નીતિ વિકાસ અને અમલીકરણની ફિલસૂફી પ્રત્યેનો અમારો અભિગમ

X એ વિશ્વભરમાં થતા વાસ્તવિક વાર્તાલાપોને પ્રતિબિંબિત કરતું પ્લેટફોર્મ છે અને તેમાં ક્યારેક એવા દૃષ્ટિકોણોનો સમાવેશ થાય છે જે અપમાનજનક, વિવાદાસ્પદ અને/અથવા અન્ય લોકો પ્રત્યે મતાગ્રહી હોઈ શકે છે. જ્યારે અમે દરેકને અમારી સેવા પર અભિવ્યક્તિ કરવા માટે આવકારીએ છીએ, ત્યારે અન્ય લોકોનો અવાજ દબાવી દેવા માટે જ્યાં પજવણી થાય, ધમકાવવામાં આવે અથવા ભયનો ઉપયોગ કરવામાં આવે એવી વર્તણૂકને અમે સહન કરીશું નહીં.

દરેક વ્યક્તિ તેમની માન્યતાઓને અભિવ્યક્ત કરવામાં સુરક્ષિતતા અનુભવે તે સુનિશ્ચિત કરવામાં મદદ મળી રહે તે માટે અમે Xના નિયમો રાખેલા છે અને અમે તેને એકસમાન સુસંગતતા સાથે અમલમાં લાવવાનો પ્રયાસ કરીએ છીએ.  અમલીકરણની અલગ-અલગ ક્રિયાઓ વિશે વધુ જાણો.

 

અમારી નીતિ વિકાસ પ્રક્રિયા
 

નવી નીતિ ઘડવામાં અથવા નીતિમાં ફેરફાર કરવા માટે ઑનલાઇન વર્તણૂકમાં વર્તમાન સમય અનુસારના વિષયોને ફરતે ઊંડાણપૂર્વક સંશોધનની જરૂર પડે છે, એક એવી સ્પષ્ટ બાહ્ય ભાષા વિકસાવવી પડે છે જે માન્ય હોય તેવી બાબતોની અપેક્ષાઓને અનૂકૂળ હોય અને સમીક્ષકો માટે અમલીકરણ માર્ગદર્શન બનાવવું પડે છે જેના આધારે લાખો ટ્વીટ્સનું મૂલ્યાંકન કરવામાં આવી શકે છે.

નીતિ ભાષાની રૂપરેખા તૈયાર કરતી વખતે, અમે વિવિધ આંતરિક ટીમો તેમજ અમારી વિશ્વાસ અને સલામતી કાઉન્સિલ પાસેથી પ્રતિભાવો એકત્ર કરીએ છીએ. અમારા નિયમોને કેવી રીતે લાગુ કરવામાં આવે છે અને વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક સંદર્ભોમાં કેવી રીતે તેનું અર્થઘટન કરવામાં આવે છે તે સહિત ઑનલાઇન ભાષાની બદલાતી પ્રકૃતિની ફરતે રહેલા વૈશ્વિક દૃષ્ટિકોણોને અમે ધ્યાનમાં રાખી રહ્યા છીએ તે સુનિશ્ચિત કરવા માટે આ અત્યાવશ્યક છે. છેવટે, અમે અમારી વૈશ્વિક સમીક્ષા ટીમોને તાલીમ આપીએ છીએ, Xના નિયમો અપડેટ કરીએ છીએ અને નવી નીતિને અમલમાં લાવવાનું શરૂ કરીએ છીએ.

 

અમારી અમલીકરણની ફિલસૂફી
 

અમે સમસ્યાની વિભિન્ન બાજુઓને સમજવા માટે લોકોને સશક્ત કરીએ છીએ અને અસંમતિવાળા મંતવ્યો તેમજ દૃષ્ટિકોણો વિશે ખુલ્લી ચર્ચા કરવાને પ્રોત્સાહિત કરીએ છીએ. આ અભિગમ અમારા પ્લેટફોર્મ પર ઘણાં સ્વરૂપની ભાષાઓને અસ્તિત્વમાં રહેવાની મંજૂરી આપે છે અને ખાસ કરીને, જવાબી ભાષાનો પ્રચાર કરે છે: એવી ભાષા કે જે ખોટા નિવેદનો અથવા ખોટી માન્યતાઓ અંગે ચોખવટ કરવા તથ્યો રજૂ કરે છે, ઢોંગ અથવા વિરોધાભાસને નિર્દેશિત કરે છે, ઑફલાઇન અથવા ઑનલાઇન પરિણામો અંગે ચેતવણી આપે છે, દ્વેષપૂર્ણ અથવા જોખમી ભાષાને વખોડી કાઢે છે અથવા તો લોકોનાં મનને બદલવા અને રોષને ઘટાડવામાં મદદ કરે છે.

