એપ્લિકેશનની પરવાનગીઓ
ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશન્સ તમારા X એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ-અલગ ક્રિયાઓ કરવા ઍક્સેસની વિનંતી કરી શકે છે.
OAuth 1.0a વપરાશકારનો સંદર્ભ
OAuth 1.0a વપરાશકારના સંદર્ભનો ઉપયોગ કરી રહેલી એપ્લિકેશન્સ તમારા એકાઉન્ટમાં અમુક માહિતીને ઍક્સેસ કરવા તથા અમુક ક્રિયાઓ કરવા માટે નીચેની પરવાનગીઓ માંગી શકે છે:
વાંચવા
તમારા X એકાઉન્ટમાં વાંચવા માટેની ઍક્સેસ ધરાવતી એપ્લિકેશન્સ નીચેની બાબતો કરવાની ક્ષમતા ધરાવશે:
- પ્રોફાઈલ માહિતી: તમારું નામ, સ્થાન, વર્ણન અને પ્રોફાઈલ તથા હેડર ફોટા જેવી તમારી પ્રોફાઈલ માહિતીને જોવી. એ વાતની નોંધ લેશો કે તમારા X એકાઉન્ટ સાથે સંકળેયાલું ઈમેલ સરનામું તેમજ તમારો ફોન નંબર પ્રોફાઈલ માહિતી તરીકે માનવામાં આવતા નથી. કોઈ એપ્લિકેશન તમારા ઈમેલ સરનામાને જોઈ શકશે નહીં, સિવાય કે એ એપ્લિકેશનને તેમ કરવાની તમે વિશિષ્ટ પરવાનગી આપો છો.
- ટ્વીટ્સ: તમારી ટ્વીટ્સ (ટ્વીટ જેટલી વખત જોવામાં આવી છે તેની અને ટ્વીટ સાથે અન્ય લોકોએ જેટલી વખત ક્રિયાપ્રતિક્રિયાઓ કરી તેની સંખ્યા જેવી વિગતો સહિત) અને તમારી સમય અવધિ પર તમે અનુસરો છો તે એકાઉન્ટ્સની ટ્વીટ્સ જોવી, જેમાં કોઈપણ સુરક્ષિત ટ્વીટ્સનો સમાવેશ થાય છે.
- એકાઉન્ટ સેટિંગ્સ: તમારી પસંદગીની ભાષા અને સમય ઝોન જેવી તમારી એકાઉન્ટ સેટિંગ્સ જોવી.
- અન્ય એકાઉન્ટ્સ: તમે કોને અનુસરો છો, કોનું જોડાણ અટકાવો છો અને કોને અવરોધિત કરો છો તે જોવું.
- યાદીઓ: X એકાઉન્ટ્સની તમારી યાદીઓને જોવી.
- સંગ્રહો: ટ્વીટ્સના તમારા સંગ્રહોને જોવા.
OAuth 1.0a વપરાશકારનો સંદર્ભ
OAuth 1.0a વપરાશકારના સંદર્ભનો ઉપયોગ કરી રહેલી એપ્લિકેશન્સ નીચેની પરવાનગીઓ માંગી શકે છે:
વાંચવા અને લખવા
તમારા X એકાઉન્ટમાં વાંચવા અને લખવા માટેની ઍક્સેસ ધરાવતી એપ્લિકેશન્સ પાસે ઉપર વાંચવાના વિભાગમાં વર્ણવ્યા મુજબની તમારી માહિતીને જોવા માટેની ઍક્સેસ હશે અને આ બાબતો કરવાની ક્ષમતા પણ હશે:
પ્રોફાઈલ માહિતી: તમારા માટે તમારી પ્રોફાઈલ માહિતીને અપડેટ કરવી.
ટ્વીટ્સ: તમારા વતી ટ્વીટ્સ અને મીડિયા પોસ્ટ કરવું, તમારા માટે ટ્વીટ્સને કાઢી નાખવી અને તમારા માટે અન્ય લોકો દ્વારા પોસ્ટ કરાયેલી ટ્વીટ્સમાં સહભાગી થવું (ઉદાહરણ તરીકે, ટ્વીટ, પુનટ્વીટ વગેરે માટે લાઈક કરવું, અનલાઈક કરવું અથવા તેનો પ્રત્યુતર આપવો).
એકાઉન્ટ સેટિંગ્સ: તમારા માટે તમારી એકાઉન્ટ સેટિંગ્સને મેનેજ કરવી.
