કેવી રીતે એન્ડ્રોઈડ માટે X Liteનો ઉપયોગ કરવો

X Lite એપ્લિકેશન એ સ્માર્ટફોન પર Xનો ઉપયોગ કરવા માટેની એક ડેટા અને સંગ્રહણ અનુકૂલ રીત છે. X Lite એપ્લિકેશનની મુખ્ય સુવિધાઓ છે:

 • 2G અને 3G નેટવર્ક પર ઝડપથી લોડ થાય છે. 
 • ડેટા વપરાશ ઓછો કરે છે - તમે જોવા માંગતા હો તે જ છબીઓ અથવા વિડિયો ડાઉનલોડ કરવા માટે ડૅટા બચતકર્તા મોડ ચાલુ કરો.
 • ઓછી જગ્યા લે છે — ઇન્સ્ટોલ કદ 3 MB કરતાં ઓછું છે, તમારા ફોન પર X Lite વધારે જગ્યા લેતું નથી.

નોંધ: X Lite ખાસ કરીને ફક્ત Google પ્લે સ્ટોર* પર જ ઉપલબ્ધ છે અને હાલમાં એન્ડ્રોઈડ સંસ્કરણ 5.0 અને તેના ઉપરના સંસ્કરણોને સમર્થિત કરતાં ડિવાઇસ સાથે સુસંગત છે. જો તમે Google પ્લે સ્ટોરમાં પ્રવેશ કરી શકતા ન હો, તો તમે mobile.twitter.com પર આપેલ Xના મોબાઈલ વેબ સંસ્કરણનો ઉપયોગ કરી શકો છો.


તમારો ડેટા વપરાશ કેવી રીતે ઓછો કરવો
 

તમે જ્યારે Xનો ઉપયોગ કરતાં હો ત્યારે વપરાતા ડેટાની માત્રા ઓછી કરવા માટે X Lite રચાયેલ છે. તમે ડેટા બચતકર્તા મોડ સક્ષમ કરીને X દ્વારા વપરાતા ડેટાની માત્રા ઓછી કરી શકો છો. ડેટાની બચત કરવા માટે વાસ્તવિક સમયમાં તમે જે મીડિયાને ડાઉનલોડ કરવા માંગો છો તેને નિયંત્રિત કરો. 

 • ડેશ મેનૂમાં પ્રવેશ કરવા માટે તમારા પ્રોફાઈલ ફોટો પર હળવેથી ઠપકારો.
 • ચાલુ કરવા માટે ડેટા બચતકર્તાની બાજુમાં આવેલ ટૉગલ કરો પર હળવેથી ઠપકારો.
   

આ મોડમાં, છબીઓ એક પ્રીવ્યૂ તરીકે રજૂ કરવામાં આવશે, અને તમે જ્યારે વિનંતી કરશો ફક્ત ત્યારે જ મોટી છબીઓ લોડ કરવામાં આવશે. X Liteમાં છબી લોડ કરો પર હળવેથી ઠપકારીને તમે છબીઓ જોઈ શકો છો.

 

લોગ ઈન અથવા સાઈન અપ કરવા માટે

શરૂ કરવા માટે, ડાઉનલોડ કરી લીધા પછી X Lite એપ્લિકેશન ખોલો.

લોગ ઈન કરવા માટે:

 1. લોગ ઈન પર હળવેથી ઠપકારો.
 2. તમારું વપરાશકારનું નામ, ફોન નંબર અથવા ઈમેલ સરનામું દાખલ કરો.
 3. તમારો સાંકેતિક શબ્દ દાખલ કરો.
 4. લોગ ઈન પર હળવેથી ઠપકારો.
   

