કેવી રીતે X શોધનો ઉપયોગ કરવો

ચોક્કસ ટ્વીટ્સ, એકાઉન્ટ્સ અથવા હાલમાં ચાલી રહેલા વાર્તાલાપો શોધો

 

X પર શોધનો ઉપયોગ કરવાની ઘણી રીતો છે. તમે તમારી, મિત્રો, સ્થાનિક વ્યવસાયો અને જાણીતા મનોરંજનકારોથી માંડીને વૈશ્વિક રાજકીય નેતાઓ સુધીના દરેકની ટ્વીટ્સ શોધી શકો છો. મુદ્દાના મુખ્ય શબ્દો અથવા હૅશટૅગ્સ માટે શોધ કરીને, તમે બ્રેકિંગ સમાચાર અથવા અંગત રુચિઓ વિશે હાલમાં ચાલી રહેલા વાર્તાલાપોને અનુસરી શકો છો.  

સુરક્ષિત શોધ મોડ દ્વારા તમે તમારા શોધ પરિણામોમાં શું જુઓ છો તે અંગે અમે તમને નિયંત્રણ આપીએ છીએ. આ ફિલ્ટર્સ તમારા શોધ પરિણામોમાંથી તમે જોડાણ અટકાવેલા અથવા અવરોધિત કરેલા એકાઉન્ટ્સ તેમજ સંભવિત રૂપે સંવેદનશીલ સામગ્રીને બાકાત રાખે છે. તમારી પાસે કોઈપણ સમયે તેને બંધ કરવા અથવા પાછું ચાલુ કરવાનો વિકલ્પ છે (સૂચનાઓ નીચે આપેલી છે).

તમે વેબ પર તમારા એકાઉન્ટમાં સાઈન ઈન હોવ ત્યારે, શોધનો ઉપયોગ કરવાનું iOS અથવા એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ માટે X દ્વારા તેના ઉપયોગ કરતાં સહેજ અલગ છે. તમને નીચે બંને માટે સૂચનાઓ મળી શકે છે.

Twitter પરથી શોધો
iOS માટે Twitter પરથી શોધો
પગલું 1

અન્વેષણ કરો ટેબ  પર હળવેથી ઠપકારો

પગલું 2

પૃષ્ઠની ટોચે, શોધ બોક્સમાં તમારી શોધ દાખલ કરો અને શોધો પર હળવેથી ઠપકારો.

પગલું 3

તમારા પરિણામોમાં તમને ટ્વીટ્સ, ફોટા, એકાઉન્ટ્સ અને વધુના સંયોજન દેખાશે.

પગલું 4

તમારા પરિણામોને ટોચ પર હળવેથી ઠપકારીને, તાજેતરના, લોકો, ફોટા, વિડિયો, સમાચાર અથવા બ્રોડકાસ્ટ્સને ફિલ્ટર કરો (તમારા શોધ પરિણામોની ટોચે સ્થિત).

પગલું 5

તમારા પરિણામોને તમામ લોકો અથવા તમે અનુસરો છો તે લોકો અને દરેક જગ્યા અથવા તમારી નજીક અનુસાર રિફાઇન કરવા માટે શોધ બારમાં ફિલ્ટર આયકન  પર હળવેથી ઠપકારો. 

નોંધ: સુરક્ષિત શોધ સેટિંગ્સ તમને સંભવિત રૂપે સંવેદનશીલ સામગ્રી અને/અથવા તમે તમારા પરિણામોમાંથી જોડાણ અટકાવેલા અથવા અવરોધિત કરેલા એકાઉન્ટ્સને બાકાત રાખવા માટે તમારા શોધ પરિણામોને ફિલ્ટર કરવાની મંજૂરી આપે છે. તમે twitter.com પર તમારા એકાઉન્ટમાં લોગીન કરીને અને વેબ પરથી શોધો ની સૂચનાઓનો ઉપયોગ કરીને આ સેટિંગને સમાયોજિત કરી શકો છો. તમારી સેટિંગ્સ વેબ પર, તમારી iOS એપ્લિકેશનમાં અને એન્ડ્રોઈડ માટે Twitterમાં શોધો પર લાગુ પડશે.

એન્ડ્રોઈડ માટે Twitter પરથી શોધો
પગલું 1

અન્વેષણ કરો ટેબ પર હળવેથી ઠપકારો

પગલું 2

શોધ બોક્સમાં તમારી શોધ દાખલ કરો અને શોધો પર હળવેથી ઠપકારો.

પગલું 3

તમારા પરિણામોમાં તમને ટ્વીટ્સ, ફોટા, એકાઉન્ટ્સ અને વધુના સંયોજન દેખાશે.

