તમારા ડિવાઇસ પર એકવાર ચોક્કસ સ્થાન સક્ષમ થઈ જાય પછી, તમે સામાન્ય રીતે કરો છો તેમ ટ્વીટ કમ્પોઝ કરો. જો તમે અગાઉ તમારી ટ્વીટ્સમાં સ્થાન જોડ્યું નથી તો, તમે ચોક્કસ સ્થાન સક્ષમ કરવા માંગો છો કે નહીં તેમ પૂછતું એક પ્રોમ્પ્ટ તમને દેખાઈ શકે છે.
તમે પસંદ કરી શકો તે સ્થાનોની યાદી ખોલવા માટે ટ્વીટ કમ્પોઝ બોક્સમાં સ્થાન આયકન પર હળવેથી ઠપકારો.
તમારી ટ્વીટમાં તમે ઉમેરવા માંગો છો તે સ્થાન પસંદ કરો.
જો તમે તમારી ટ્વીટ સાથે ફોટો જોડી રહ્યા છો જેને ઇન-એપ્લિકેશન કૅમેરા પર લેવામાં આવ્યો હતો અને સ્થાન આયકન પર હળવેથી ઠપકારો છો, તો તમારું ચોક્કસ સ્થાન (અક્ષાંશ અને રેખાંશ) ટ્વીટ સાથે સંકળાયેલું રહેશે અને API દ્વારા શોધી શકાશે.
iOS માટે Twitterના અગાઉના સંસ્કરણ માટે, તમે ટ્વીટ કરો ત્યારે તમારી ટ્વીટમાં હંમેશાં તમે પસંદ કરેલા સ્થાનનું નામ અને તમારા ડિવાઇસનું ચોક્કસ સ્થાન (જે API દ્વારા શોધી શકાશે) એ બંને સામેલ રહેશે.
આગલી વખતે તમે એ જ ડિવાઇસ પર Twitter એપ્લિકેશનનો ઉપયોગ કરીને ટ્વીટ કરો ત્યારે, તમારા વર્તમાન સ્થાનનો ઉપયોગ કરીને તમારી ટ્વીટ સાથે તમારું સામાન્ય સ્થાન આપોઆપ પ્રદર્શિત કરવામાં આવશે. iOS માટે Twitterના 6.26 પહેલાંના સંસ્કરણો માટે, તમારા સામાન્ય સ્થાનની સાથોસાથ તમારું ચોક્કસ સ્થાન આપમેળે ટ્વીટ સાથે જોડાયેલું હશે (અને API દ્વારા શોધી શકાશે).