કોઈપણ નવા એકાઉન્ટમાં સાઈન અપ કરવા માટે:

 1. સાઈન અપ પર હળવેથી ઠપકારો.
 2. તમારું પૂરું નામ અને તમારો ફોન નંબર દાખલ કરો. જો તમે તમારા ઈમેલ સરનામાનો ઉપયોગ કરવાનું પસંદ કરતાં હો, તો, તેના બદલે ઈમેલનો ઉપયોગ કરો પર હળવેથી ઠપકારો. 
 3. સાઈન અપ પર હળવેથી ઠપકારો. 
 4. સાંકેતિક શબ્દ દાખલ કરો અને આગળ પર હળવેથી ઠપકારો.
 5. જો તમે ઈમેલ સરનામા સાથે સાઈન અપ કરવાનું પસંદ કરશો, તો અમે તમને તમારો ફોન નંબર પૂછી શકીએ છીએ. તમે તેને દાખલ કરી શકો છો અથવા તો હંમણા નહીં પર હળવેથી ઠપકારી શકો છો.
 6. એક વપરાશકારનું નામ દાખલ કરો (અમે કેટલાક ઉપલબ્ધ વિકલ્પો સૂચવીશું), પછી આગળ પર હળવેથી ઠપકારો.
 7. રસપ્રદ શ્રેણીઓ અને તે શ્રેણીઓમાંના એકાઉન્ટ્સ સૂચવીને શરૂ કરવામાં અમે તમારી મદદ કરીશું.
 8. જો તમે એન્ડ્રોઈડ ડિવાઇસનો ઉપયોગ કરતાં હો, તો તમે પુશ સૂચનાઓ મેળવી શકો છો. પુશ સૂચનાઓ મેળવવા માટે સૂચનાઓ ચાલુ કરો પર હળવેથી ઠપકારો.
 9. જ્યારે તમે તમારી સમય અવધિ પર જવા માટે તૈયાર હો, ત્યારે થઈ ગયું પર હળવેથી ઠપકારો.


એક ટ્વીટ પોસ્ટ કરવા માટે
 

 1. તમારી હોમ સમય અવધિ, શોધ ટેબ, સૂચનાઓ ટેબ અથવા પ્રોફાઈલ દ્વારા સુલભ ટ્વીટ કમ્પોઝ કરો આયકન  પર હળવેથી ઠપકારો.
 2. જ્યાંથી તે કહે છે શું થઈ રહ્યું છે?  ત્યાંથી ટાઇપ કરવાનું શરૂ કરો.
 3. જો તમે એક છબી ટ્વીટ કરવા માગતા હોવ તો, ફોટો આયકન પર હળવેથી ઠપકારો  તમે તમારી ટ્વીટમાં ચાર છબીઓ સુધી ઉમેરી શકો છો.
 4. પોસ્ટ કરવા માટે ટ્વીટ કરો પર હળવેથી ઠપકારો.
   

નોંધ: બહુવિધ ટ્વીટ્સ સામેલ હોય એવો થ્રેડ કેવી રીતે બનાવવો તે વિશે જાણો.

એકાઉન્ટ્સ શોધવા અને અનુસરવા માટે
 

કોઈપણ એકાઉન્ટ શોધવા માટે:

 1. શોધ આયકન પર હળવેથી ઠપકારો 
 2. તમે જે એકાઉન્ટને શોધી રહ્યા છો તેનું નામ અથવા વપરાશકારનું નામ ટાઇપ કરો. 
 3. એકવાર તમે ટાઇપ કરવાનું શરૂ કરશો તો સૂચવેલ એકાઉન્ટ્સ અને વર્તમાન પ્રવાહોની યાદી દેખાશે.
   

કોઈપણ એકાઉન્ટને અનુસરવા માટે:

 1. એકાઉન્ટની પ્રોફાઈલ પર જાઓ અને અનુસરો પર હળવેથી ઠપકારો. 
 2. જો તમે કોઈપણ એકાઉન્ટમાંની ટ્વીટ જોઈને તેમને અનુસરવાનું નક્કી કરો તો, તેને વિસ્તૃત કરવા માટે ટ્વીટ પર હળવેથી ઠપકારો અને પછી અનુસરો આયકન પર હળવેથી ઠપકારો 
   

ટ્વીટ્સને બુકમાર્ક કેવી રીતે કરવું 
 

તમે જે ટ્વીટ્સને પછીથી સંદર્ભિત કરવા માંગો છો તેમને બુકમાર્ક કરવા માટે બુકમાર્ક્સ સુવિધાનો ઉપયોગ કરો:

 1. શેર કરો આયકન પર હળવેથી ઠપકારો.
 2. પછીથી જોવા માટે ટ્વીટને સાચવવા માટે બુકમાર્ક્સમાં ઉમેરો પસંદ કરો.

