોઈપણ સમયે સ્થાન સહિત ટ્વીટ કરવાની સુવિધાને ચાલુ અથવા બંધ કરી શકો છો.
- તમે એક જ જગ્યાએથી તમારી ટ્વીટ્સમાં પ્રદર્શિત થવાથી તમારા અગાઉના સ્થાન ડેટાને કાઢી નાખી શકો છો (પગલાંવાર સૂચનાઓ માટે આ લેખ જુઓ).
- તમે ઓનલાઈન શેર કરો છો તે માહિતીની માત્રા વિશે સાવધાન અને સાવચેત રહો. એવા કેટલાક અપડેટ્સ હોઈ શકે છે કે જ્યાં તમે તમારું સ્થાન ("પરેડ હવે શરૂ થઈ રહી છે" અથવા "એક ટ્રકે હમણાં જ આખા રસ્તા પર મીઠી-મીઠી કેન્ડી ઢોળી દીધી!") શેર કરવા માંગતા હો અને એવા કેટલાક અપડેટ્સ હોઈ શકે છે કે જ્યાં તમે તમારું સ્થાન ખાનગી રાખવા માંગતા હો. જેમ તમે તમારા ઘરના સરનામાને ટ્વીટ કરવા માંગતા ન હોઈ શકો તેમ જ, એવા સ્થાનોથી ટ્વીટ કરતી વખતે કૃપા કરીને સાવધાન રહો કે જે તમે ઇચ્છતા ન હો કે અન્ય લોકોને દેખાય.
- એ યાદ રાખશો કે જ્યારે તમે સ્થાન સહિત ટ્વીટ કરવાનું પસંદ કર્યું હોય, ત્યારે તમને સૂચવેલા સ્થાન ઑફર કરવામાં આવી શકે છે, પરંતુ તમે હજી પણ વ્યક્તિગત ટ્વીટ્સ માટે તમારું સ્થાન ન શેર કરવાનું પસંદ કરી શકો છો (સૂચનાઓ માટે આ લેખ જુઓ).
- કૃપા કરીને સ્થાન સંબંધી અમારી સામાન્ય સેટિંગ્સ તથા જે કોઈપણ એપ્લિકેશન્સ અને ડિવાઇસેસથી તમે ટ્વીટ કરતા હો તેની સેટિંગ્સ બાબતે પરિચિત થઈ જાઓ જેથી કરીને તમે શેર કરો છો તે માહિતી બાબતે તમે હંમેશાં વાકેફ રહો.
- એ યાદ રાખશો, એકવાર તમે ઓનલાઈન કંઈક પોસ્ટ કરી દો, તે પછી તે અન્ય લોકો માટે જોવા હેતુ ઉપલબ્ધ રહે છે.
સ્થાન સંબંધી કઈ માહિતી પ્રદર્શિત કરવામાં આવે છે?
- ભૌગોલિક સ્થાન સંબંધી બધી માહિતી, સ્થાન (અક્ષાંશ અને રેખાંશ) તરીકે શરૂ થાય છે, જે તમારા બ્રાઉઝર અથવા ડિવાઇસ પરથી મોકલવામાં આવે છે. X, સ્થાન સંબંધી કોઈપણ માહિતી બતાવશે નહીં, સિવાય કે તમે આ સુવિધાનો વિકલ્પ પસંદ કર્યો છે અને તમારા ડિવાઇસ અથવા બ્રાઉઝરને તમારા કોઓર્ડિનેટ્સ અમને મોકલવાની મંજૂરી આપી છે.
- જો તમે તમારી ટ્વીટ્સમાં સ્થાન સંબંધી માહિતી જોડવાનું પસંદ કર્યું હોય, તો ટ્વીટના ટેક્સ્ટની નીચે તમારું પસંદ કરેલું સ્થાન લેબલ પ્રદર્શિત કરવામાં આવે છે.
- twitter.com પર, તમે પાડોશ અથવા શહેરનું નામ જેવું સ્થાન લેબલ પસંદ કરી શકો છો.
- જ્યારે તમે તમારી ટ્વીટમાં ફોટો અથવા વિડિયો જોડવા માટે iOS અને એન્ડ્રોઈડ માટે X પર ઇન-એપ કૅમેરાનો ઉપયોગ કરો છો અને તમારા ચોક્કસ સ્થાનને ટેગ કરવા માટેના વિકલ્પને ટૉગલ કરી ચાલુ કરો છો, ત્યારે તે ટ્વીટમાં એ બંને બાબતો સામેલ હશે, તમારી પસંદગીનું સ્થાન લેબલ તથા તમારા ડિવાઇસનું ચોક્કસ સ્થાન (અક્ષાંશ અને રેખાંશ), જે APIનાં માધ્યમથી શોધી શકાય છે. તમારું ચોક્કસ સ્થાન એ તમે પસંદ કરશો તે સ્થાન લેબલ કરતાં વધુ ચોક્કસ હોઈ શકે છે. આ, વર્તમાનમાં જમીન પર ઘટી રહેલી મોમેન્ટ્સને શેર કરતી વખતે મદદરૂપ થાય છે.
નોંધ: ઇન-એપ કૅમેરા થકી તમારા ચોક્કસ સ્થાનને શેર કરવાનો વિકલ્પ હાલમાં માત્ર iOS માટે Xના નવા સંસ્કરણો (6.26 અથવા તેના પછીના) પર તથા એન્ડ્રોઈડ માટે Xના નવા સંસ્કરણો (સંસ્કરણ 5.55 અથવા તેના પછીના) પર જ ઉપલબ્ધ છે. - એપ્લિકેશનના વિકાસકર્તાઓએ એ બાબતે અપ-ફ્રન્ટ અને સ્પષ્ટ હોવું આવશ્યક છે કે તમારી ટ્વીટમાં તમારા ચોક્કસ કોઓર્ડિનેટ્સનો સમાવેશ થશે કે બસ જગ્યાનો જ. જ્યારે તમે કોઈ ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશન અથવા મોબાઈલ ડિવાઇસ પરથી ટ્વીટ કરો છો, ત્યારે એ બાબત સ્પષ્ટ હોવી જોઈએ કે તમારી ટ્વીટમાં કયા પ્રકારના ડેટાનો સમાવેશ કરવામાં આવશે.
નોંધ: કેટલાક વિસ્તારોમાં, તમારી પાસે કોઈ ચોક્કસ વેપાર, સીમાચિહ્ન અથવા રુચિકર સ્થળ સાથે તમારી ટ્વીટને લેબલ કરવાનો વિકલ્પ હોય છે. આ જગ્યાઓનો સ્ત્રોત Foursquareથી મેળવવામાં આવે છે. જો તમને કોઈ જગ્યા સંબંધી સમસ્યા દેખાય, તો કૃપા કરીને Foursquareના સહાયતા કેન્દ્રનાં માધ્યમથી તેની જાણ કરો. જો તમે માનતા હો કે કોઈ ચોક્કસ ટ્વીટ અપમાનજનક છે, તો કૃપા કરીને Xને તેની જાણ કરો.