ઉલ્લંઘનોની જાણ કરો

Xના નિયમો અને સેવાની શરતોના સંભવિત ઉલ્લંઘનો વિશે કેવી રીતે જાણ કરવી તેનું વિહંગાવલોકન આ લેખમાં આપ્યું છે.

ટ્વીટ, યાદી અથવા પ્રોફાઈલ પરથી સીધા જ કેવી રીતે જાણ કરવી

તમે બિનજરૂરી, અપમાનજનક અથવા હાનિકારક સામગ્રી, અયોગ્ય જાહેરાતો, સ્વ-હાનિ અને અન્યનો સ્વાંગ સહિત ચોક્કસ પ્રકારના ઉલ્લંઘનો માટે વ્યક્તિગત ટ્વીટ, યાદી અથવા પ્રોફાઈલમાંથી સીધી જ જાણ કરી શકો છો. અન્ય પ્રકારના ઉલ્લંઘનોની જાણ કરવા વિશેની માહિતી માટે, નીચે ચોક્કસ પ્રકારના ઉલ્લંઘનોની કેવી રીતે જાણ કરવી તે જુઓ.


કેવી રીતે ઉલ્લંઘનો માટે વ્યક્તિગત ટ્વીટ્સની જાણ કરવી:

કેવી રીતે ઉલ્લંઘનો માટે ટ્વીટ્સ, યાદીઓ અથવા સીધા સંદેશાઓની જાણ કરવી તે જાણો.


કેવી રીતે ઉલ્લંઘનો માટે મીડિયાની જાણ કરવી:

કેવી રીતે મીડિયા માટે ટ્વીટ્સની જાણ કરવી તે જાણો અને Xની મીડિયા નીતિ વાંચો.

 

કેવી રીતે ઉલ્લંઘન બદલ પ્રોફાઈલની જાણ કરવી:

  1. તમે જાણ કરવા માંગતા હોવ તે પ્રોફાઈલ ખોલો.
  2. ઓવરફ્લો આયકન  પસંદ કરો
  3. જાણ કરો પસંદ કરો અને પછી તમે જે પ્રકારની સમસ્યાની જાણ કરવા માંગો છો તે પસંદ કરો.
  4. જો તમે તે અપમાનજનક અથવા હાનિકારક છે તેવું પસંદ કરો, તો તમે જે સમસ્યાની જાણ કરી રહ્યા છો તેના વિશે વધારાની માહિતી પૂરી પાડવાનું અમે તમને કહીશું. તમે જે એકાઉન્ટની જાણ કરી રહ્યા છો તેમાંથી વધારાની ટ્વીટ્સ પસંદ કરવાનું પણ અમે તમને કહી શકીએ છીએ જેથી તમારા રિપોર્ટનું મૂલ્યાંકન કરવા અમારી પાસે બહેતર સંદર્ભ હોય.
  5. તમે જાણ કરેલી ટ્વીટ્સની ટેક્સ્ટ અમે તમને મોકલવાના અમારા ફોલો-અપ ઈમેલ્સ અને સૂચનાઓમાં શામેલ કરીશું. આ માહિતી મેળવવાનું બંધ કરવા માટે, કૃપા કરીને આ રિપોર્ટ વિશેના અપડેટ્સ આ ટ્વીટ્સ બતાવી શકે છે વિકલ્પની બાજુમાં આપેલ બોક્સને ખરાની નિશાની દૂર કરો.
  6. એકવાર તમે તમારો રિપોર્ટ સબમિટ કરી દીધા પછી, તમારો Xનો અનુભવ બહેતર બનાવી શકાય તે માટે તમે કરી શકો તેવી વધારાની ક્રિયાઓની ભલામણો અમે તમને પૂરી પાડીશું.

