લૉક કરેલ અથવા મર્યાદિત એકાઉન્ટ સંબંધી મદદ
જો કોઈ એકાઉન્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનું અથવા તે Xના નિયમો કે સેવાની શરતોના ઉલ્લંઘનમાં હોવાનું દેખાય, તો અમે એકાઉન્ટને લૉક કરી શકીએ અથવા એકાઉન્ટ સંબંધી અમુક ચોક્કસ સુવિધાઓ પર કામચલાઉ મર્યાદાઓ મૂકી શકીએ છીએ. જો તમે લોગ ઈન કરો અથવા તમારી એપ્લિકેશનને ખોલો અને એવો સંદેશો જુઓ કે તમારું એકાઉન્ટ લૉક કરેલું છે અથવા તો તમારા એકાઉન્ટ સંબંધી કેટલીક સુવિધાઓને મર્યાદિત કરવામાં આવી છે, તો તેને પુનઃસ્થાપિત કરવા માટેની સૂચનાઓને અનુસરો અથવા વધુ માહિતી માટે આગળ વાંચવાનું ચાલુ રાખો.
સુરક્ષા હેતુઓ માટે, તમારું એકાઉન્ટ લૉક કરવામાં આવ્યું છે
જો તમે તમારા એકાઉન્ટમાં લોગ ઈન થયેલા હોવ અને એવો સંદેશો જુઓ કે સુરક્ષા હેતુઓ માટે, તમારું એકાઉન્ટ લૉક કરવામાં આવ્યું છે, તો આનો અર્થ એ થાય કે અમને શંકાસ્પદ વર્તણૂક મળી આવી છે અને એવું લાગે છે, જાણે કે તમારા એકાઉન્ટ સાથે કદાચ ચેડાં કરવામાં આવ્યા છે. તમારા એકાઉન્ટને અનલૉક કરવા માટે, કૃપા કરીને હમણાં જ તમારો સાંકેતિક શબ્દ બદલીને તમારા એકાઉન્ટને સુરક્ષિત કરો.
જો તમારી પાસે તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલ ઈમેલ સરનામું હોય, તો અમે તે સરનામે પણ સૂચનાઓ મોકલી હોય છે. જો તમને અમારા તરફથી મોકલાયેલો કોઈ ઈમેલ ન દેખાય, તો કૃપા કરીને તમારા બિનજરૂરી, જંક અને સોશિયલ ફોલ્ડર્સને તપાસો.
કેવી રીતે તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખવું તે અંગેની ટિપ્સ વાંચો.
જો તમને તમારા એકાઉન્ટને અનલૉક કરવામાં વધારાની મદદની જરૂર હોય, તો અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરો.
જો તમારા એકાઉન્ટે એવી સ્વચલિત વર્તણૂક પ્રદર્શિત કરી હોવાનું દેખાય કે જેનાથી Xના નિયમોનું ઉલ્લંઘન થતું હોય, તો અમે તેને લૉક કરી શકીએ છીએ અને એવી વિનંતી કરી શકીએ છીએ કે તમે એ એકાઉન્ટના માન્ય માલિક છો તે વાતની તમે પુષ્ટિ કરો.
એકાઉન્ટને અનલૉક કરવા માટે:
- તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરો.
- તમારું એકાઉન્ટ લૉક કરવામાં આવ્યું છે એમ તમને જણાવતા સંદેશને શોધો.
- શરૂ કરો પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
- તમારો ફોન નંબર દાખલ કરો. કૃપા કરીને નોંધ લેશો કે અમે આ ફોન નંબરને તમારા એકાઉન્ટ સાથે સાંકળીશું.
- અમે ચકાસણી કોડ ધરાવતો ટેક્સ્ટ સંદેશો તમને મોકલીશું અથવા તે અંગે તમને ફોન કૉલ પ્રાપ્ત થશે. તમારા ફોન પર કોડ વિતરિત થવામાં થોડી મિનિટનો સમય લાગી શકે છે.
- એકવાર તમે ચકાસણી કોડ દાખલ કરી લો, તે પછી, તમારા એકાઉન્ટને અનલૉક કરવા માટે સબમિટ કરો પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો.
જો તમારી પાસે તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલ ઈમેલ સરનામું હોય, તો અમે તે સરનામે પણ સૂચનાઓ મોકલી હોય છે. જો તમને અમારા તરફથી મોકલાયેલો કોઈ ઈમેલ ન દેખાય, તો કૃપા કરીને તમારા બિનજરૂરી, જંક અને સોશિયલ ફોલ્ડર્સને તપાસો.
જો તમને તમારા એકાઉન્ટને અનલૉક કરવામાં વધારાની મદદની જરૂર હોય, તો અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરો.