આમ, સંદર્ભ મહત્ત્વનો હોય છે. અમલીકરણની ક્રિયા કરવી કે કેમ તે નિર્ધારિત કરતી વખતે, અમે અનેક પરિબળોને ધ્યાનમાં લઈ શકીએ છીએ, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે, (પરંતુ તેના પૂરતા તે મર્યાદિત નથી):

  • વર્તણૂક કોઈ એક વ્યક્તિ, સમૂહ, અથવા સુરક્ષિત શ્રેણીના લોકો પ્રત્યે નિર્દેશિત છે કે કેમ;
  • રિપોર્ટ, દુર્વ્યવહારની લક્ષિત વ્યક્તિ દ્વારા કે મૂક પ્રેક્ષક દ્વારા ફાઇલ કરવામાં આવ્યો છે કે કેમ;
  • વપરાશકાર અમારી નીતિઓનું ઉલ્લંઘન કરવાનો ઇતિહાસ ધરાવે છે કે કેમ;
  • ઉલ્લંઘનની ગંભીરતા;
  • સામગ્રી કાયદાકીય રીતે જાહેર હિતનો મુદ્દો હોઈ શકે છે.


શું વર્તણૂક કોઈ એક વ્યક્તિ પ્રત્યે નિર્દેશિત છે કે સમૂહ પ્રત્યે?

પ્લેટફોર્મ પર જુદા જુદા અભિપ્રાયો વ્યક્ત કરવા દેવા અને અમારા વપરાશકારોની સુરક્ષા કરવા વચ્ચે સંતુલન રાખવા માટે, જ્યારે કોઈ વિશિષ્ટ વ્યક્તિ અથવા લોકોના સમૂહને લક્ષિત કરતી અપમાનજનક વર્તણૂકની કોઈ વ્યક્તિ જાણ કરે છે ત્યારે અમે નીતિઓને અમલમાં લાવીએ છીએ. આ લક્ષ્યીકરણ ઘણા પ્રકારે થઈ શકે છે (ઉદાહરણ તરીકે, @ઉલ્લેખો, ફોટાને ટેગ કરવો, નામ દ્વારા તેમનો ઉલ્લેખ કરવો વગેરે).


શું રિપોર્ટ સંભવિત દુર્વ્યવહારની લક્ષિત વ્યક્તિ દ્વારા ફાઇલ કરાયો છે કે મૂક પ્રેક્ષક દ્વારા?

કેટલીક ટ્વીટસ જ્યારે અલગ પાડીને જોવામાં આવે ત્યારે અપમાનજનક લાગતી હોઈ શકે છે, પરંતુ મોટા વાર્તાલાપના અથવા પ્લેટફોર્મ પરના લોકો વચ્ચેના ઐતિહાસિક સંબંધના સંદર્ભમાં જોવામાં આવે ત્યારે તેમ ન હોય એવું બની શકે છે. ઉદાહરણ તરીકે, મિત્રો વચ્ચેની મૈત્રીપૂર્ણ હાસ્ય-વિનોદ મૂક પ્રેક્ષકોને અપમાનજનક લાગી શકે છે, અને કોઈ એક સંસ્કૃતિ અથવા દેશમાં સ્વીકાર્ય હોય તેવી કેટલીક ટિપ્પણીઓ અન્યમાં સ્વીકાર્ય ન હોય એવું બની શકે છે. અમારી ટીમોને ભૂલ કરવાથી રોકવા અને સંમતિજન્ય ક્રિયાપ્રતિક્રિયાઓને દૂર કરવામાં મદદ મળે તે માટે, અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં, અમલીકરણની કોઈપણ ક્રિયા કરતા પહેલાં અમારે વાસ્તવિક લક્ષિત વ્યક્તિ (અથવા તેમના અધિકૃત પ્રતિનિધિ)ના રિપોર્ટની જરૂર હોય છે.


શું વપરાશકાર અમારી નીતિઓનું ઉલ્લંઘન કરવાનો ઇતિહાસ ધરાવે છે?