તમારા બુકમાર્ક્સમાં પ્રવેશ કરવા માટે:

 1. બુકમાર્ક્સ મેનૂ વિકલ્પમાં પ્રવેશ કરવા માટે ઉપરના ડાબા ખૂણામાં આપેલ તમારા પ્રોફાઈલ ફોટો પર હળવેથી ઠપકારો.
   

હોમ સમય અવધિ

 1. તમારી હોમ સમય અવધિ પર જવા માટે હોમ આયકન  પર હળવેથી ઠપકારો.
 2. તમારી હોમ સમય અવધિમાં તમે અનુસરતા હોય તે એકાઉન્ટ્સમાંની તાજેતરની ટ્વીટ્સ સામેલ હોય છે.
 3. જ્યારે હોમ ટેબની બાજુમાં એક વાદળી ડોટ હોય છે, ત્યારે નવી ટ્વીટ્સ તમારી સમય અવધિને હિટ કરવાની રાહ જોતી હોય છે. આ નવી ટ્વીટ્સ લોડ કરવા માટે તમારી સમય અવધિને નીચે ખેંચો.
 4. હોમ સમય અવધિમાંથી, ટ્વીટની વિગતો જોવા માટે તમે કોઈપણ વ્યક્તિગત ટ્વીટ પર હળવેથી ઠપકારી શકો છો. અહીંથી, તમે ટ્વીટને પ્રત્યુતર આપી, પુનટ્વીટ કરી, ટ્વીટ અંગે મનોભાવ આપી અથવા લાઈક કરી શકો છો.
 5. જ્યારે તમે હોમ સમય અવધિ પર પાછા નેવિગેટ કરવા માગતા હોવ ત્યારે, પાછળ આયકન  પર હળવેથી ઠપકારો
   

સૂચનાઓ
 

સૂચનાઓ ટેબ એ છે જ્યાં તમે જોઈ શકો છો કે X પરનાં અન્ય લોકો તમારી સાથે કેવી રીતે વાતચીત કરે છે.

 1. તમારી સૂચના સમય અવધિ પર જવા માટે સૂચનાઓ આયકન  પર હળવેથી ઠપકારો.
 2. તમારી સૂચનાઓ સમય અવધિ તમારી કઈ ટ્વીટ્સ લાઈક કરવામાં આવી છે તે, વધુમાં (તમારી ટ્વીટ્સમાંની) તાજેતરની પુનટ્વીટ, તમને નિર્દેશિત કરવામાં આવેલ ટ્વીટ્સ (પ્રત્યુતરો અને ઉલ્લેખો), અને તમારા નવા અનુયાયીઓ બતાવશે.
   

પ્રોફાઈલ અને સેટિંગ્સ
 

તમારી પ્રોફાઈલ અને સેટિંગ્સમાં પ્રવેશ કરવા માટે તમારા પ્રોફાઈલ ફોટો પર હળવેથી ઠપકારો. મેનૂમાં તમે, આ કરી શકો છો:

