નવા વપરાશકાર દ્વારા અવારનવાર પૂછાતા પ્રશ્નો
ટ્વીટ કરી રહ્યા છે
X શું છે?
X એ મિત્રો, કુટુંબીજનો અને સહકાર્યકરો માટે ઝડપી, અવારનવાર સંદેશાઓની અદલાબદલી દ્વારા સંચાર અને જોડાણ કરતી એક સેવા છે. લોકો એવી ટ્વીટ્સ પોસ્ટ કરે છે જેમાં ફોટા, વિડિયો, લિંક્સ અને ટેક્સ્ટ સામેલ હોઈ શકે છે. આ સંદેશા તમારી પ્રોફાઈલ પર પોસ્ટ કરવામાં આવે છે, તમારા અનુયાયીઓને મોકલવામાં આવે છે અને X પર શોધવાયોગ્ય હોય છે. Xનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે વધુ જાણો.
શું તેનો ઉપયોગ કરવા માટે મારે કંઈપણ વિશેષ કરવાની જરૂર છે?
Xનો ઉપયોગ કરવા માટે તમારે ફક્ત એક ઇન્ટરનેટ જોડાણ અને એક મોબાઇલ ફોનની જરૂર પડે છે. અમારી સાથે અહીં જોડાઓ! એકવાર તમે જોડાઈ જાઓ તે પછી, જેમની ટ્વીટ્સ તમને રસપ્રદ લાગે તે એકાઉન્ટ્સ શોધવાનું અને અનુસરવાનું શરૂ કરો. એકવાર તમે સાઇન અપ કરી લીધા પછી અમે તમને શ્રેષ્ઠ એકાઉન્ટ્સની ભલામણ કરીશું.
ટ્વીટ એટલે શું?
ટ્વીટ એટલે X પર પોસ્ટ કરેલ કોઈપણ સંદેશ જેમાં ફોટા, વિડિયો, લિંક્સ અને ટેક્સ્ટ સામેલ હોઈ શકે છે. તમારી પ્રોફાઈલ પર અપડેટ પોસ્ટ કરવા માટે ટ્વીટ બટન પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો. વધુ માહિતી માટે અમારો એક ટ્વીટ પોસ્ટ કરવી લેખ વાંચો.
હું X પર કેવી રીતે અપડેટ્સ મોકલી શકું છું?
એક ટ્વીટ કેવી રીતે પોસ્ટ કરવી તે વિશેનો અમારો લેખ વાંચો. તમે twitter.com, એક મોબાઇલ ડિવાઇસ અથવા એક એપ્લિકેશનમાંથી ટ્વીટ કરી શકો છો.
પુનટ્વીટ એટલે શું?
એક પુનટ્વીટ એક ટ્વીટ હોય છે જે તમે તમારા અનુયાયીઓને આગળ મોકલો છો.
હું X પર ચિત્ર કેવી રીતે પોસ્ટ કરી શકું છું?
X પર છબીઓ અપલોડ અને શેર કરવું સહેલું છે! X પર ચિત્ર કેવી રીતે પોસ્ટ કરવું તેના પર ઉત્તરોત્તર સૂચનો અને અવારનવાર પૂછાતા પ્રશ્નો શોધો.
શું હું ટ્વીટ પોસ્ટ કર્યા પછી તેને સંપાદિત કરી શકું છું?
ના, પોસ્ટ કર્યા પછી તમે કોઈપણ ટ્વીટ સંપાદિત કરી શકતા નથી, પણ તમે તમારી ટ્વીટ કાઢી શકો છો.
તમારા દૃશ્યને કેવી રીતે કસ્ટમાઇઝ કરવું
X.com મારફ્તે તમારા ફોન્ટનું કદ, ટેક્સ્ટનો રંગ અને બેકગ્રાઉન્ડ મોડને મેનેજ કરવા માટે, મેનુમાંથી વધુ પર ક્લિક કરો પછી બતાવો પસંદ કરો. તમારા પસંદગીના ફોન્ટનું કદ અને રંગને પસંદ કરો. ડિફૉલ્ટ સફેદ બેકગ્રાઉન્ડ અથવા બે ડાર્ક મોડ ધૂંધળો અને લાઇટો બંધ વિકલ્પો વચ્ચે પસંદગી કરવા માટે રેડિયો બટનનો ઉપયોગ કરો. iOS માટે X અને એન્ડ્રોઈડ માટે X પર ડાર્ક મોડના વિકલ્પો પણ ઉપલબ્ધ છે.