લોકો અમારા નિયમોનું ઉલ્લંઘન કરવાનો ઈરાદો રાખતા નથી તેવા અનુમાન સાથે અમે શરૂઆત કરીએ છીએ. ઉલ્લંઘન એટલું ભયંકર ગંભીર હોય કે અમારે તાત્કાલિક રીતે એકાઉન્ટને રદ બાતલ કરવું જ પડે તેવી સ્થિતિ ના આવે ત્યાં સુધી, અમે સૌથી પહેલા લોકોને અમારા નિયમો વિશે સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ અને તેમની વર્તણૂક સુધારવાની તેમને તક આપીએ છીએ. અમે ઉલ્લંઘન કરનારને અપમાનજનક ટ્વીટ (ટ્વીટ્સ) બતાવીએ છીએ, કયા નિયમનો ભંગ થયો હતો તે સમજાવીએ છીએ અને તેઓ ફરીથી ટ્વીટ કરી શકે તે પહેલાં જે-તે સામગ્રીને દૂર કરવાનું તેમના માટે આવશ્યક બનાવીએ છીએ. જો કોઈ વ્યક્તિ વારંવાર અમારા નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો પછી અમારી અમલીકરણની ક્રિયાઓ વધુ કડક બની જાય છે. તેમાં ઉલ્લંઘન કરનાર દ્વારા ટ્વીટ (ટ્વીટ્સ) દૂર કરવાની જરૂર પડવી તથા એકાઉન્ટની માલિકીની ચકાસણી કરવી અને/અથવા ચોક્કસ સમયગાળા માટે તેમની ટ્વીટ કરવાની ક્ષમતા હંગામી ધોરણે મર્યાદિત કરવા જેવી વધારાની ક્રિયાઓનો સમાવેશ થાય છે. જો તે પછી પણ કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખે તો તેમનું એકાઉન્ટ કાયમ માટે રદ બાતલ કરવામાં આવી શકે છે.


ઉલ્લંઘનની ગંભીરતા શું છે?

અમુક ચોક્કસ પ્રકારની વર્તણૂક સલામતી અને સુરક્ષાનાં ગંભીર જોખમો ઊભા કરી શકે છે અને/અથવા તેના પરિણામે તે વર્તણૂકમાં સામેલ લોકો માટે શારીરિક, ભાવનાત્મક અને નાણાકીય મુશ્કેલી સર્જાય શકે છે. Xના નિયમોના આ ભયંકર ઉલ્લંઘનો — જેમ કે હિંસક ધમકીઓ, સંમતિ વગર લીધેલા તદ્દન અંગત મીડિયા અથવા બાળકોનું જાતીય શોષણ કરતી સામગ્રી પોસ્ટ કરવી — તેના પરિણામે એકાઉન્ટને તાત્કાલિક અને કાયમી રૂપે રદ બાતલ કરવામાં આવી શકે છે. અન્ય ઉલ્લંઘનો સંખ્યાબંધ વિવિધ પગલાંની શ્રેણી તરફ દોરી શકે છે, જેમ કે કોઈ વ્યક્તિ માટે અપમાનજનક ટ્વીટ (ટ્વીટ્સ) દૂર કરવાની અને/અથવા નવી ટ્વીટ (ટ્વીટ્સ) પોસ્ટ કરવા માટે તેમની ક્ષમતા હંગામી ધોરણે મર્યાદિત કરવાની જરૂર પડી શકે છે.


શું વર્તણૂક એ સમાચાર બનવા જોગ અને કાયદાકીય રીતે જાહેર હિતમાં છે?

X, જાહેર જાગૃતિની ઝડપે આગળ વધે છે અને મહત્ત્વપૂર્ણ બાબતો વિશે માહિતગાર રહેવા માટે લોકો આ સેવા પર આવે છે. વિભિન્ન દૃષ્ટિકોણોનો અનુભવ કરવાથી લોકોને એકબીજા પાસેથી શીખવામાં, વધુ સહિષ્ણુ બનવામાં અને આપણે કેવા પ્રકારના સમાજમાં રહેવા માંગીએ છીએ તે વિશે નિર્ણયો લેવામાં મદદ મળી શકે છે.

