કમ્પોઝરમાંથી આયકન પર હળવેથી ઠપકારો.
સૌથી નીચેના ભાગના સિલેક્ટરમાં રહેલ લાઈવ પર હળવેથી ઠપકારો.
વિડિયો સાથે નહીં પરંતુ ઓડિયો સાથે લાઈવ જવા માટે, ટોચ પર જમણી બાજુએ આવેલ માઇક્રોફોન પર હળવેથી ઠપકારો. આનાથી કેમેરો બંધ થશે અને દર્શકો તમને સાંભળી શકશે પરંતુ જોઈ શકશે નહીં.
ટ્વીટ તરીકે દેખાય તેવું વૈકલ્પિક વર્ણન ભરો અને ઇચ્છા હોય તો સ્થાન ભરો.
લાઈવ જવાની પહેલાં મહેમાનોને આમંત્રિત કરવા માટે, તમારા બ્રૉડકાસ્ટમાં જોડાઈ શકે તે માટે લોકોને પસંદ કરવા અથવા શોધવા મહેમાનોને આમંત્રિત કરો પર હળવેથી ઠપકારો.
- તમે જે જોડાય તેમ ઇચ્છતા હોવ તે મહેમાનોના પ્રોફાઈલ આયકન પર હળવેથી ઠપકારો.
- સાચવો પર હળવેથી ઠપકારો.
લાઈવ જાઓ પર હળવેથી ઠપકારો. વર્ણન અને સ્થાન (ઉમેરવામાં આવે તો) સાથે તમારું લાઈવ બ્રૉડકાસ્ટ તમારા અનુયાયીની સમય અવધિમાં અને તમારી પ્રોફાઈલ પર ટ્વીટમાં દેખાશે.