કેવી રીતે અમે Twitterને વધુ સલામત બનાવી રહ્યા છીએ
વાર્તાલાપો માટે બહેતર સ્થાન બનાવવું.
તમારા અનન્ય મંતવ્યો અને વાર્તાલાપો જ Xને, X બનાવે છે. આથી અમે સતત અમારા નિયમો, પ્રક્રિયાઓ, ટેકનોલોજી અને સાધનોમાં સુધારો કરી રહ્યા છીએ જેથી બધા લોકો જાહેર વાર્તાલાપમાં મુક્તપણે અને સલામત રીતે ભાગ લઈ શકે તે સુનિશ્ચિત કરી શકાય.
તમે X પર સલામત હોવાની લાગણી અનુભવવાને હકદાર છો — તે શક્ય બનાવવાનું કામ અમારું છે.
સક્રિય તપાસ
અમે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ જે અમારા નિયમોનો ભંગ કરતી ટ્વીટ્સની તમારે જાણ કરવાની જરૂર પડે તે પહેલાં તેને સક્રિયપણે શોધી કાઢવા અને ફ્લેગ કરવાનો ઉદ્દેશ્ય રાખે છે.
પ્રત્યુતરો છુપાવવા
તમે તમારી ટ્વીટ્સના જે પ્રત્યુતરો જોવા માંગતા નથી તેને છુપાવી શકો છો.
એકાઉન્ટ્સ અવરોધિત કરવા
જ્યારે તમે ન ઇચ્છતા હોવ કે કોઈ તમારી ટ્વીટ્સ જુએ અને તમે તેમની જોવા ન ઇચ્છતા હોવ ત્યારે કોઈપણ એકાઉન્ટને તાત્કાલિક અવરોધિત કરો.
અપમાનજનક વર્તણૂકની જાણ કરવી
જો અપમાનજનક વર્તણૂક થાય તો, અમે ઇચ્છીએ છીએ કે તમે અમને તેની જાણ કરો.
એકાઉન્ટ્સનું જોડાણ અટકાવવું
જ્યારે તમે એકાઉન્ટની ટ્વીટ જોવા ન ઇચ્છતા હોવ, પરંતુ તેને અનુસરવાનું બંધ કરવાનું ન ઇચ્છતા હોવ ત્યારે તમે એકાઉન્ટનું જોડાણ અટકાવી શકો છો.
શબ્દોનું જોડાણ અટકાવવું
નિર્દિષ્ટ શબ્દોનું જોડાણ અટકાવીને તમે જોવા ન ઇચ્છતા હોવ તે મુદ્દાને અવગણો.
વાર્તાલાપોનું જોડાણ અટકાવવું
તમે જેનો હિસ્સો છો તે ટ્વીટ વિશે સૂચનાઓ બંધ કરવા માટે વાર્તાલાપનું જોડાણ અટકાવો.
સૂચના સમય અવધિ ફિલ્ટર્સ
તમારી સૂચનાઓ સમય અવધિમાં તમે જુઓ છો તે એકાઉન્ટ્સના પ્રકાર ફિલ્ટર કરો.
X સલામતી
અમે જેના પર કામ કરી રહ્યા છીએ તેની નવીનતમ વિગતો જુઓ.