લોકોને સમસ્યાની દરેક બાજુ જોવાની તક મળે તે સુનિશ્ચિત કરવામાં મદદ કરવા માટે, એવો જૂજ પ્રસંગ હોઈ શકે છે કે જ્યારે અમે વિવાદાસ્પદ સામગ્રી અથવા વર્તણૂકને મંજૂરી આપીએ છીએ, જે અન્યથા અમારી સેવા પર રહેવા માટેના અમારા નિયમોનું ઉલ્લંઘન કરતી હોઈ શકે, કારણ કે અમારું માનવું હોય કે તેની ઉપલબ્ધતામાં કાયદાકીય રીતે જાહેર હિત રહેલું છે. દરેક સ્થિતિનું કિસ્સા-દર-કિસ્સાના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે અને છેવટે ક્રોસ-ફંકશનલ ટીમ દ્વારા નિર્ણય લેવામાં આવે છે.

સામગ્રી વિશે નિર્ણય લેવા માટે અમને માહિતીગાર રહેવામાં મદદ કરતા કેટલાક પરિબળોમાં સામેલ છે જનતા પર તે સામગ્રીની જે અસર પડી શકે, સામગ્રીનો સ્રોત અને ઇવેન્ટના વૈકલ્પિક કવરેજની ઉપલબ્ધતા.

સામગ્રીની જાહેર અસર: કાયદાકીય રીતે જાહેર હિતનો મુદ્દો એ જનતાને જેમાં જિજ્ઞાસા હોઈ શકે તેવા મુદ્દાથી અલગ હોય છે. જો નાગરિકો આ સામગ્રી વિશે ના જાણતા હોય તો તેમના પર શું અસર પડશે તેનો અમે વિચાર કરીશુ. જો ટ્વીટ મોટી સંખ્યામાં લોકો પર, દેશ ચલાવવા પર અસર કરવાની સંભાવના ધરાવતી હશે અને/અથવા તે કોઈ મહત્ત્વપૂર્ણ સામાજિક સમસ્યા વિશે જણાવતી હોય તો અમે તે સામગ્રીને સેવા પર જાળવી રાખવા માટે મંજૂરી આપી શકીએ છીએ. તેવી જ રીતે, જો જનતા પર અસર ખૂબ ઓછી હશે તો અમે અમારી નીતિઓના ઉલ્લંઘનમાં તે સામગ્રી દૂર કરીએ તેની સૌથી વધુ સંભાવના હશે.

સામગ્રીનો સ્રોત: કેટલાક લોકો, સમૂહો, સંસ્થાઓ અને તેમના દ્વારા X પર પોસ્ટ કરવામાં આવેલી સામગ્રીને જાહેર જાગૃતિમાં તેમના હોવાપણાની હેસિયતથી કાયદીકાય રીતે જાહેર હિતના મુદ્દા તરીકે ધ્યાનમાં લેવામાં આવી શકે છે. આનો અર્થ એ નથી કે તેમની ટ્વીટ્સ હંમેશાં સેવા પર રાખવામાં આવશે. તેના બદલે, અમે ચોક્કસ ટ્વીટને જાળવી રાખવા માટે તેમાં કાયદાકીય રીતે જાહેર હિત છે કે કેમ તેનો વિચાર કરીશુ જેથી તેના પર ખુલ્લી ચર્ચા થઈ શકે.

કવરેજની ઉપલબ્ધતા: દરરોજ લોકો વિશ્વમાં જે કંઈપણ થઈ રહ્યું છે તેનો આંખે દેખ્યો અહેવાલ પ્રદાન કરવામાં, પ્રસ્થાપિત દૃષ્ટિકોણો પર વળતો સૂર મૂકવામાં અને કેટલાક કિસ્સામાં, સત્તાધિકારના પદ પર રહેલી કોઈ વ્યક્તિ દ્વારા થતા સત્તાના દુરુપયોગને જગજાહેર કરવામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. જેવી કોઈ પરિસ્થિતિ ઉજાગર થાય એટલે, અમુક ચોક્કસ માહિતીનો પ્રવેશ દૂર કરવાથી અજાણતા તેનો સંદર્ભ છુપાઈ જઈ શકે છે અને/અથવા લોકોને સમસ્યાની દરેક બાજુને જોતા અટકાવવામાં આવી શકે છે. આમ, સંભવિત રૂપે ઉલ્લંઘન કરતી ટ્વીટ પર ક્રિયા કરતા પહેલાં, અમે વધુ મોટા બનાવને દર્શાવવામાં તેના દ્વારા ભજવાઈ રહેલી ભૂમિકા અને તે સામગ્રી અન્ય ક્યાંય મળી શકે છે કે કેમ તેના પર ધ્યાન આપીશુ.

આ લેખને શેર કરો