 • તમારી પ્રોફાઈલ મેળવવા માટે પ્રોફાઈલ પર હળવેથી ઠપકારો.
 • તમારી પ્રોફાઈલ સંપાદિત કરવા માટે, પ્રોફાઈલ પર અને પછી પ્રોફાઈલ સંપાદિત કરો પર હળવેથી ઠપકારો. અહીંથી તમે તમારો પ્રોફાઈલ ફોટો, પૂરું નામ, URL, સ્થાન, અને વ્યક્તિગત વર્ણન સંપાદિત કરી શકો છો.
 • તમારી અનુસરેલ અને અનુયાયી યાદીઓ, તેમજ તમે પોસ્ટ કરેલ મીડિયા અને તમારી લાઈક્સ જોવા માટે પ્રોફાઈલ પર હળવેથી ઠપકારો.
 • તમારી સેટિંગ્સ સંપાદિત કરવા માટે, તમારા પ્રોફાઈલ ફોટો પર, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો. અહીંથી તમે સંપાદિત કરી શકો છો તમારા:
 • એકાઉન્ટ સેટિંગ્સ જેમાં સામેલ છે:
  • વપરાશકારનું નામ
  • ફોન
  • ઈમેલ
  • સાંકેતિક શબ્દ
  • સુરક્ષા
  • ડેટા અને પરવાનગી, જ્યાં તમે આમની સમીક્ષા કરી શકો છો તમારા X ડેટા અને જોડાયેલ એપ્લિકેશન્સ
 • ગોપનીયતા અને સલામતી સેટિંગ્સ
 • સૂચનાઓ સેટિંગ્સ
 • સામગ્રી પસંદગીઓ
 • સામાન્ય સેટિંગ્સ, જેમાં ડેટા વપરાશ સામેલ છે
   

ડાર્ક મોડ કેવી રીતે સક્ષમ કરવો
 

 1. ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો.

 2. યાદીઓ પર હળવેથી ઠપકારો.

 3. પૃષ્ઠભૂમિ હેઠળ, તમારી પસંદગી પર હળવેથી ઠપકારીને ઝાંખુ અથવા લાઇટ આઉટ પસંદ કરો. 
 4. સુવિધા બંધ કરવા માટે ડિફૉલ્ટ પસંદ કરો.
   

સીધા સંદેશા

વધુ માહિતી માટે સીધી સંદેશાઓ વિશે અને અમારા સીધા સંદેશાના અવારનવાર પૂછાતા પ્રશ્નો વાંચો. નોંધ: X Lite સીધા સંદેશામાં (ઉદા. વ્યવસાય પ્રોફાઈલમાંથી) પૂર્વનિર્ધારિત પ્રતિભાવોનું સમર્થન કરતું નથી. 

*X Lite એપ્લિકેશન નીચે આપેલ દેશોમાં ઉપલબ્ધ છે: અલ્બેનિયા, અંગોલા, એન્ટિગુઆ અને બર્બુડા, આર્મેનિયા, અરુબા, ઑસ્ટ્રિયા, અઝરબૈજાન, બહામાસ, બહેરિન, બેલીઝ, બેનિન, બોસ્નિયા અને હર્ઝેગોવિના, બોત્સ્વાના, બલ્ગેરિયા, બુર્કિના ફાસો, કંબોડિયા, કેમેરોન, કેપ વર્ડે, કોટ ડી આઇવોર, ક્રોએશિયા, સાયપ્રસ, ચેક રિપબ્લિક, ફીજી, ફિનલેન્ડ, ગેબન, જર્મની, ગ્રીસ, ગિની-બિસ્સાઉ, હૈતી, હંગેરી, આયર્લેન્ડ, ઇટાલી, જમૈકા, કુવૈત, કિર્ગિઝ્સ્તાન, લાઓસ, લાતવિયા, લૈચટેંસ્ટેઈન, લક્ઝમબર્ગ, મેસેડોનિયા (FYROM), માલી, માલ્ટા, મોરિશિયસ, મોલ્ડોવા, મોઝામ્બિક, મ્યાનમાર (બર્મા), નામીબીઆ, નાઇજર, ઓમાન, પાકિસ્તાન, પપુઆ ન્યુ ગિની, પોલેન્ડ, કતાર, રશિયા, રવાંડા, સાઉદી અરેબિયા, સેનેગલ, સ્લોવાકિયા, સ્લોવેનિયા, શ્રીલંકા, સ્વીડન, સ્વિટ્ઝર્લૅન્ડ, તાજિકિસ્તાન, ટોગો, ત્રિનિદાદ અને ટોબેગો, તુર્કમેનિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, ઉઝબેકિસ્તાન, વિયેતનામ અને ઝામ્બિયા.

આ લેખને શેર કરો