જો તમારું એકાઉન્ટ આ સ્થિતિમાં હશે, તો તમારી પ્રોફાઈલની મુલાકાત લેનારા લોકોને જે-તે એકાઉન્ટે અસામાન્ય પ્રવૃત્તિ પ્રદર્શિત કરી છે એમ જણાવતો તથા તેઓ હજી પણ તેને જોવા માંગે છે કે નહીં તેની પુષ્ટિ કરવા કહેતો સંદેશો દેખાઈ શકે છે.
તમારા એકાઉન્ટે Xના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોઈ શકવાને લીધે તેને મર્યાદિત કરાયેલ છે.
તમારા એકાઉન્ટે Xના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોઈ શકવાને લીધે જો તેને મર્યાદિત કરવામાં આવ્યું હોય, તો તમે હજી પણ Xને બ્રાઉઝ કરી શકો છો, પરંતુ આ સ્થિતિમાં હોવા પર, તમે માત્ર તમારા અનુયાયીઓને જ સીધા સંદેશા મોકલી શકો છો. તમે ટ્વીટ કરવા, પુનટ્વીટ કરવા અથવા લાઈક કરવા જેવી ક્રિયાઓમાં જોડાઈ શકશો નહીં અને માત્ર તમારા અનુયાયીઓ જ તમારી અગાઉની ટ્વીટ્સને જોઈ શકે છે.
અમે તમારી મર્યાદિત સ્થિતિ પર કાઉન્ટડાઉનને શરૂ કરવાની પહેલાં તમને અમુક ચોક્કસ ક્રિયાઓ પૂર્ણ કરવાનું કહી શકીએ છીએ. આ ક્રિયાઓમાં તમારા ઈમેલ સરનામાની ચકાસણી કરવાનું, તમારા એકાઉન્ટમાં ફોન નંબર ઉમેરવાનું અથવા અમારા નિયમોના ઉલ્લંઘનમાં હોય તે ટ્વીટ્સને કાઢી નાખવાનું સામેલ હોઈ શકે છે.
તમારા એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવા માટે, લોગ ઈન કરો અને અમે તમારા એકાઉન્ટ સંબંધી કેટલીક સુવિધાઓને અસ્થાયી ધોરણે મર્યાદિત કરી છે એમ તમને જણાવતો સંદેશો શોધો. શરૂ કરો પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો અને વિનંતી કરેલી ક્રિયાઓને પૂર્ણ કરવા માટેની સૂચનાઓને અનુસરો.
નોંધ: Xના નિયમોના વારંવાર ઉલ્લંઘનો કાયમી રદ બાતલ તરફ દોરી જઈ શકે છે.
જો તમને લાગે કે તમારું એકાઉન્ટ ભૂલમાં મર્યાદિત કરવામાં આવ્યું છે, તો તમે અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરીને તે અંગે અપીલ કરી શકો છો.
જો તમારું એકાઉન્ટ અસ્થાયી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવ્યું હશે, તો તમારી પ્રોફાઈલની મુલાકાત લેનારા લોકોને જે-તે એકાઉન્ટે Xના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોઈ શકે છે એમ જણાવતો તથા તેઓ હજી પણ તેને જોવા માંગે છે કે નહીં તેની પુષ્ટિ કરવા કહેતો સંદેશો દેખાઈ શકે છે.
શંકાસ્પદ પ્રવૃત્તિને લીધે તમારા એકાઉન્ટ સંબંધી કેટલીક સુવિધાઓ મર્યાદિત છે
જો તમારા એકાઉન્ટે એવા પ્રબળ અનુસરણ અથવા પ્રબળ જોડાણો (જેમ કે લાઈક, પુનટ્વીટ અને અવતરણની સાથે ટ્વીટ) પ્રદર્શિત કર્યા હોવાનું દેખાય જેનાથી Xના નિયમોનું ઉલ્લંઘન થતું હોય, તો તમારા એકાઉન્ટની સુવિધાઓ નિર્દિષ્ટ સમય માટે મર્યાદિત કરવામાં આવી હોવાનો સંદેશો તમને દેખાશે.
તમારી પાસે પસંદગી કરવા માટે બે વિકલ્પ હશે:
- યાદીબદ્ધ નિર્દિષ્ટ સમય માટે કામચલાઉ, મર્યાદિત સ્થિતિમાં Xનો ઉપયોગ કરો.
- તમારા ફોન નંબર અથવા ઈમેલ સરનામાની ચકાસણી કરાવવાની અમારી સૂચનાઓને પૂર્ણ કરો.
કામચલાઉ, મર્યાદિત સ્થિતિમાં Xનો ઉપયોગ કરવા માટે, તમે બસ X પર જવાનું ચાલુ રાખો પર ક્લિક કરી શકો અથવા હળવેથી ઠપકારી શકો છો. તમારી મર્યાદિત સ્થિતિ દરમિયાન, તમારું એકાઉન્ટ અને ટ્વીટ્સ શોધ પરિણામો અને સૂચનાઓ સહિત X પરની અમુક ચોક્કસ જગ્યાઓમાંથી ફિલ્ટર થઈ જઈ શકે છે. જો તમે X પર જવાનું ચાલુ રાખો વિકલ્પ પસંદ કરો છો, તો તમે પાછા જઈને ચકાસણી કરોનો વિકલ્પ પસંદ કરી શકશો નહીં.