કેવી રીતે મોમેન્ટમાં ચોક્કસ સામગ્રીની જાણ કરવી

ઉલ્લંઘન બદલ મોમેન્ટમાં કેવી રીતે ટ્વીટની જાણ કરવી:

  1. મોમેન્ટમાં રહેલી જે ટ્વીટ વિશે તમે જાણ કરવા માંગતા હોવ તેના પર નેવિગેટ કરો. 
  2.   આયકન પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો. 
  3. ટ્વીટની જાણ કરોને ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
  4. તમે અમને જાણ કરવા માંગતા હોવ તે સમસ્યાનો પ્રકાર પસંદ કરો.
  5. એકવાર તમે તમારો રિપોર્ટ સબમિટ કરી દીધા પછી, તમારો Xનો અનુભવ બહેતર બનાવી શકાય તે માટે તમે કરી શકો તેવી ક્રિયાઓની ભલામણો અમે તમને પૂરી પાડીશું.

કેવી રીતે મોમેન્ટના બહુવિધ ઘટકોની ઉલ્લંઘન બદલ જાણ કરવી:

  1. મોમેન્ટસ અંગે જાણ કરતું ફોર્મની મુલાકાત લો. 
  2. તમે જાણ કરવા માંગતા હોવ તે મોમેન્ટ URL દાખલ કરો.
  3. તમે અમને જાણ કરવા માંગતા હોવ તે સમસ્યાનો પ્રકાર પસંદ કરો.
  4. મોમેન્ટમાં રહેલી 5 જેટલી ટ્વીટ્સ અમને પૂરી પાડો જે ઉલ્લંઘનમાં હોઈ શકે છે.
  5. એકવાર તમે તમારો રિપોર્ટ સબમિટ કરી દીધા પછી, તમારો Xનો અનુભવ બહેતર બનાવી શકાય તે માટે તમે કરી શકો તેવી ક્રિયાઓની ભલામણો અમે તમને પૂરી પાડીશું.


કેવી રીતે ચોક્કસ પ્રકારના ઉલ્લંઘનોની જાણ કરવી

નીચે દર્શાવેલી માહિતીમાં તમે અમારા સહાયતા કેન્દ્ર દ્વારા કયા પ્રકારના ઉલ્લંઘનોની જાણ કરી શકો છો તે દર્શાવ્યું છે.

 

નોંધો:

સહાયતા કેન્દ્ર દ્વારા Xના નિયમો અને સેવાની શરતોના સંભવિત ઉલ્લંઘનની જાણ કરી રહ્યા હોવ ત્યારે, તમારા રિપોર્ટના ભાગ અસરગ્રસ્ત એકાઉન્ટ જેવા ત્રીજા પક્ષ સાથે શેર કરવાની અમને મંજૂરી આપવા માટે તમને કહેવામાં આવી શકે છે.

 

કોઈ અન્ય વ્યક્તિ વતી કેવી રીતે જાણ કરવી

તમે અન્ય વ્યક્તિ વતી ઉલ્લંઘનોની જાણ કરી શકો છો. તમારો રિપોર્ટ સબમિટ કરવા માટે ઉપર યાદીબદ્ધ કરેલ શ્રેણીઓ અને સૂચનો વાંચો અથવા અમારો સંપર્ક કરો. તમે ટ્વીટ અથવા પ્રોફાઈલ પરથી સીધી જ જાણ કરી શકો છો (ટ્વીટ, યાદી અથવા પ્રોફાઈલ પરથી કેવી રીતે સીધી જાણ કરવી તે ઉપરના વિભાગમાં જુઓ).

Periscope વપરાશકારનું નામ કેવી રીતે શોધવું

Periscope પર સ્પષ્ટ સામગ્રીની જાણ કરતી વખતે, તમને Periscope વપરાશકારનું નામ પૂરું પાડવાનું કહેવામાં આવી શકે છે. 

X.com દ્વારા:

  1. તમને X.com પર ટ્વીટ દ્વારા શેર કરેલ Periscope બ્રૉડકાસ્ટ મળે, ત્યારે Periscope બ્રૉડકાસ્ટ પર ક્લિક કરો.
  2. જો Periscope બ્રૉડકાસ્ટ લાઈવ હોય, તો Periscope વપરાશકારનું પ્રદર્શિત નામ (નીચેના ડાબી બાજુના ખૂણા પર હોય છે) શોધો. પ્રોફાઈલ વ્યૂ દર્શાવવા માટે તેને ક્લિક કરો. Periscope વપરાશકારનું નામ કૉપિ કરો (તે @ ચિહ્નથી શરૂ થશે).
  3. જો Periscope બ્રૉડકાસ્ટ રિપ્લે હોય, તો તમને Periscope વપરાશકારનું નામ વપરાશકારના પ્રદર્શિત નામની નીચે જમણી તરફ જોવા મળશે. તેને કૉપિ કરો (તે @ ચિહ્નથી શરૂ થશે).