પગલું 4

તમારા પરિણામોને ટોચ પર હળવેથી ઠપકારીને, તાજેતરના, લોકો, ફોટા, વિડિયો અથવા સમાચાર અથવા Periscopesને ફિલ્ટર કરો(તમારા શોધ પરિણામોની ટોચે સ્થિત).

પગલું 5

તમારા પરિણામોને કોઈપણ અથવા તમે અનુસરો છો તે લોકો અને કોઈપણ જગ્યાએ અથવા તમારી નજીક અનુસાર રિફાઇન કરવા માટે શોધ બારમાં ફિલ્ટર આયકન  પર હળવેથી ઠપકારો. 

પગલું 6

શોધ સેટિંગ્સનો પ્રવેશ મેળવવા માટે ઓવરફ્લો આયકન પર હળવેથી ઠપકારો. સુરક્ષિત શોધ તમને તમારા શોધ પરિણામોને બે વિકલ્પ સાથે ફિલ્ટર કરવાની મંજૂરી આપે છે:

પગલું 7
સંભવિત રૂપે સંવેદનશીલ સામગ્રીને પરિણામોમાંથી બાકાત રાખવી: આ સેટિંગને અક્ષમ કરવા માટે, બંધ કરવા માટે સંવેદનશીલ સામગ્રી છુપાવો ની બાજુમાં આવેલા બોક્સ પરથી ખરાની નિશાની દૂર કરો.
પગલું 8

તમે જોડાણ અટકાવેલા અથવા અવરોધિત કરેલા એકાઉન્ટ્સ બાકાત રાખવા: આ સેટિંગને અક્ષમ કરવા માટે, બંધ કરવા માટે અવરોધિત કરેલ અને જોડાણ અટકાવેલ એકાઉન્ટ્સ દૂર કરો ની બાજુમાં આવેલા બોક્સ પરથી ખરાની નિશાની દૂર કરો.

નોંધ: તમારા શોધ વિકલ્પો અને પરિણામોને વધુ અનુરૂપ બનાવવા વિશે વધુ જાણવા માટે, અદ્યતન શોધ વિશે અમારો લેખ વાંચો.

ડેસ્કટૉપ માટે Twitter પરથી શોધો
પગલું 1

પૃષ્ઠની ટોચે, શોધ બોક્સમાં તમારો શોધ પ્રશ્ન દાખલ કરો.

પગલું 2

તમારા પરિણામોમાં તમને ટ્વીટ્સ, ફોટા, એકાઉન્ટ્સ અને વધુના સંયોજન દેખાશે.

પગલું 3

ટોચના, તાજેતરના, લોકો, ફોટા અથવા વિડિયો (તમારા શોધ પરિણામોની ટોચે સ્થિત) પર ક્લિક કરીને તમારા પરિણામોને ફિલ્ટર કરો.

પગલું 4

તમારા શોધ પરિણામોને કોઈપણ તરફથી અથવા તમે અનુસરો છો તે લોકો, અને કોઈપણ જગ્યાએ અથવા તમારી નજીક ફિલ્ટર કરવા માટે શોધ ફિલ્ટર્સ પર ક્લિક કરો. વધુમાં, તમે અલગ ભાષા પસંદ કરી શકો છો અથવા અદ્યતન શોધ કરી શકો છો.

પગલું 5

વધુ વિકલ્પો માટે શોધ પરિણામોના પૃષ્ઠની જમણી બાજુએ વધુ આયકન  પર ક્લિક કરો:

પગલું 6
તમારા શોધ પરિણામો માટે સુરક્ષિત શોધ અક્ષમ (અથવા ફરી-સક્ષમ) કરવા માટે શોધ સેટિંગ્સ પર ક્લિક કરો:
પગલું 7

સુરક્ષિત શોધ સેટિંગ્સમાં સંવેદનશીલ સામગ્રી છુપાવો અને અવરોધિત કરેલ અને જોડાણ અટકાવેલ એકાઉન્ટ્સ દૂર કરો સામેલ છે. બંનેમાંથી કોઈપણ સેટિંગ અક્ષમ કરવા માટે બોક્સની ખરાની નિશાની દૂર કરો, તમે કોઈપણ સમયે તે ફરી-સક્ષમ કરી શકો છો. નોંધ: આ સેટિંગને પ્રભાવમાં આવતા થોડી મિનિટ લાગી શકે છે.

પગલું 8
તમારા શોધ શબ્દને સાચવવા માટે આ શોધ સાચવો પર ક્લિક કરો.
પગલું 9
વેબસાઈટ માટે શોધ વિજેટ બનાવવા માટે આ શોધ એમ્બેડ કરો પર ક્લિક કરો. અમારા વિકાસકર્તા દસ્તાવેજીકરણમાં વધુ માહિતી શોધો.

આ લેખને શેર કરો