ટ્વીટ કમ્પોઝ આયકન પર હળવેથી ઠપકારો.
મતદાન ઉમેરો આયકન પર હળવેથી ઠપકારો
મુખ્ય કમ્પોઝ બોક્સમાં તમારા મતદાનનો પ્રશ્ન ટાઇપ કરો. તમારા મતદાન પ્રશ્નમાં તમે મહત્તમ સંખ્યા સુધી અક્ષરનો ઉપયોગ કરી શકો છો.
તમારા મતદાનનો પ્રથમ વિકલ્પ પસંદગી 1 બોક્સમાં દાખલ કરો અને તમારા મતદાનનો બીજો વિકલ્પ પસંદગી 2 બોક્સમાં દાખલ કરો. તમે દરેક વિકલ્પ માટે 25 જેટલા અક્ષરનો ઉપયોગ કરી શકો છો.
તમારા મતદાનમાં વધારાના વિકલ્પો ઉમેરવા માટે + પસંદગી ઉમેરો પર હળવેથી ઠપકારો. તમારા મતદાનમાં ચાર વિકલ્પ જેટલા હોઈ શકે છે.
તમારા મતદાનની અવધિ મૂળભૂત રીતે 1 દિવસની હોય છે. તમે 1 દિવસ પર હળવેથી ઠપકારીને અને દિવસ, કલાક અને મિનિટ સમાયોજિત કરીને તમારા મતદાનની અવધિમાં ફેરફાર કરી શકો છો. મતદાન કરવા ઓછામાં ઓછા 5 મિનિટનો અને વધુમાં વધુ 7 દિવસનો સમય આપી શકાય છે.
મતદાન પોસ્ટ કરવા માટે ટ્વીટ કરો પર હળવેથી ઠપકારો.