અન્ય એકાઉન્ટ્સ: તમારા માટે એકાઉન્ટ્સને અનુસરવું અને તેને અનુસરવાનું બંધ કરવું તથા તમારા વતી એકાઉન્ટ્સનું જોડાણ અટકાવવું, તેને અવરોધિત કરવું કે તેની જાણ કરવી.
યાદીઓ: તમારા માટે X એકાઉન્ટ્સની યાદીઓ બનાવવી, તમારા માટે તમારી યાદીઓને મેનેજ કરવી (ઉદાહરણ તરીકે, યાદીઓમાં એકાઉન્ટ્સને ઉમેરવાં અને તેમાંથી તેને દૂર કરવાં) તેમજ તમારા માટે તમારી યાદીઓને કાઢી નાખવી.
સંગ્રહો: તમારા માટે ટ્વીટ્સના સંગ્રહો બનાવવા, તમારા માટે તમારા સંગ્રહોને મેનેજ કરવા (ઉદાહરણ તરીકે, સંગ્રહોમાં ટ્વીટ્સને ઉમેરવી અને તેમાંથી તેને દૂર કરવી) તેમજ તમારા માટે તમારા સંગ્રહોને કાઢી નાખવા.
વાંચવા, લખવા અને સીધા સંદેશા
તમારા X એકાઉન્ટમાં વાંચવા, લખવા અને સીધા સંદેશા માટેની ઍક્સેસ ધરાવતી એપ્લિકેશન્સ પાસે ઉપર વાંચવા અને લખવાના વિભાગમાં વર્ણવ્યા મુજબની તમારી માહિતીને જોવાની તથા ક્રિયાઓ કરવાની ઍક્સેસ હશે અને આ બાબતો કરવાની ક્ષમતા પણ હશે: તમારા માટે સીધા સંદેશા મોકલવા, તમે મોકલેલા અને પ્રાપ્ત કરેલા સીધા સંદેશાને જોવા તથા તમારા સીધા સંદેશાને મેનેજ કરવા અને તેને કાઢી નાખવા. યાદ રાખજો કે સંચારના પ્રત્યેક સહભાગી પાસે સંચારની તેમની પોતાની કૉપિ હોય છે — કોઈ સીધો સંદેશ કાઢી નાખવાથી તે તમારા એકાઉન્ટમાંથી દૂર થશે, નહીં કે સંચાર માટેના અન્ય સહભાગીઓના એકાઉન્ટ્સમાંથી.
ઈમેલ સરનામું
ઉપરની પરવાનગીઓ ઉપરાંત, એપ્લિકેશન્સ તમારા X એકાઉન્ટ સાથે સંકળાયેલા ઈમેલ સરનામાને જોવાની પરવાનગી પણ માંગી શકે છે.
X જાહેરાતો
જો તમે X જાહેરાતોનો ઉપયોગ કરતા હોવ, તો એપ્લિકેશન્સ આ બાબતોની પણ વિનંતી કરી શકે છે:
વિશ્લેષણો: તમારા જાહેરાત ડેટાને ઍક્સેસ કરવો, જેમાં તમારાં કેમ્પેન્સ, પ્રેક્ષકો, વેપાર અને જાહેરાત એકાઉન્ટની માહિતી (જેમ કે એકાઉન્ટનું નામ, ID અને બનાવ્યાની તારીખ, વેપારનું નામ, સમયઝોન તથા વપરાશકારો), જાહેરાત એકાઉન્ટ તથા વપરાશકારની સેટિંગ્સ (જેમ કે સૂચના ઈમેલ, સંપર્કનો ફોન નંબર અને એક્સટેન્શન્સ, ઉદ્યોગનો પ્રકાર, ઈમેલ સબ્સ્ક્રિપ્શન સેટિંગ્સ તથા કર સેટિંગ્સ) અને રચનાત્મક બાબતો અને મીડિયાનો સમાવેશ થાય છે.
કેમ્પેન અને એકાઉન્ટ મેનેજમેન્ટ: ઉપર વર્ણવ્યા મુજબ તમારા જાહેરાત ડેટાને ઍક્સેસ કરવો, તમારા માટે તમારા જાહેરાત ડેટા (જેમ કે મીડિયા, રચનાત્મક બાબતો, કેમ્પેન્સ અને પ્રેક્ષકો)ને બનાવવો તથા મેનેજ કરવો અને તમારા એકાઉન્ટને મેનેજ કરવું (જેમ કે એકાઉન્ટનું નામ, ઉદ્યોગનો પ્રકાર, એકાઉન્ટ અને વપરાશકારની સેટિંગ્સ વગેરે).