iOS ઉપકરણ પરથી:

  1. Periscope બ્રૉડકાસ્ટ પરથી, બ્રૉડકાસ્ટ માહિતી પેનલ જોવા માટે સ્વાઈપ કરો અથવા સ્ક્રીનમાં નીચે જમણી બાજુ વધુ આયકન  પર હળવેથી ઠપકારો.
  2. Periscope વપરાશકારનું નામ પ્રદર્શિત નામની નીચે હશે અને તે @ ચિહ્નથી શરૂ થતું હશે.

એન્ડ્રોઈડ ડિવાઇસ પરથી:

  1. Periscope બ્રૉડકાસ્ટ પરથી, બ્રૉડકાસ્ટ માહિતી પેનલ જોવા માટે સ્ક્રીનમાં નીચે જમણી બાજુ વધુ આયકન  પર હળવેથી ઠપકારો.
  2. Periscope વપરાશકારનું નામ પ્રદર્શિત નામની નીચે હશે અને તે @ ચિહ્નથી શરૂ થતું હશે.
Periscope બ્રૉડકાસ્ટની લિંક કેવી રીતે શોધવી
Periscope પર સ્પષ્ટ સામગ્રીની જાણ કરતી વખતે, તમને Periscope બ્રૉડકાસ્ટની લિંક પૂરી પાડવાનું કહેવામાં આવી શકે છે. કેવી રીતે કરવું તે અહીં બતાવ્યું છે:<br/>
પગલું 1

Periscope બ્રૉડકાસ્ટ પરથી, બ્રૉડકાસ્ટ માહિતી પેનલ જોવા માટે સ્વાઈપ કરો અથવા સ્ક્રીનમાં નીચે જમણી બાજુ વધુ આયકન  પર હળવેથી ઠપકારો.

પગલું 2

બ્રૉડકાસ્ટ શેર કરો પર હળવેથી ઠપકારો અને લિંક શેર કરો પસંદ કરો.

Periscope પર સ્પષ્ટ સામગ્રીની જાણ કરતી વખતે, તમને Periscope બ્રૉડકાસ્ટની લિંક પૂરી પાડવાનું કહેવામાં આવી શકે છે. કેવી રીતે કરવું તે અહીં બતાવ્યું છે:<br/>
પગલું 1

Periscope બ્રૉડકાસ્ટ પરથી, બ્રૉડકાસ્ટ માહિતી પેનલ જોવા માટે સ્ક્રીનમાં નીચે જમણી બાજુ વધુ આયકન  પર હળવેથી ઠપકારો.

પગલું 2

બ્રૉડકાસ્ટ શેર કરો પર હળવેથી ઠપકારો અને URL કૉપિ કરો પસંદ કરો.

Periscope પર સ્પષ્ટ સામગ્રીની જાણ કરતી વખતે, તમને Periscope બ્રૉડકાસ્ટની લિંક પૂરી પાડવાનું કહેવામાં આવી શકે છે. કેવી રીતે કરવું તે અહીં બતાવ્યું છે:<br/>
પગલું 1

તમને twitter.com પર ટ્વીટ દ્વારા શેર કરેલ Periscope બ્રૉડકાસ્ટ મળે, ત્યારે Periscope બ્રૉડકાસ્ટ પર ક્લિક કરો.

પગલું 2

તમારા બ્રાઉઝરના સરનામા બારમાં પ્રદર્શિત URL કૉપિ કરો. તે આના જેવું હોવું જોઈએ: https://www.pscp.tv/w/…

ટીમનો સંપર્ક કેવી રીતે કરવો તે સહિત વધુ માહિતી માટે Periscope સહાયતા કેન્દ્રની મુલાકાત લો.

આ લેખને શેર કરો