તમારા ફોન નંબર અથવા ઈમેલ સરનામાની ચકાસણી કરીને તમારા એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવા માટે, ચકાસણી કરો પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો અને અમે પ્રદાન કરીએ છીએ તે સૂચનાઓને અનુસરો. તમારા ફોન નંબર અને ઈમેલ સરનામાની ચકાસણી કરવાથી X પર સંભવિતપણે સ્વચલિત અથવા સ્ક્રિપ્ટેડ પ્રવૃત્તિને ઘટાડવામાં મદદ મળે છે.
નોંધ: જો તમારું એકાઉન્ટ Xના નિયમોના વારંવાર થતા ઉલ્લંઘનોમાં જોડાયેલું હોવાનું દેખાય અથવા તે અન્ય એકાઉન્ટ સાથે આક્રમક રીતે જોડાયેલું હોય, તો તમને ફોન દ્વારા ચકાસણી કરવાનો વિકલ્પ રજૂ કરવામાં ન આવે એવું બની શકે છે. આ કિસ્સામાં, તમે માત્ર યાદીબદ્ધ નિર્દિષ્ટ સમય માટે મર્યાદિત સ્થિતિમાં જ Xનો ઉપયોગ કરી શકશો.
કેવી રીતે તમારા લૉક કરેલા એકાઉન્ટ્સ નિષ્ક્રિય કરવા
તમારા લૉક કરેલા એકાઉન્ટને નિષ્ક્રિય કરવા માટે, કૃપા કરીને અમારા સમસ્યાનિવારણના લેખોનો સંદર્ભ લો અથવા અહીં વિનંતી સબમિટ કરો. અમારી ગોપનીયતા નીતિના “અમારો સંપર્ક કેવી રીતે કરવો” વિભાગ હેઠળ યાદીબદ્ધ સંપર્કોને પણ વિનંતીઓ સંબોધિત કરી શકાય છે.
તમારી વ્યક્તિગત માહિતીની કૉપિની વિનંતી કેવી રીતે કરવી
લૉક કરેલા એકાઉન્ટ્સ તેમની માહિતીનો પ્રવેશ મેળવવા માટે અહીં વિનંતી સબમિટ કરી શકે છે. અમારી ગોપનીયતા નીતિના "અમારો સંપર્ક કેવી રીતે કરવો વિભાગ" હેઠળ યાદીબદ્ધ સંપર્કોને પણ વિનંતીઓ સંબોધિત કરી શકાય છે.
જો તમને લાગે કે તમારું એકાઉન્ટ ભૂલમાં લૉક કરવામાં આવ્યું છે, તો તમે અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરીને તે અંગે અપીલ કરી શકો છો.
તમારા એકાઉન્ટ સંબંધી કેટલીક સુવિધાઓ અસ્થાયી ધોરણે મર્યાદિત છે
વાર્તાલાપો એ Xનો કેન્દ્રભૂત પાયો છે, પરંતુ જો અમને એવી વર્તણૂક મળી આવે કે જે કદાચ Xના નિયમોનું ઉલ્લંઘન કરતી હોય અથવા મુક્તપણે પોતાને અભિવ્યક્ત કરવાની અન્ય લોકોની ક્ષમતાને અવરોધતી હોય, તો અમે એકાઉન્ટ સંબંધી અમુક ચોક્કસ સુવિધાઓને અસ્થાયી ધોરણે મર્યાદિત કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, આનો અર્થ એ થઈ શકે કે માત્ર તમારા અનુયાયીઓ જ ટ્વીટ્સ, લાઈક્સ, પુનટ્વીટ્સ વગેરે સહિત X પરની તમારી પ્રવૃત્તિને જોઈ શકે છે. સંભવિતપણે અપમાનજનક સામગ્રીની પહોંચને મર્યાદિત કરવાથી વધુ સલામત વાતાવરણ અને વધુ સશક્ત X કોમ્યુનિટી બને છે.
જ્યારે તમે લોગ ઈન કરો અને આ સંદેશો જુઓ, ત્યારે તમારા એકાઉન્ટ સંબંધી સુવિધાઓને પુનઃસ્થાપિત કરવા માટે કાઉન્ટડાઉન શરૂ કરવા X પર જવાનું ચાલુ રાખો પર ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો. તમે Xની અપમાનજનક વર્તણૂકની નીતિ વિશે વધુ વાંચી શકો છો અને અમારી દ્વેષપૂર્ણ આચરણની નીતિ માટેની માર્ગદર્શિકા શોધી શકો છો.