મારા અપડેટ્સ કોણ વાંચે છે?
તમારા અનુયાયીઓ તમારી ટ્વીટ્સ વાંચે છે. જો તમારી ટ્વીટ્સ સાર્વજનિક હશે, તો તમારી ટ્વીટના કોઈપણ મુખ્ય શબ્દ માટે શોધ ચલાવતી કોઈપણ વ્યક્તિ તે સંદેશો જોઈ શકશે. તમારી ટ્વીટ્સ મૂળભૂત રીતે સાર્વજનિક હોય છે; જો તમે અજાણ્યા લોકોને રાખતા અચકાતા હો તો અનુયાયીઓને મંજૂરી આપવા અને તમારા અપડેટ્સને શોધમાંથી બહાર રાખવા માટે તમારા અપડેટ્સ વાંચો, તમારી ટ્વીટ્સને સુરક્ષિત રાખો .
મને મારી તમામ ટ્વીટ્સ કેમ દેખાતી નથી? શું તે ખોવાઈ ગઈ છે?
અમે તમારી તમામ ટ્વીટ્સ સંગ્રહિત કરીએ છીએ. તમારી પ્રોફાઈલ સમય અવધિમાંની તમારી લગભગ 3,200 તાજેતરની ટ્વીટ્સ જોવા માટે તમારી પ્રોફાઈલ પર નેવિગેટ કરો. વધુ જોવા માટે, તમે તમારું X આર્કાઇવ ડાઉનલોડ કરી શકો છો અને તમારી પહેલી ટ્વીટથી શરૂ કરીને તમારી X માહિતીનો સ્નેપશૉટ બ્રાઉઝ કરી શકો છો.
શું હું મારા X અપડેટ્સને મારા બ્લોગ પર મૂકી શકું છું?
હા! જાવાસ્ક્રિપ્ટ અથવા HTML સ્વીકારેલ હોય એવા કોઈપણ તમારા બ્લોગ અથવા વેબસાઇટ પર એક X વિજેટ મૂકો.
અનુસરી રહ્યાં છે
X પર કોઈપણ વ્યક્તિને અનુસરવાનો અર્થ શું થાય છે?
કોઈપણ વ્યક્તિને અનુસરવાનો અર્થ એ છે કે તમે તેમના X અપડેટ્સ સબ્સ્ક્રાઈબ કરવાનું પસંદ કર્યું છે. તમે જ્યારે કોઈને અનુસરો છો, દર વખતે તેઓ કોઈ નવો સંદેશો પોસ્ટ કરે ત્યારે તે તમારી X હોમ સમય અવધિ પર દેખાશે.
અનુસરવા માટે હું કેવી રીતે લોકોને શોધી શકું?
જ્યારે તમે કોઈ એકાઉન્ટ બનાવો છો, ત્યારે તમે નામ અથવા વપરાશકારના નામ દ્વારા લોકોને શોધી શકો છો,અન્ય નેટવર્ક્સ દ્વારા મિત્રોને ઈમ્પોર્ટ કરી શકો છો અથવા ઈમેલ દ્વારા મિત્રોને આમંત્રિત કરી શકો છો.
હું કોને અનુસરી રહ્યો છું તે હું કેવી રીતે જાણી શકું છું?
કોઈપણ વ્યક્તિની પ્રોફાઈલ પર આપેલ અનુસરો બટન પર ક્લિક કર્યા અથવા હળવેથી ઠપકાર્યા પછી, તમે તેમને અનુસરી શકો છો. તમારા પ્રોફાઈલ પૃષ્ઠ અથવા તમારા હોમ પૃષ્ઠના સાઇડબાર પર આપેલ અનુસરો લિંક પર ક્લિક કરીને તમે અનુસરતા હો તે લોકોની યાદી જુઓ.
મને કોણ અનુસરી રહ્યું છું તે હું કેવી રીતે જાણી શકું છું?
