કેવી રીતે તમારા સંપર્કો અપલોડ અને મેનેજ કરવા

તમારા એકાઉન્ટમાં તમે તમારા સંપર્કો અપલોડ કરો ત્યારે, તમે પહેલાંથી જાણતા હોવ તેવા લોકોને X પર શોધવામાં અમે તમારી મદદ કરી શકીએ છીએ. પછી તમે એવા સંપર્કોને શોધવા અને અનુસરવામાં સમર્થ હશો જેમણે અન્ય લોકોને તેમના ઈમેલ સરનામા અથવા ફોન નંબર દ્વારા તેઓને શોધવાની મંજૂરી આપી છે. અમે સામગ્રીના વૈયક્તિકરણ માટે, જેમ કે તમારા અને અન્ય લોકો માટે સૂચનો કરવા અથવા વપરાશકારના એકાઉન્ટ્સ અને ટ્વીટ્સ બતાવવા, તમારી ઇમ્પોર્ટ કરેલી સરનામાની બુકના સંપર્કોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એકાઉન્ટ સૂચનો કરવા માટે અને X પર અનુસરવા માટે લોકોને શોધવાની અન્ય રીતો વિશે અમે તમારા અપલોડ કરેલા સંપર્કોનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે વિશે વધુ જાણો.

તમારા ઈમેલ સરનામું અથવા ફોન નંબર દ્વારા અન્ય લોકોને તમને શોધવાની મંજૂરી આપતી ગોપનીયતા સેટિંગ્સને સમાયોજિત કરીને તમારું એકાઉન્ટ અન્ય લોકોને સૂચવવા માટે X તમારી સરનામાની પુસ્તકનો ઉપયોગ કરશે કે નહીં તે તમે નિયંત્રિત કરી શકો છો. 

 

Twitter પર સંપર્કો શોધવા માટે
પગલું 1

ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.

પગલું 2

ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો. 

પગલું 3

શોધવા સક્ષમ અને સંપર્કો હેઠળ, શોધવા સક્ષમ અને સંપર્કો પર હળવેથી ઠપકારો.

પગલું 4

સરનામાની પુસ્તકના સંપર્કો સમન્વયિત કરો પર હળવેથી ઠપકારો. તમે તમારા સંપર્કો સમન્વયિત કરો ત્યારે, તમારા ડિવાઇસના સરનામાની પુસ્તકના સંપર્કો Twitter પર ચાલુ ધોરણે અપલોડ કરવામાં આવશે.

પગલું 5

તમારા સરનામાની પુસ્તકમાંથી સંપર્કોના જે એકાઉન્ટ્સ પહેલાંથી જ Twitter પર છે તે બતાવવામાં આવશે.

પગલું 1

ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂ નું આયકન  અથવા તમારી પ્રોફાઈલનું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો અને સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.

પગલું 2

ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો.

પગલું 3

શોધવા સક્ષમ અને સંપર્કો હેઠળ, શોધવા સક્ષમ અને સંપર્કો પર હળવેથી ઠપકારો.

પગલું 4

સરનામાની પુસ્તકના સંપર્કો સમન્વયિત કરો પર હળવેથી ઠપકારો. તમે તમારા સંપર્કો સમન્વયિત કરો ત્યારે, તમારા ડિવાઇસના સરનામાની પુસ્તકના સંપર્કો Twitter પર ચાલુ ધોરણે અપલોડ કરવામાં આવશે.

પગલું 5

તમારા સરનામાની પુસ્તકમાંથી સંપર્કોના જે એકાઉન્ટ્સ પહેલાંથી જ Twitter પર છે તે બતાવવામાં આવશે.

iOS અથવા એન્ડ્રોઈડ માટે Twitter એપ્લિકેશન પર સરનામાની પુસ્તકના સંપર્કો સમન્વયિત કરવાનું રોકવું

તમે સરનામાની પુસ્તકના સંપર્કોના સમન્વયનની સેટિંગ સમાયોજિત કરીને X પર ચાલુ ધોરણે તમારા સંપર્કો અપલોડ થવાનું રોકી શકો છો.

iOS માટે Xનો ઉપયોગ કરવો:

  1. ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો.
  2. સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો, પછી ગોપનયીતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
  3. શોધવા સક્ષમ અને સંપર્કો હેઠળ, શોધવા સક્ષમ અને સંપર્કો પર હળવેથી ઠપકારો.
  4. બંધ કરવા માટે સરનામાની પુસ્તકના સંપર્કો સમન્વયિત કરોની બાજુમાં, સ્લાઇડર ખેંચો.

 

એન્ડ્રોઈડ માટે Xનો ઉપયોગ કરવો:

  1. ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂનું આયકન  અથવા તમારી પ્રોફાઈલનું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો.
  2. સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો, પછી ગોપનયીતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
  3. શોધવા સક્ષમ અને સંપર્કો હેઠળ, શોધવા સક્ષમ અને સંપર્કો પર હળવેથી ઠપકારો.
  4. બંધ કરવા માટે સરનામાની પુસ્તકના સંપર્કો સમન્વયિત કરોની બાજુમાં, બોક્સ પરથી ખરાની નિશાની દૂર કરો.