બહુવિધ-વપરાશકાર લોગીન સાથે તમારા X જાહેરાતોના એકાઉન્ટની ઍક્સેસ આપવા વિશે વધુ જાણો.
OAuth 2.0 વપરાશકારનો સંદર્ભ
OAuth 2.0 વપરાશકારનો સંદર્ભ વિકાસકર્તાને તેમની એપ્લિકેશન માટે વધુ નાની-નાની વિગતોવાળી ઍક્સેસ સેટ કરવામાં સક્ષમ બનાવે છે. OAuth 2.0 વપરાશકારના સંદર્ભનો ઉપયોગ કરી રહેલી એપ્લિકેશન્સ નીચેની શ્રેણીઓમાં પરવાનગીઓ માંગી શકે છે:
વાંચવા
વાંચવાની પરવાનગીઓ, કોઈ એપ્લિકેશન તમારા X એકાઉન્ટમાં શું જોઈ શકે છે તે વ્યાખ્યાયિત કરે છે. ઉદાહરણ તરીકે, કોઈ એપ્લિકેશન નીચેના જેવી બાબતોને જોવાની પરવાનગી માંગી શકે છે:
- સુરક્ષિત એકાઉન્ટ્સની ટ્વીટ સહિત તમે જોઈ શકો છો તે તમામ ટ્વીટ્સ અને સ્પેસિસ.
- તે લોકો જે તમને અનુસરે છે અને તે લોકો જેને તમે અનુસરો છો.
- તમે જોડાણ અટકાવી દીધેલાં અને અવરોધિત કરેલાં એકાઉન્ટ્સ.
કોઈ એપ્લિકેશન જેને જોવાની પરવાનગી માંગી રહે હશે તે વસ્તુઓની યાદી તમને "આ એપ્લિકેશન જોઈ શકે એવી વસ્તુઓ" હેઠળ દેખાશે.
લખવા
લખવાની પરવાનગીઓ, કોઈ એપ્લિકેશન તમારા વતી કઈ ક્રિયાઓ કરી શકે છે તે વ્યાખ્યાયિત કરે છે. ઉદાહરણ તરીકે, કોઈ એપ્લિકેશન નીચેના જેવી બાબતોને કરવાની પરવાનગી માંગી શકે છે:
- તમારા માટે ટ્વીટ અને પુનટ્વીટ કરવી.
- તમારી ટ્વીટ્સના પ્રત્યુતરો છુપાવવા અને બતાવવા.
- તમારા માટે લોકોને અનુસરવા અને અનુસરવાના બંધ કરવા.
એપ્લિકેશન તમારા વતી જેને કરવાની પરવાનગી માંગી રહે હશે તે વસ્તુઓની યાદી તમને "આ એપ્લિકેશન કરી શકે એવી વસ્તુઓ" હેઠળ દેખાશે.
અમે તમારા Xના સાંકેતિક શબ્દને એપ્લિકેશન્સ સાથે શેર કરતા નથી. યાદ રાખજો કે તમે જ્યારે કોઈ એપ્લિકેશનને તમારા X એકાઉન્ટને ઍક્સેસ કરવા કે તમારા વતી ક્રિયાઓ કરવા માટે અધિકૃત કરો છો, ત્યારે એ એપ્લિકેશન તેની પોતાની વેપારી પ્રણાલીઓ અનુસાર તમારી માહિતીનો ઉપયોગ કરી શકે, તેને સંગ્રહિત કરી શકે તથા તેને શેર કરી શકે છે. જોકે, એપ્લિકેશનના વિકાસકર્તાઓ અમારાં નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન કરવા માટે સંમત થાય છે, તેમ છતાં અમે ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે તમે એપ્લિકેશનને તમારા એકાઉન્ટને ઍક્સેસ કરવા માટે અધિકૃત કરો તે પહેલાં તમે એપ્લિકેશનની શરતો અને ગોપનીયતા નીતિની સમીક્ષા કરી લો.
ત્રીજા-પક્ષ માટેની એપ્લિકેશનના વિકાસકર્તાઓ માટેનાં અમારાં નિયમો અને માર્ગદર્શિકાઓ વિશે અમારી વિકાસકર્તાની નીતિમાં વધુ જાણો.