કેવી રીતે લોકો માટે છબીઓ પ્રવેશયોગ્ય કરવી

તમે iOS અથવા એન્ડ્રોઈડ માટે X એપ્લિકેશનનો ઉપયોગ કરીને અથવા X.com પર ફોટા ટ્વીટ કરો ત્યારે, તમારી પાસે છબી વર્ણન કમ્પોઝ કરવાનો વિકલ્પ હોય છે જેથી પ્રજ્ઞાચક્ષુ અથવા ઓછું દેખાતું હોય તેવા સહિત વધુ લોકોને સામગ્રી પ્રવેશયોગ્ય થાય.

છબીમાં શું થઈ રહ્યું છે તે સમજવામાં લોકોને મદદ કરવા માટે છબીનું સારું વર્ણન સંક્ષિપ્ત અને વર્ણનાત્મક છે.

આ લેખમાં આનો ઉપયોગ કરીને છબી વર્ણનો કમ્પોઝ કરવા માટે સૂચનાઓ સામેલ છે.

કેવી રીતે છબી વર્ણનો સેટ કરવા
કેવી રીતે iOS માટે Twitterની ટ્વીટ્સમાં છબી વર્ણનો ઉમેરવા
પગલું 1

ટ્વીટ કમ્પોઝ કરો આયકન  પર હળવેથી ઠપકારીને શરૂ કરો અને તમારો ફોટો(ફોટા) જોડો.
નોંધ: તમારી ટ્વીટ્સમાં ફોટા ઉમેરવા વિશે વિગતવાર સૂચનાઓ માટે, આ લેખ વાંચો.

પગલું 2

છબી પર, વર્ણનાત્મક ટેક્સ્ટ દાખલ કરવા માટે +Alt બટન પર હળવેથી ઠપકારો.

પગલું 3

તમારી છબીનું વર્ણન ટાઇપ કરો અને થઇ ગયું પર હળવેથી ઠપકારો. ટ્વીટ પોસ્ટ કરતા પહેલાં તેને સંપાદિત કરવા માટે વર્ણન પર ફરી હળવેથી ઠપકારો. (1000 અક્ષરની મર્યાદા છે.)

પગલું 4

તમે ટ્વીટમાં દરેક છબી પર વર્ણન ઉમેરી શકો છો.
નોંધ: વિડિયોમાં છબી વર્ણનો ઉમેરી શકાતા નથી.

કેવી રીતે એન્ડ્રોઈડ માટે Twitterની ટ્વીટ્સમાં છબી વર્ણનો ઉમેરવા
પગલું 1

ટ્વીટ કરો આયકન  પર હળવેથી ઠપકારીને શરૂ કરો અને તમારો ફોટો(ફોટા) જોડો.
નોંધ: તમારી ટ્વીટ્સમાં ફોટા ઉમેરવા વિશે વિગતવાર સૂચનાઓ માટે, આ લેખ વાંચો.

પગલું 2

છબી પર, વર્ણનાત્મક ટેક્સ્ટ દાખલ કરવા માટે +Alt બટન પર હળવેથી ઠપકારો.

પગલું 3

તમારી છબીનું વર્ણન ટાઇપ કરો અને થઇ ગયું પર હળવેથી ઠપકારો. ટ્વીટ પોસ્ટ કરતા પહેલાં તેને સંપાદિત કરવા માટે વર્ણન પર ફરી હળવેથી ઠપકારો. (1000 અક્ષરની મર્યાદા છે.)

પગલું 4

તમે ટ્વીટમાં દરેક છબી પર વર્ણન ઉમેરી શકો છો.
નોંધ: વિડિયોમાં છબી વર્ણનો ઉમેરી શકાતા નથી.

કેવી રીતે twitter.comની ટ્વીટ્સમાં છબી વર્ણનો ઉમેરવા
પગલું 1

ટ્વીટ કમ્પોઝ બટન પર ક્લિક કરો અથવા કીબોર્ડના શૉર્ટકટનો ઉપયોગ કરવા માટે “n” કી દબાવો.