જ્યારે કોઈપણ નવી વ્યક્તિ તમને અનુસરે છે ત્યારે X તમને એક સૂચના મોકલે છે. જ્યારે પણ તમારો કોઈ નવો અનુયાયી થાય ત્યારે સૂચના મેળવવા માટે તમારી ઈમેલ પસંદગીઓ અને મોબાઇલ પુશ સૂચનાઓ સેટ કરો. તમારા પ્રોફાઈલ પૃષ્ઠ પર આપેલ અનુયાયીઓ લિંક પણ તમને કોણ અનુસરી રહ્યું છે તે બતાવશે.
અનુસરવાની મર્યાદાઓ શું છે?
સ્થિરતા અને અપમાન નિયંત્રિત કરવા માટે X માં અનુસરવાની અને અપડેટ કરવાની મર્યાદાઓ છે. અનુસરવાની મર્યાદાઓ વિશે વધુ જાણો.
પ્રત્યુતરો
પ્રત્યુતરો શું છે?
એક પ્રત્યુતર એ બીજી વ્યક્તિની ટ્વીટને આપવામાં આવતો પ્રતિભાવ છે. બીજી વ્યક્તિની ટ્વીટને પ્રત્યુતર આપવા માટે તેના પર આપેલ પ્રત્યુતર આયકન પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો. કૃપા કરી નોંધી લો કે જો તમારી ટ્વીટ્સ સુરક્ષિત હોય, તો જે લોકો તમને અનુસરતા ન હોય તે તમારા પ્રત્યુતરો અથવા ઉલ્લેખો જોઈ શકશે નહીં.
એક પ્રત્યુતર અને સીધા સંદેશાની વચ્ચે શું તફાવત હોય છે?
એક પ્રત્યુતર એ અનુસરણને અનુલક્ષીને મોકલવામાં આવતો એક સાર્વજનિક સંદેશ છે. (જો તમારી ટ્વીટ્સ સાર્વજનિક હશે) તો કોઈપણ વ્યક્તિ તે જોઈ શકે છે. સીધો સંદેશ એક ખાનગી સંદેશો હોય છે અને ફક્ત પ્રેષક અને ઇચ્છિત પ્રાપ્તિકર્તાઓ દ્વારા જ જોઈ શકાય છે.
સીધા સંદેશા
સીધા સંદેશાઓ શું હોય છે?
સીધા સંદેશાઓ એટલે એક X એકાઉન્ટ(એકાઉન્ટ્સ)થી બીજા X એકાઉન્ટને મોકલવામાં આવતા ખાનગી સંદેશાઓ હોય છે અને તે અન્ય વ્યક્તિને વાંચવા માટે જાહેરમાં દેખાતા નથી. તમને અનુસરતી કોઈપણ વ્યક્તિ સાથે તમે વાર્તાલાપ શરૂ કરી શકો છો.
Xની નીતિઓ અને જાણ કરવી
એકાઉન્ટ રદ બાતલ શા માટે કરવામાં આવે છે?
એકાઉન્ટ સેવાની શરતો ના ઉલ્લંઘનો અથવા બિનજરૂરી તપાસો માટે રદ બાતલ કરવામાં આવે છે. એકાઉન્ટ રદ બાતલ કરવા વિશે વધુ વાંચો.
હું બિનજરૂરીની જાણ કેવી રીતે કરી શકું છું?
X પર બિનજરૂરીની જાણ કેવી રીતે કરવી તે વિશેનો અમારો લેખ વાંચો. તમને મળતા કોઈપણ બિનજરૂરી બાબતો કરનારાને હંમેશાં અવરોધિત કરવા માટે અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ.
મને Xની સેવાની શરતો વિશેની વધુ માહિતી ક્યાંથી મળી શકે છે?
વધુ માહિતી માટે Xની સેવાની શરતો અને Xના નિયમો વાંચો.
હું કૉપિરાઇટ, અન્યનો સ્વાંગ, ટ્રેડમાર્ક, અથવા અન્ય સેવાની શરતોની સમસ્યાઓ વિશે ફરિયાદ કેવી રીતે દાખલ કરી શકું છું?
ઉલ્લંઘનની રચના શું છે અને સંબંધિત સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો તે શોધવા માટે અમારા સેવાની શરતોના વિભાગની સમીક્ષા કરો.