એન્ડ્રોઈડ માટે X અવારનવાર પૂછાતા પ્રશ્નો
શું એન્ડ્રોઈડના મારા સંસ્કરણ માટે એપ્લિકેશન ઉપલબ્ધ છે?
- એન્ડ્રોઈડ માટે Twitter એપ્લિકેશન એન્ડ્રોઈડ OS સંસ્કરણો 7.93.4 અને તેનાથી વધુ પર ચાલતા ફોન પર ઉપલબ્ધ હોય છે. નોંધ: અમે હવે એન્ડ્રોઈડ માટે Twitterના જૂના સંસ્કરણોને સમર્થિત કરતા નથી. એન્ડ્રોઈડ માટે Twitterના સૌથી તાજેતરના અનુભવનો લહાવો લેવા માટે, સ્ટોરમાં રહેલ સૌથી તાજેતરનું સંસ્કરણ ડાઉનલોડ કરો અથવા તમારા બ્રાઉઝરમાં જઈને twitter.comની મુલાકાત લો.
- Kindle Fire
- B&N Nooks
મારા બહુવિધ એકાઉન્ટ્સ છે. શું હું એક જ સમયે તે બધામાં લોગ ઈન કરી શકું છું?
હા! એન્ડ્રોઈડ માટે Twitter બહુવિધ એકાઉન્ટ્સને સમર્થિત કરે છે. જો તમારી પાસે એક કરતાં વધુ એકાઉન્ટ ઉમેરેલા હોય, તો ટોચના મેનૂમાં નેવિગેશન મેનૂના આયકન અથવા તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો. પછી, તમારા અન્ય એકાઉન્ટ્સમાં પ્રવેશ કરવા માટે હેડરમાં આપેલ નીચેની દિશામાં સંકેત કરતાં તીર પર હળવેથી ઠપકારો. બહુવિધ Twitter એકાઉન્ટ્સને મેનેજ કરવા વિશે વધુ જાણો.
મારી ટ્વીટ્સ સુરક્ષિત છે. હું મારી 'અનુયાયીની વિનંતીઓ'ને કેવી રીતે જોઈ શકું?
તમે એપ્લિકેશનમાં અનુયાયીની વિનંતીઓને સ્વીકારી/નકારી શકો છો:
- તમારા પ્રોફાઈલ પૃષ્ઠ પર જાઓ.
- તમારી વિનંતીઓની યાદી જોવા માટે મેનૂમાંથી અનુયાયીની વિનંતીઓ પર હળવેથી ઠપકારો.
- ચેકમાર્ક પર હળવેથી ઠપકારીને વિનંતીને સ્વીકારો અથવા X પર હળવેથી ઠપકારીને વિનંતીને નકારો.
હું એપ્લિકેશનને કેવી રીતે દૂર કરી શકું અથવા મારા SD કાર્ડમાં ખસેડી શકું?
- જો તમારા ડિવાઇસમાં એન્ડ્રોઈડ માટે Twitter એક બંડલ કરેલ એપ્લિકેશન તરીકે સામેલ કરવામાં આવી હોય, તો તેને અનઇન્સ્ટોલ કરી શકાતી નથી અથવા SD કાર્ડમાં ખસેડી શકાતી નથી.
- SDમાં ખસેડવાનો વિકલ્પ માત્ર એપ્લિકેશન (1.89mb)ને જ ખસેડશે, એપ્લિકેશનનો ઉપયોગ કરતી વખતના ડેટાને નહીં. જો SD પર હોય, તો એપ્લિકેશન તમારી લોગીન માહિતી ગુમાવશે.
જ્યારે હું એપ્લિકેશન ખોલું છું ત્યારે મારી સમય અવધિ આપોઆપ અપડેટ કેમ થતી નથી?
- તમારી સમય અવધિ જો એપ્લિકેશન ખુલ્લી હોય અથવા બેકગ્રાઉન્ડમાં ચાલુ હોય.
- જો તમે એપ્લિકેશન છોડી દો અને ફરીથી ખોલો, તો સમય અવધિને રીફ્રેશ કરવા માટે ફક્ત નીચે ખેંચોં.
- જ્યારે તમે એપ્લિકેશનને બંધ કરીને ફરીથી ખોલો છો ત્યારે આ સુવિધા સમય અવધિની સ્થિતિ જાળવવામાં મદદ કરે છે.
શું ડાર્ક મોડ એન્ડ્રોઈડ માટે Twitter પર ઉપલબ્ધ હોય છે?
હા, એન્ડ્રોઈડ માટે Twitter ડાર્ક મોડને સમર્થિત કરે છે. આ સુવિધા સક્ષમ કરવા માટે:
- ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો.
- સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.
- પ્રદર્શન અને અવાજ ટેબ પર હળવેથી ઠપકારો.
- સુવિધા ચાલુ કરવા માટે ડાર્ક મોડ સ્લાઇડર પર હળવેથી ઠપકારો.
- ડાર્ક મોડના દેખાવમાં તમારી પસંદગી પર હળવેથી ઠપકારીને ધૂંધળું અથવા લાઇટ આઉટ પસંદ કરો.
- સુવિધા બંધ કરવા માટે, ડાર્ક મોડ વિકલ્પ પર ફરીથી હળવેથી ઠપકારો.
શું હું એન્ડ્રોઈડ માટે Twitter પર ફોન્ટનું કદ બદલી શકું છું?
હા, તમે તમારા એન્ડ્રોઈડ ડિવાઇસની સેટિંગ્સ મારફતે તમારી એન્ડ્રોઈડ માટેની Twitter એપ્લિકેશન પર પ્રદર્શિત કરવામાં આવેલ ફોન્ટનું કદ ઓછું-વધતું કરી શકો છો. જો તમે તમારા ડિવાઇસની સેટિંગ્સ મારફતે ફોન્ટનું કદ અપડેટ કરો છો અને તમને તરત જ તે અપડેટ ન દેખાય, તો તમારી એપ્લિકેશન ફરીથી શરૂ કરી જુઓ. કૃપા કરીને નોંધી લો: સીધા જ એન્ડ્રોઈડ માટે Twitter એપ્લિકેશન મારફતે તમારા ફોન્ટના કદને અપડેટ કરવાનું હવે શક્ય નથી.