પગલું 2

તમારો ફોટો(ફોટા) જોડો.
નોંધ: તમારી ટ્વીટ્સમાં ફોટા ઉમેરવા વિશે વિગતવાર સૂચનાઓ માટે, આ લેખ વાંચો.

પગલું 3

વર્ણનાત્મક ટેક્સ્ટ દાખલ કરવા માટે વર્ણન ઉમેરો પર ક્લિક કરો.

પગલું 4

તમારી છબીનું વર્ણન ટાઇપ કરો અને થઈ ગયું બટન પર ક્લિક કરો. ટ્વીટ પોસ્ટ કરતા પહેલાં વર્ણન સંપાદિત કરવા માટે, વર્ણન ઉમેરો ડાયલોગ ફરી ખોલો. (1000 અક્ષરની મર્યાદા છે.)

પગલું 5

તમે ટ્વીટમાં દરેક છબી પર વર્ણન ઉમેરી શકો છો.
નોંધ: વિડિયોમાં છબી વર્ણનો ઉમેરી શકાતા નથી.

iOS માટે Twitter પર વૉઇસઓવર
કેવી રીતે વૉઇસઓવરનો ઉપયોગ કરીને છબી વર્ણનોમાં ટ્વીટ્સ ઉમેરવી
પગલું 1

સ્પર્શ અન્વેષણનો ઉપયોગ કરીને સ્ક્રીનની ટોચે જમણી બાજુ ટ્વીટ કમ્પોઝ કરો બટન શોધો.

પગલું 2

ટ્વીટ કમ્પોઝ કરો બટન પર બે વખત હળવેથી ઠપકારો.

પગલું 3

કાં તો સ્પર્શ અન્વેષણ અથવા જમણે/ડાબે ફ્લિક હાવભાવનો ઉપયોગ કરીને ફોટો લાઇબ્રેરી બટન શોધો.

પગલું 4

છબી ઉમેરવા માટે ફોટો લાઇબ્રેરી બટન પર બે વખત હળવેથી ઠપકારો.

પગલું 5

ઉમેરવા માટે છબી શોધવા સ્પર્શ અન્વેષણ અથવા જમણે/ડાબે ફ્લિક હાવભાવનો ઉપયોગ કરો.

પગલું 6

છબીને ઉમેરવા માટે તેના પર બે વખત હળવેથી ઠપકારો અને કમ્પોઝરમાં પાછા ફરો.

પગલું 7

કમ્પોઝરમાં, સ્પર્શ અન્વેષણ અથવા જમણે/ડાબે ફ્લિક હાવભાવનો ઉપયોગ કરીને છબી શોધો.

પગલું 8

છબી પર ફોકસ કરેલું હોય ત્યારે, તમને "ફોટોમાં વર્ણન ઉમેરો" સંભળાય નહીં ત્યાં સુધી ઉપર અથવા નીચે સ્વાઇપ કરો અને પછી છબી માટે વર્ણન ઉમેરવા માટે બે વખત હળવેથી ઠપકારો.

પગલું 9

તમારી છબીનું વર્ણન ટાઇપ કરો. (1000 અક્ષરની મર્યાદા છે.)

પગલું 10

સ્પર્શ અન્વેષણ અથવા જમણે/ડાબે ફ્લિક હાવભાવનો ઉપયોગ કરીને સ્ક્રીનની ટોચે જમણી બાજુમાં થઇ ગયું બટન શોધો.

પગલું 11

વર્ણન ઉમેરવા માટે થઇ ગયું બટન પર બે વખત હળવેથી ઠપકારો અને કમ્પોઝરમાં પાછા ફરો.