નોંધ: આપેલ ડિવાઇસ પર તમે તમારા સરનામાની પુસ્તકના સંપર્કો સમન્વયિત કરો સેટિંગ બંધ કરો ત્યારે, આ ફક્ત તે ડિવાઇસમાંથી તમારા સંપર્કોને X પર સમન્વયિત કરવાનું રોકશે. જો તમે અન્ય ડિવાઇસીસમાંથી તમારા સંપર્કોનું સમન્વયન રોકવા માંગતા હોવ તો, તમારે તે ડિવાઇસીસ પર તમારી સેટિંગ્સ સમાયોજિત કરવાની અથવા X પરથી તમામ સંપર્કો દૂર કરવાની જરૂર પડશે. X તમે તમામ સંપર્કો દૂર ના કરો ત્યાં સુધી, તમે અગાઉ અપલોડ કરેલા સંપર્કોને સંગ્રહિત કરવાનું અને ઉપયોગમાં લેવાનું ચાલુ રાખશે.


તમારી iOS અથવા એન્ડ્રોઈડ માટે X એપ્લિકેશન પર સંપર્કો દૂર કરવા
 

  1. ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન (iOS) અથવા નેવિગેશન મેનૂના આયકન  અથવા તમારી પ્રોફાઈલના આયક્ન (એન્ડ્રોઈડ) પર હળવેથી ઠપકારો.
  2. સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો, પછી ગોપનયીતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
  3. શોધવા સક્ષમ અને સંપર્કો હેઠળ, શોધવા સક્ષમ અને સંપર્કો પર હળવેથી ઠપકારો.
  4. તમામ સંપર્કો દૂર કરો પર હળવેથી ઠપકારો. તમારે પ્રોમ્પ્ટ પર હળવેથી ઠપકારીને તમામ સંપર્કો દૂર કરવા માટે પુષ્ટિ કરવાની જરૂર પડશે.
     

નોંધ: આ તમે અગાઉ અપલોડ કરેલા તમારા કોઈપણ સંપર્કો દૂર કરશે અને તમે અગાઉ સંપર્કો સમન્વયિત કરવાનું પસંદ કર્યું હોય તેવા કોઈપણ ડિવાઇસ પરથી તમારા એકાઉન્ટની સરનામાની પુસ્તકના સંપર્કો સમન્વયિત કરો સેટિંગ બંધ કરશે. કૃપા કરીને ધ્યાન રાખો કે આ થોડો સમય લે છે અને તે દરમિયાન તમે હજુ પણ X પર (તમારા સંપર્કોના આધારે) કેટલાક સૂચનો જોઈ શકો છો.
 

કેવી રીતે twitter.com દ્વારા સંપર્કો જોવા અને દૂર કરવા
સંપર્કો જોવા અથવા દૂર કરવા માટે:

તમે કોઈપણ સમયે X પર અગાઉ ઇમ્પોર્ટ કરેલા સંપર્કોને જોઈ અથવા દૂર કરી શકો છો. કૃપા કરીને નોંધી લેશો કે આ માહિતી દૂર કર્યા પછી તમારી એકાઉન્ટ માટેની ભલામણો સંબંધિત ના પણ હોઈ શકે.

  1. વધુ  મેનૂ પર ક્લિક કરો.
  2. સેટિંગ્સ અને ગોપનીયતા પર જાઓ.
  3. ગોપનીયતા અને સલામતી પર ક્લિક કરો.
  4. શોધવા સક્ષમ અને સંપર્કો પર ક્લિક કરો.
  5. સંપર્કો મેનેજ કરો પર ક્લિક કરો.
  6. તમને તમારો સાંકેતિક શબ્દ દાખલ કરવા કહેવામાં આવી શકે છે. તમારા તમામ અપલોડ કરેલા સંપર્કો પ્રદર્શિત થશે.
  7. જો તમે તમારા સંપર્કો દૂર કરવા માંગો છો તો, તમામ સંપર્કો દૂર કરો પર ક્લિક કરો. તમે એકવાર દૂર કરો પર ક્લિક કરીને આ વિનંતીની પુષ્ટિ કરો એટલે, તમે અગાઉ અપલોડ કરેલા તમારા કોઈપણ સંપર્કો X પરથી દૂર થશે અને તમે અગાઉ સંપર્કો સમન્વયિત કરવાનું પસંદ કર્યું હોય તેવા કોઈપણ ડિવાઇસ પરથી તમારા એકાઉન્ટની સરનામાની પુસ્તકના સંપર્કો સમન્વયિત કરો સેટિંગ બંધ થશે. કૃપા કરીને ધ્યાન રાખો કે આ થોડો સમય લે છે અને તે દરમિયાન તમે હજુ પણ X પર (તમારા સંપર્કોના આધારે) કેટલાક સૂચનો જોઈ શકો છો.
     

mobile.X.com દ્વારા સંપર્કો દૂર કરવા:

  1. તમારા પ્રોફાઈલ આયકન પર હળવેથી ઠપકારો.
  2. સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો, પછી ગોપનયીતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
  3. શોધવા સક્ષમ અને સંપર્કો હેઠળ, શોધવા સક્ષમ અને સંપર્કો પર હળવેથી ઠપકારો.
  4. સંપર્કો દૂર કરો પર હળવેથી ઠપકારો. તમારે પ્રોમ્પ્ટ પર હળવેથી ઠપકારીને તમામ સંપર્કો દૂર કરવા માટે પુષ્ટિ કરવાની જરૂર પડશે.

આ લેખને શેર કરો