કેવી રીતે તમારી ટ્વીટ્સને સુરક્ષિત કરવી અને તેને સુરક્ષિત કરવાનું રદ કરવું

જ્યારે તમે X માટે સાઈન અપ કરો છો, ત્યારે તમે તમારી ટ્વીટ્સને સાર્વજનિક રાખવાનું અથવા તમારી ટ્વીટ્સને સુરક્ષિત કરવાનું પસંદ કરી શકો છો. સાર્વજનિક અને સુરક્ષિત ટ્વીટ્સ વચ્ચે રહેલા તફાવત વિશે વધુ વાંચો.

કેવી રીતે તમારી ટ્વીટ્સને સુરક્ષિત કરવી
પગલું 1

ટોચના મેનૂમાં, તમારા પ્રોફાઈલ ફોટા પર હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.

પગલું 2

ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો.

પગલું 3

પ્રેક્ષકગણ અને ટેગીંગ હેઠળ અને તમારી ટ્વીટ્સને સુરક્ષિત કરોની બાજુમાં, ચાલુ કરવા માટે સ્લાઇડરને ખેંચો.

પગલું 1

ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂનું આયકન  અથવા તમારી પ્રોફાઈલનું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો અને સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.

પગલું 2

ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો.

પગલું 3

પ્રેક્ષકગણ અને ટેગીંગ હેઠળ અને તમારી ટ્વીટ્સને સુરક્ષિત કરોની બાજુમાં, બોક્સમાં ખરાની નિશાની કરો.

પગલું 1

વધુ  આયકન પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.

પગલું 2
પગલું 3

ગોપનીયતા અને સલામતી પર જાઓ.

પગલું 4

પ્રેક્ષકગણ અને ટેગીંગ પર જાઓ અને અને તમારી ટ્વીટ્સને સુરક્ષિત કરોની બાજુમાં, બોક્સમાં ખરાની નિશાની કરો.


કેવી રીતે તમારી ટ્વીટ્સને સુરક્ષિત કરવાનું રદ કરવું
 

  • તમારી ટ્વીટ્સને સુરક્ષિત કરવાનું રદ કરવા માટે, ઉપર આપેલી સૂચનાઓને અનુસરો: વેબ માટે, મારી ટ્વીટ્સને સુરક્ષિત કરોની બાજુમાં રહેલા બોક્સમાંથી ખરાની નિશાની દૂર કરો. iOS માટે X અને એન્ડ્રોઈડ માટે Xની એપ્લિકેશન્સ માટે, તમારી ટ્વીટ્સને સુરક્ષિત કરોની બાજુમાં રહેલા સ્લાઇડરને ખેંચો અથવા બોક્સમાંથી ખરાની નિશાની દૂર કરો.
  • તમારી ટ્વીટ્સને સાર્વજનિક કરવાની પહેલાં અનુયાયી થવા માટેની તમારી બાકી વિનંતીઓની સમીક્ષા કરવાની ખાતરો કરો. બાકી છોડી દેવામાં આવેલી કોઈપણ વિનંતીઓને આપમેળે સ્વીકારવામાં આવશે નહીં. જો એમ જ બાકી છોડી દેવામાં આવશે, તો તે એકાઉન્ટ્સે ફરીથી તમને અનુસરવાની જરૂર પડશે.
  • કૃપા કરીને નોંધ લેશો કે તમારી ટ્વીટ્સને સુરક્ષિત કરવાનું રદ કરવાથી અગાઉની જે કોઈપણ સુરક્ષિત ટ્વીટ્સ હશે તે સાર્વજનિક થઈ જશે.

આ લેખને શેર કરો