કેવી રીતે વૉઇસઓવરનો ઉપયોગ કરીને ટ્વીટ્સમાં છબી વર્ણનો સંપાદિત કરવા
પગલું 1

તમે ટ્વીટ પોસ્ટ કરતા પહેલાં તમારું છબી વર્ણન સંપાદિત કરી શકો છો. કમ્પોઝરમાં, સ્પર્શ અન્વેષણ અથવા જમણે/ડાબે ફ્લિક હાવભાવનો ઉપયોગ કરીને છબી શોધો.

પગલું 2

છબી પર ફોકસ કરેલું હોય ત્યારે, તમને "ફોટો માટે વર્ણન સંપાદિત કરો" સંભળાય નહીં ત્યાં સુધી ઉપર અથવા નીચે સ્વાઇપ કરો અને પછી છબીમાં વર્ણન ઉમેરવા માટે બે વખત હળવેથી ઠપકારો.

પગલું 3

છબીનું વર્ણન બદલો. (1000 અક્ષરની મર્યાદા છે.)

પગલું 4

સ્પર્શ અન્વેષણ અથવા જમણે/ડાબે ફ્લિક હાવભાવનો ઉપયોગ કરીને સ્ક્રીનની ટોચે જમણી બાજુમાં થઇ ગયું બટન શોધો.

પગલું 5

વર્ણન ઉમેરવા માટે થઇ ગયું બટન પર બે વખત હળવેથી ઠપકારો અને કમ્પોઝરમાં પાછા ફરો.

કેવી રીતે ટૉકબૅકનો ઉપયોગ કરીને છબી વર્ણનોમાં ટ્વીટ્સ ઉમેરવી
પગલું 1

સ્પર્શ અન્વેષણનો ઉપયોગ કરીને સ્ક્રીનની નીચે ડાબી બાજુ લખો બટન શોધો.

પગલું 2

લખો બટન પર બે વખત હળવેથી ઠપકારો.

પગલું 3

કાં તો સ્પર્શ અન્વેષણ અથવા જમણે/ડાબે ફ્લિક હાવભાવનો ઉપયોગ કરીને ફોટા બટન શોધો.

પગલું 4

ફોટો ઉમેરવા માટે ફોટા બટન પર બે વખત હળવેથી ઠપકારો.

પગલું 5

ઉમેરવા માટે ફોટો શોધવા સ્પર્શ અન્વેષણ અથવા જમણે/ડાબે ફ્લિક હાવભાવનો ઉપયોગ કરો.

પગલું 6

ફોટો ઉમેરવા માટે તેના પર બે વખત હળવેથી ઠપકારો અને કમ્પોઝરમાં પાછા ફરો.

પગલું 7

કમ્પોઝરમાં, સ્પર્શ અન્વેષણ અથવા જમણે/ડાબે ફ્લિક હાવભાવનો ઉપયોગ કરીને વર્ણન ઉમેરો બટન શોધો.

પગલું 8

વર્ણન ઉમેરો બટન પર બે વખત હળવેથી ઠપકારો.

પગલું 9

તમારી છબીનું વર્ણન ટાઇપ કરો. (1000 અક્ષરની મર્યાદા છે.)

પગલું 10

સ્પર્શ અન્વેષણ અથવા જમણે/ડાબે ફ્લિક હાવભાવનો ઉપયોગ કરીને સ્ક્રીનની ટોચે જમણી બાજુમાં થઇ ગયું બટન શોધો.

પગલું 11

વર્ણન ઉમેરવા માટે થઇ ગયું બટન પર બે વખત હળવેથી ઠપકારો અને કમ્પોઝરમાં પાછા ફરો. (નોંધ: વર્ણન ઉમેર્યા પછી વર્ણન ઉમેરો બટનનું લેબલ બદલાઈને વર્ણન મિલાવો થઈ જશે.)

