કેવી રીતે તમારા ઈમેલ સરનામાને અપડેટ કરવું.

તમારા એકાઉન્ટ સાથે જોડાયેલ ઈમેલ સરનામું અપ-ટુ-ડેટ રાખવું એ બહેતર કરેલા એકાઉન્ટ સુરક્ષાની દિશામાં એક સરસ પગલું છે.

નોંધ: જ્યારે પણ તમારા X એકાઉન્ટ સાથે સંકળાયેલ ઈમેલ સરનામાને અપડેટ કરવામાં આવશે ત્યારે આ ફેરફાર અંગે તમને ચેતવવા માટે અગાઉ ઉપયોગમાં લેવાયેલા ઈમેલ સરનામાં પર અમે તમને એક ઈમેલ સૂચના મોકલીશું. આ પ્રકારની ચેતવણીઓ વિશે વધુ માહિતી માટે, એકાઉન્ટ સુરક્ષા વિશે વાંચો. વધુમાં, અમે તમારા અગાઉ ઉપયોગમાં લેવાયેલા ઈમેલ સરનામું સંગ્રહિત કરવાનું ચાલુ રાખીશું અને આ માહિતીનો ઉપયોગ સલામતી અને સુરક્ષા હેતુઓ માટે કરીશું. તમે તમારા X ડેટા દ્વારા તમારો ડેટા ડાઉનલોડ કરીને તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલા ઈમેલ સરનામાને સંપૂર્ણ ઇતિહાસ પ્રાપ્ય કરી શકશો.

તમારું ઈમેલ સરનામું અપડેટ કરો
પગલું 1

 નેવિગેશન મેનૂના આયકનને હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.

પગલું 2

એકાઉન્ટ પર હળવેથી ઠપકારો.

પગલું 3

ઈમેલ પર હળવેથી ઠપકારો.

પગલું 4

તમારું ઈમેલ સરનામું નાંખો અને થઈ ગયું પર હળવેથી ઠપકારો. 
નોંધ: Twitter એકાઉન્ટ સાથે એક સમયે ફક્ત એક જ ઈમેલ સરનામાને જોડી શકાશે.

પગલું 1

ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂનું આયકન  અથવા તમારી પ્રોફાઈલનું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો અને સેટિંગ્સ અને ગોપનીયતા પસંદ કરો.

પગલું 2

એકાઉન્ટ પર હળવેથી ઠપકારો.

પગલું 3

ઈમેલ પર હળવેથી ઠપકારો.

પગલું 4

તમારું ઈમેલ સરનામું નાંખો અને આગામી પર હળવેથી ઠપકારો.
નોંધ: Twitter એકાઉન્ટ સાથે એક સમયે ફક્ત એક જ ઈમેલ સરનામાને જોડી શકાશે.

પગલું 1

Twitter.comમાં લોગ ઈન કરો અને વધુ  આયકન પર ક્લિક કરીને સેટિંગ્સ અને ગોપનીયતામાં જાઓ અને પછી એકાઉન્ટ સેટિંગ્સ પૃષ્ઠ પર જાઓ.

પગલું 2

 તમારા એકાઉન્ટ પર ક્લિક કરો.

પગલું 3

એકાઉન્ટ માહિતી પર ક્લિક કરો અને તમારો સાંકેતિક શબ્દ દાખલ કરો.

પગલું 4

ઈમેલ પર ક્લિક કરો.

પગલું 5

ઈમેલફિલ્ડમાં તમારું ઈમેલ સરનામું ટાઇપ કરો. 
નોંધ: Twitter એકાઉન્ટ સાથે એક સમયે ફક્ત એક જ ઈમેલ સરનામાને જોડી શકાશે.

પગલું 6

પૃષ્ઠના નીચે સાચવો બટન પર ક્લિક કરો.


નોંધ: X પરની તમારી સાર્વજનિક પ્રોફાઈલમાં તમારું ઈમેલ સરનામું પ્રદર્શિત થતું નથી. જો તમે અન્યોને મારા ઈમેલ સરનામા દ્વારા મને શોધવા દો સેટિંગ બંધ નથી કર્યું તો, જેમની પાસેથી પહેલાંથી તમારું ઈમેલ સરનામું છે તેવા અન્યો તમારું X એકાઉન્ટ શોધી શકે છે. તમારા ઈમેલ અને ફોન નંબર શોધવા સક્ષમ ગોપનીયતા સેટિંગ્સ વિશે વધુ જાણો.
 

તમારા ઈમેલ સરનામાની પુષ્ટિ કરો

તમે તમારા એકાઉન્ટ સાથે જોડાયેલું ઈમેલ સરનામું અપડેટ કરો ત્યારે, તમને ફેરફારની પુષ્ટિ કરવાનું કહેવા માટે અમે તમને એક ઈમેલ મોકલીશું. અમે મોકલેલા ઈમેલમાં, હવે પુષ્ટિ કરો બટન પર ક્લિક કરીને અમને જણાવો કે ઈમેલ સરનામું તમારું છે.

  1. તમે જે સરનામું હમણાં જ અપડેટ કર્યું છે તેના માટે ઈમેલ ઇનબોક્સમાં લોગ ઈન કરો.
  2. તમારા એકાઉન્ટની પુષ્ટિ કરવા માટે તમને આમંત્રણ આપતો Xનો ઈમેલ ખોલો.
  3. તે ઈમેલમાં હવે પુષ્ટિ કરો બટન પર ક્લિક કરો.
  4. અમે તમને તમારા X એકાઉન્ટ પર નિર્દેશ કરીશું અને જો તમે પહેલાંથી લોગ ઈન ન કર્યું હોય તો અમે તમને આમ કરવા માટે કહીશું.


નોંધ: જો તમે ઉપરોક્ત પુષ્ટિકરણ પ્રક્રિયાને પૂર્ણ ના કરો તો, તમારું ઈમેલ પુષ્ટિ વિનાની સ્થિતિમાં રહેશે. આનો અર્થ એ કે તમે તમારી ટ્વીટ આર્કાઇવની વિનંતી કરવી અથવા લોગીન ચકાસણી જેવી સુરક્ષા વિશેષતાઓનો લાભ લેવા જેવી ચોક્કસ એકાઉન્ટ સુવિધાઓનો લાભ લઈ શકશો નહીં.

આ લેખને શેર કરો