સંવેદનશીલ મીડિયાની જાણ કરવી

જો તમને ટ્વીટ્સમાં એવું મીડિયા મળે જે Xની મીડિયા અંગેની નીતિ હેઠળ સંવેદનશીલ તરીકે ગણવું જોઈએ તેવું તમને લાગતુ હોય તો, કૃપા કરીને નીચે વર્ણવેલી પ્રક્રિયાનો ઉપયોગ કરીને તેની જાણ કરો.

કેવી રીતે ટ્વીટ્સમાં રહેલા મીડિયાની જાણ કરવી
  1. X.com પર અથવા iOS કે એન્ડ્રોઈડ માટેની X એપ્લિકેશન પરથી તમે જેની જાણ કરવા માંગતા હોવ તે ટ્વીટ પર નેવિગેટ કરો.
  2.   આયકન પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો. 
  3. ટ્વીટની જાણ કરો પસંદ કરો.
  4. તે સંવેદનશીલ છબી દર્શાવે છે પસંદ કરો.
  5. આગળ, અમે તમારો Xનો અનુભવ બનાવવા માટે તમે લઈ શકો તેવા વધારાના પગલાં માટે ભલામણો પ્રદાન કરીશું.
     

કૃપા કરીને એ યાદ રાખશો કે જો તમને પસંદ ના હોય તેવું કંઈક તમે જોઈ રહ્યા હોવ અને Xએ તેની આગળ ચેતવણીનું લેબલ મૂક્યું ન હોય, તો તે મીડિયા પર ચેતવણી આપવા માટેના અમારા થ્રેશોલ્ડને પૂર્ણ કરતું ન હોય તેવું બની શકે છે.


હું જે સંવેદનશીલ મીડિયાની જાણ કરું તેનું શું થાય છે?

 

X, વપરાશકાર દ્વારા ફ્લેગ કરવામાં આવેલા મીડિયાના રિપોર્ટ્સની સમીક્ષા કરે છે જેથી એ નિર્ધારિત કરી શકાય કે જે-તે મીડિયામાં Xની મીડિયા નીતિઓનું પાલન કરવા માટે ચેતવણી સંદેશ આપવાની જરૂર છે કે કેમ. કૃપા કરીને એ યાદ રાખશો કે તમે મીડિયા ફ્લેગ કરીને તેને Xની ટીમના ધ્યાન પર લાવી રહ્યા છો. ફ્લેગ કરેલી સામગ્રીને આપોઆપ ચેતવણી સંદેશ નહીં મળે અથવા તેને સાઈટ પરથી દૂર કરવામાં આવશે નહીં.

જો તમારી સામગ્રીની સંવેદનશીલ તરીકે જાણ કરવામાં આવી હોય, તો તમે શું કરી શકો છો તે વિશેની માહિતી માટે, Xની મીડિયા નીતિ જુઓ.

તમે ટ્વીટ્સમાં સંવેદનશીલ મીડિયા જુઓ છો કે કેમ તે કેવી રીતે નિયંત્રિત કરવું

Twitter.com પર લોગ ઈન કરીને તમારી ટ્વીટ મીડિયા સેટિંગ્સ સમાયોજિત કરો. ડેસ્કટૉપ કમ્પ્યુટરના આયકનને પસંદ કરીને twitter.com માટેની સૂચનાઓને જૂઓ. 

પગલું 1

ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂનું આયકન  અથવા તમારી પ્રોફાઈલનું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો અને સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.

પગલું 2

ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો.

પગલું 3

સલામતી હેઠળ, જેમાં સંવેદનશીલ સામગ્રી હોઈ શકે છે તે મીડિયા દર્શાવોની બાજુના બોક્સમાં ખરાની નિશાની કરો.

પગલું 1

વધુ આયકન પર ક્લિક કરો અને ગોપનીયતા અને સલામતી સેટિંગ્સ પર જાઓ.

પગલું 2

 તમને દેખાતી સામગ્રી વિભાગ જુઓ અને જેમાં સંવેદનશીલ સામગ્રી હોઈ શકે છે તે મીડિયા દર્શાવોની બાજુના બોક્સમાં ખરાની નિશાની કરો.

પગલું 3

સેટિંગ્સને આપોઆપ સાચવવામાં આવે છે.


નોંધ: જે એકાઉન્ટ્સ તમારા Xના અનુભવમાં ખલેલ પાડી રહ્યા છે તેને તમે અનુસરવાનું બંધ કરી શકો છો અથવા અવરોધિત પણ કરી શકો છો.
 

જે સામગ્રી ગેરકાયદેસર હોય અથવા અન્ય રીતે Xના નિયમોનું ઉલ્લંઘન કરતી હોય તેની જાણ કેવી રીતે કરવી


અન્ય પ્રકારના ઉલ્લંઘનો અને તમે કેવી રીતે અમને તેની જાણ કરી શકો છો તેનું સંક્ષેપમાં વર્ણન કરતી માહિતી માટે, કૃપા કરીને કેવી રીતે ઉલ્લંઘનોની જાણ કરવી વિશેનો આ લેખ જુઓ.

આ લેખને શેર કરો