કેવી રીતે ટૉકબૅકનો ઉપયોગ કરીને ટ્વીટ્સમાં છબી વર્ણનો સંપાદિત કરવા
પગલું 1

તમે ટ્વીટ પોસ્ટ કરતા પહેલાં તમારું છબી વર્ણન સંપાદિત કરી શકો છો. કમ્પોઝરમાં, સ્પર્શ અન્વેષણ અથવા જમણે/ડાબે ફ્લિક હાવભાવનો ઉપયોગ કરીને વર્તમાન વર્ણન લેબલ સાથેનું બટન શોધો.

પગલું 2

બટન પર બે વખત હળવેથી ઠપકારો.

પગલું 3

છબીનું વર્ણન બદલો. (1000 અક્ષરની મર્યાદા છે.)

પગલું 4

સ્પર્શ અન્વેષણ અથવા જમણે/ડાબે ફ્લિક હાવભાવનો ઉપયોગ કરીને સ્ક્રીનની ટોચે જમણી બાજુમાં થઇ ગયું બટન શોધો.

પગલું 5

વર્ણન ઉમેરવા માટે થઇ ગયું બટન પર બે વખત હળવેથી ઠપકારો અને કમ્પોઝરમાં પાછા ફરો. (નોંધ: વર્ણન ઉમેર્યા પછી વર્ણન ઉમેરો બટનનું લેબલ બદલાઈને વર્ણન મિલાવો થઈ જશે.)

X.com સાથેના Mac માટે વૉઇસઓવરનો ઉપયોગ

કેવી રીતે X.comની ટ્વીટ્સમાં છબી વર્ણનો ઉમેરવા

  1. કીબોર્ડ શૉર્ટકટ ("n" કી દબાવો)નો ઉપયોગ કરીને ટ્વીટ કમ્પોઝર ખોલો.
  2. ફોટા અને વિડિયો ઉમેરો પર નેવિગેટ થવા માટે "tab" કીનો ઉપયોગ કરો અને પછી “enter” કી દબાવો.
  3. ઉમેરવા માટે છબી પસંદ કરવા માટે ફાઇલ સિસ્ટમ ડાયલોગનો ઉપયોગ કરો.
  4. કમ્પોઝરમાં, “tab” કીનો ઉપયોગ કરીને તમે ઉમેરેલી છબી શોધો. છબી જે ક્રમમાં ઉમેરવામાં આવી હતી તે અનુસાર લેબલ કરવામાં આવશે (ઉદા. "છબી 1").
  5. વર્ણનાત્મક ટેક્સ્ટ દાખલ કરવા માટે, છબી પર ફોકસ કરેલું હોય ત્યારે “enter” કી દબાવીને થંબનેલ પ્રીવ્યૂ ડાયલોગ ખોલો.
  6. તમારી છબીનું વર્ણન ટાઇપ કરો. (1000 અક્ષરની મર્યાદા છે.)
  7. “tab” કી દબાવીને થઇ ગયું બટન શોધો અને “enter” દબાવો અથવા “command” કી પકડી રાખી હોય ત્યારે ફક્ત “enter” દબાવો.
  8. ટ્વીટ પોસ્ટ કરતા પહેલાં વર્ણન સંપાદિત કરવા માટે, થંબનેલ પ્રીવ્યૂ ફરી ખોલો.
     
X.com સાથે Windows સ્ક્રીન વાચકો માટે JAWSનો ઉપયોગ કરવો

કેવી રીતે X.comની ટ્વીટ્સમાં છબી વર્ણનો ઉમેરવા

  1. JAWSનું વર્ચ્યુઅલ નેવિગેશન અસ્થાયી બાયપાસ કરવા માટે “insert” અને “3” એકસાથે દબાવો.
  2. કીબોર્ડ શૉર્ટકટ ("n" કી દબાવો)નો ઉપયોગ કરીને ટ્વીટ કમ્પોઝર ખોલો.
  3. ફોટા અને વિડિયો ઉમેરો પર નેવિગેટ થવા માટે "tab" કીનો ઉપયોગ કરો અને પછી “enter” કી દબાવો.
  4. ઉમેરવા માટે છબી પસંદ કરવા માટે ફાઇલ સિસ્ટમ ડાયલોગનો ઉપયોગ કરો.
  5. કમ્પોઝરમાં, “tab” કીનો ઉપયોગ કરીને તમે ઉમેરેલી છબી શોધો. છબી જે ક્રમમાં ઉમેરવામાં આવી હતી તે અનુસાર લેબલ કરવામાં આવશે (ઉદા. "છબી 1").
  6. વર્ણનાત્મક ટેક્સ્ટ દાખલ કરવા માટે, છબી પર ફોકસ કરેલું હોય ત્યારે “enter” કી દબાવીને થંબનેલ પ્રીવ્યૂ ડાયલોગ ખોલો.
  7. તમારી છબીનું વર્ણન ટાઇપ કરો. (1000 અક્ષરની મર્યાદા છે.)
  8. “tab” કી દબાવીને થઇ ગયું બટન શોધો અને “enter” દબાવો અથવા “control” કી પકડી રાખી હોય ત્યારે ફક્ત “enter” દબાવો.
  9. ટ્વીટ પોસ્ટ કરતા પહેલાં વર્ણન સંપાદિત કરવા માટે, થંબનેલ પ્રીવ્યૂ ફરી ખોલો.
     
X.com સાથે Windows વાચકો માટે NVDA સ્ક્રીન રીડર ઉપયોગ કરવો

કેવી રીતે X.comની ટ્વીટ્સમાં છબી વર્ણનો ઉમેરવા

  1. ફોર્મ્સ મોડમાં દાખલ થવા માટે “insert” અને સ્પેસ કી એકસાથે દબાવો.
  2. કીબોર્ડ શૉર્ટકટ (n કી દબાવો)નો ઉપયોગ કરીને ટ્વીટ કમ્પોઝર ખોલો.
  3. ફોટા અને વિડિયો ઉમેરો પર નેવિગેટ થવા માટે "tab" કીનો ઉપયોગ કરો અને પછી “enter” કી દબાવો.
  4. ઉમેરવા માટે છબી પસંદ કરવા માટે ફાઇલ સિસ્ટમ ડાયલોગનો ઉપયોગ કરો.
  5. કમ્પોઝરમાં, “tab” કીનો ઉપયોગ કરીને તમે ઉમેરેલી છબી શોધો. છબી જે ક્રમમાં ઉમેરવામાં આવી હતી તે અનુસાર લેબલ કરવામાં આવશે (ઉદા. "છબી 1").
  6. વર્ણનાત્મક ટેક્સ્ટ દાખલ કરવા માટે, છબી પર ફોકસ કરેલું હોય ત્યારે “enter” કી દબાવીને થંબનેલ પ્રીવ્યૂ ડાયલોગ ખોલો.
  7. તમારી છબીનું વર્ણન ટાઇપ કરો. (1000 અક્ષરની મર્યાદા છે.)
  8. “tab” કી દબાવીને થઇ ગયું બટન શોધો અને “enter” દબાવો અથવા “control” કી પકડી રાખી હોય ત્યારે ફક્ત “enter” દબાવો.
  9. ટ્વીટ પોસ્ટ કરતા પહેલાં વર્ણન સંપાદિત કરવા માટે, થંબનેલ પ્રીવ્યૂ ફરી ખોલો.
     
નોંધ: એકવાર પોસ્ટ થઈ ગયા પછી, છબીમાં લાગુ કરવામાં આવેલ વર્ણન દૃશ્યક્ષમ રહેશે નહીં પરંતુ પ્રજ્ઞાચક્ષુ લોકોને તેમની સહાયક તકનીક (ઉદા., સ્ક્રીન રીડર્સ અને બ્રેઇલ ડિસ્પ્લે) દ્વારા તેનો પ્રવેશ મળશે.

આ લેખને શેર કરો